ઇતિહાસ – ભારત
મહેન્દ્ર પ્રતાપ, રાજા
મહેન્દ્ર પ્રતાપ, રાજા (જ. 1 ડિસેમ્બર 1886, મુરસન, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1979) : ભારતીય ક્રાંતિકાર. વિદેશમાં સ્થાપેલી ભારતની કામચલાઉ સરકારના પ્રમુખ. તેમના પિતા રાજા ઘનશ્યામ સિંહ શ્રીમંત જમીનદાર હતા. હાથરસના રાજા હરનારાયણ સિંહે મહેન્દ્ર પ્રતાપને દત્તક લીધા અને તેમની સાથે ઝિંદ રાજ્યના શાસકની પુત્રી નાની ઉંમરે પરણાવી. તેમણે અલીગઢની…
વધુ વાંચો >મહેબૂબનગર
મહેબૂબનગર : આંધ્રપ્રદેશના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 15° 50´થી 17° 20´ ઉ. અ. અને 77° 20´થી 79° 20´ પૂ. રે. વચ્ચેનો 18,432 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રંગારેડ્ડી અને હૈદરાબાદ જિલ્લા, પૂર્વમાં નાલગોંડા અને ગુંતુર જિલ્લા, અગ્નિકોણમાં પ્રકાશમ્ જિલ્લો, દક્ષિણમાં…
વધુ વાંચો >મહેરઅલી, યૂસુફ
મહેરઅલી, યૂસુફ (જ. 23 સપ્ટેમ્બર 1903, મુંબઈ; અ. 2 જુલાઈ 1950, મુંબઈ) : અગ્રણી સ્વાતંત્ર્ય-સેનાની અને નિષ્ઠાવાન સમાજવાદી નેતા. શ્રીમંત ખોજા મુસ્લિમ પરિવારમાં જન્મ. પિતા જાફરઅલી વ્યાપારી હતા. મૂળ વતન કચ્છ; પરંતુ વ્યાપાર માટે પરિવારે મુંબઈ સ્થળાંતર કરેલું. તેમનું પ્રાથમિક શિક્ષણ કોલકાતા ખાતે, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મુંબઈ ખાતે થયું…
વધુ વાંચો >મહેશ્વર
મહેશ્વર : મધ્યપ્રદેશમાં ખરગોન જિલ્લામાં ઇંદોરથી દક્ષિણે લગભગ 90 કિમી.ના અંતરે નર્મદાકાંઠે આવેલું એક પ્રાચીન નગર. મહાભારતમાં એનો મુખ્યત્વે ‘મહેશ્વર’ કે ‘મહેશ્વરપુર’ તરીકે અને પુરાણોમાં ‘માહિષ્મતી’ તરીકે ઉલ્લેખ થયેલો છે. મહાભારતના સમયમાં અહીં રાજા નીલનું શાસન હતું. મહાભારતના યુદ્ધમાં તે કૌરવપક્ષે લડતાં પાંડવોને હાથે મરાયો હતો. પુરાણો અનુસાર યદુવંશની હૈહય…
વધુ વાંચો >મહોબા (મહોત્સવનગર)
મહોબા (મહોત્સવનગર) : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તરપ્રદેશની દક્ષિણ સરહદે ઝાંસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 25° 20´ ઉ. અ. અને 79° 00´ પૂ. રે.ની આજુબાજુનો 3,068 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હમીરપુર, પૂર્વમાં બાંદા, દક્ષિણે મધ્યપ્રદેશની સરહદ તથા પશ્ચિમે ઝાંસી જિલ્લો આવેલા છે. જિલ્લાનું…
વધુ વાંચો >મંગલેશ
મંગલેશ (રાજ્યકાલ ઈ. સ. 597–611) : દખ્ખણના વાતાપી અથવા બાદામી(બીજાપુર જિલ્લો)ના ચાલુક્ય વંશનો રાજા. તે ‘મંગલરાજા’, ‘મંગલીશ’, ‘મંગલેશ્વર’ તરીકે પણ ઓળખાતો હતો. તે પુલકેશિન પ્રથમ(રાજ્યકાલ ઈ. સ. 535–566)નો પુત્ર અને કીર્તિવર્મન્ પહેલા- (ઈ. સ. 566–597)નો નાનો ભાઈ હતો. કીર્તિવર્મનના અવસાન-સમયે તેનાં સંતાનો સગીર હોવાથી તેણે રાજગાદી સંભાળી. મહાકૂટ સ્તંભલેખમાં જણાવ્યા…
વધુ વાંચો >મંડલા
મંડલા : સ્થાન-સીમા-વિસ્તાર : મધ્યપ્રદેશના જબલપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 45´ ઉ. અ. અને 80° 45´ પૂ. રે.ની આજુબાજુનો 13,269 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વમાં શાહડોલ જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ બિલાસપુર અને રાજનંદગાંવ જિલ્લા,…
વધુ વાંચો >માધવગુપ્ત
માધવગુપ્ત (ઈ. છઠ્ઠી સદી) : ગયા નજીકના અફસદ શિલાલેખમાં ઉલ્લિખિત પાછળનો ગુપ્ત રાજા (Later Guptas). ‘હર્ષચરિત’માં જણાવ્યા અનુસાર તેનો પિતા મહાસેન-ગુપ્ત (ઈ.સ.ની છઠ્ઠી સદી) મગધ, ગૌડ અને માલવાનો રાજા હતો. ઉપર્યુક્ત શિલાલેખમાં તેને મહાસેન-ગુપ્તના વારસદાર તરીકે દર્શાવ્યો છે. મહાસેન-ગુપ્તે છેલ્લાં વરસોમાં માલવા ગુમાવ્યું હશે. તેના બે પુત્રો કુમારગુપ્ત અને માધવગુપ્તને…
વધુ વાંચો >માધવરાવ પહેલો
માધવરાવ પહેલો (જ. 16 ફેબ્રુઆરી 1745; અ. 18 નવેમ્બર 1772) : મરાઠા શાસકોમાં ઉત્તમ વહીવટકર્તા, સમર્થ સેનાપતિ અને મહાન પેશ્વા. પેશ્વા બાલાજી બાજીરાવ અને ગોપિકાબાઈના ત્રણ પુત્રોમાંનો વચલો પુત્ર. રાજવંશી કુટુંબોને અનુરૂપ શિક્ષણ અને તાલીમ તેને પ્રાપ્ત થયાં હતાં. નાની ઉંમરથી રાજનીતિ અને રાજકારણની બાબતોમાં રસ લેવાનું તેણે શરૂ કર્યું…
વધુ વાંચો >માધવસેન
માધવસેન (ઈ.પૂ. બીજી સદી) : શુંગ વંશના યુવરાજ અગ્નિમિત્રનો મિત્ર તથા વિદર્ભના રાજા યજ્ઞસેનનો પિતરાઈ. રાજા પુષ્યમિત્ર(ઈ.પૂ. 1871–51)ના અમલ દરમિયાન અગ્નિમિત્ર વિદિશાનો સૂબો હતો. વિદર્ભ અને વિદિશા વચ્ચેના સંબંધો બગડ્યા હતા. તેનો ઉલ્લેખ કવિ કાલિદાસે પોતાના સંસ્કૃત નાટક ‘માલવિકાગ્નિમિત્ર’માં કર્યો છે. તેમાં જણાવ્યા મુજબ, માધવસેન વિદિશા જતો હતો ત્યારે યજ્ઞસેનના…
વધુ વાંચો >