ઇતિહાસ – ભારત

બહમની રાજ્ય

બહમની રાજ્ય (1347–1527) : ભારતમાં અલાઉદ્દીન બહમનશાહે દખ્ખણમાં સ્થાપેલું સ્વતંત્ર રાજ્ય. દિલ્હીના સુલતાન મોહમ્મદ તુગલુકની જુલમી નીતિ સામે દખ્ખણના અમીરોએ 1345માં બળવો કરી, શાહી સૈન્યને શિકસ્ત આપી દૌલતાબાદનો કિલ્લો કબજે કર્યો. તેમણે અફઘાન અમીર ઇસ્માઈલ મુખને દખ્ખણનો શાસક નીમ્યો. તેણે વધારે યોગ્યતા ધરાવતા અમીર હસનને સત્તા સોંપી. 1347માં તેને સુલતાન…

વધુ વાંચો >

બહાદુર, નવાબ સૈયદ મુહંમદ

બહાદુર, નવાબ સૈયદ મુહંમદ (જ. –; અ. 12 ફેબ્રુઆરી 1919) : રાષ્ટ્રવાદી મુસ્લિમ, વિનીત રાજકીય આગેવાન. દક્ષિણ ભારતના શ્રીમંત મીર હુમાયૂં બહાદુર રાષ્ટ્રવાદી મુસ્લિમ હતા અને કૉંગ્રેસનાં શરૂઆતનાં વરસોમાં નાણાકીય સહાય કરતા હતા. મદ્રાસ(ચેન્નઈ)માં 1887માં કૉંગ્રેસની બેઠક મળી ત્યારે તેમણે આર્થિક મદદ કરી હતી. તેમના પુત્ર નવાબ સૈયદ મુહંમદે મદ્રાસમાં…

વધુ વાંચો >

બહાદુરશાહ ‘ઝફર’

બહાદુરશાહ ‘ઝફર’ (જ. 1775; અ. 2 નવેમ્બર 1862) : બાબરે ભારતમાં સ્થાપેલ મુઘલ વંશના છેલ્લા બાદશાહ. તેઓ બહાદુરશાહ બીજાના નામે જાણીતા હતા. તેમનું મૂળ નામ અબૂ ઝફર હતું. 1837માં ગાદી પર બેઠા પછી તેમનું નામ અબૂ ઝફર મુહમ્મદ સિરાજુદ્દીન બહાદુરશાહ ગાઝી રાખવામાં આવ્યું. બહાદુરશાહના જન્મ અને ઉછેર સંબંધી અધિકૃત વિગતો…

વધુ વાંચો >

બંગભંગ આંદોલન

બંગભંગ આંદોલન : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસની મહત્વની ઘટના. ભારતીય રાષ્ટ્રવાદની ભાવનાને ઊગતી ડામવા અને બંગાળીઓની એકતા ખંડિત કરવાના આશયથી તે સમયના વાઇસરૉય લૉર્ડ કર્ઝને વહીવટી સુગમતાના બહાના હેઠળ બંગાળ પ્રાન્તનું વિભાજન કર્યું. તેના વિરોધમાં આ આંદોલન શરૂ થયું, જે સ્વદેશી આંદોલન તરીકે પણ જાણીતું છે. હિંદમાં અંગ્રેજોની રાજકીય સત્તાનો પ્રારંભ…

વધુ વાંચો >

બાજ બહાદુર

બાજ બહાદુર (સોળમી સદી) : અકબરનો સમકાલીન, માળવાનો સુલતાન અને પ્રસિદ્ધ સંગીતકાર. શેરશાહે (1538–1545) માળવા જીત્યું, તે પછી તેણે ત્યાંની હકૂમત શુજાઅતખાન નામના અમીરને સોંપી હતી. તેના મૃત્યુ પછી તેનો પુત્ર બાજ બહાદુર માળવાનો સુલતાન બન્યો. તેણે 1554થી 1564 સુધી રાજ્ય કર્યું હતું. તે મહાન સંગીતકાર હતો. તેણે ‘બાજખાની’ ગાયકીનો…

વધુ વાંચો >

બાજીરાવ પહેલો

બાજીરાવ પહેલો (જ. 18 ઑગસ્ટ 1700; અ. 28 એપ્રિલ 1740, વારખેડી, મહારાષ્ટ્ર) : મરાઠા સંઘનો સર્જક, સફળ સેનાપતિ અને મુત્સદ્દી પેશ્વા. વિદ્યાર્થીકાળ દરમિયાન તેણે ઘોડેસવારી, તલવારબાજી, શિકાર વગેરે શૌર્યભરી રમતોમાં નિપુણતા મેળવી હતી. સાતારામાં તેને રાજકારણ અને વહીવટનો પણ અનુભવ મળ્યો હતો. 1720ના એપ્રિલમાં પ્રથમ પેશ્વા બાલાજી વિશ્વનાથનું અવસાન થતાં…

વધુ વાંચો >

બાજીરાવ બીજો

બાજીરાવ બીજો : જુઓ પેશ્વા

વધુ વાંચો >

બાપા રાવળ (બપ્પા રાવલ)

બાપા રાવળ (બપ્પા રાવલ) (ઈ. સ.ની આઠમી સદી) :  મેવાડના ગોહિલ વંશના રાજા. મેવાડના ગોહિલ વંશના તેઓ સ્થાપક હતા એમ માનવામાં આવે છે. 13મી સદીના વૃત્તાંતો મુજબ બપ્પાએ આનંદપુર-(ગુજરાતનું વડનગર)થી આવીને ગુરુ હારિતરાસીની કૃપાથી ચિતોડનું રાજ્ય મેળવ્યું અને રાવલનું બિરુદ પામ્યા. ગોહિલ વંશના રાજા કાલભોજ તે બપ્પ હતા એમ કેટલાક…

વધુ વાંચો >

બાબર

બાબર (જ. 14 ફેબ્રુઆરી 1483, અંદિજાન, ફરઘાના, મધ્ય એશિયા; અ. 26 ડિસેમ્બર 1530, આગ્રા) : ભારતમાં મુઘલ વંશનો સ્થાપક. તેનું મૂળ આરબ નામ ઝહીરુદ્દીન મુહંમદ હતું. તેના પિતા ઉમરશેખ મીર્ઝા તિમૂરલંગના ચોથા વંશજ અને ફરઘાનાના શાસક હતા. તેની માતા ચંગીઝખાંની તેરમી વંશજ હતી. બાબર અર્થાત્ સિંહનું ઉપનામ તેને તેના નાના…

વધુ વાંચો >

બાબી વંશ

બાબી વંશ : એ નામનો ગુજરાતનો રાજવંશ. અફઘાનિસ્તાનનો વતની બાબી વંશનો આદિલખાન હુમાયૂંની સાથે ભારતમાં આવ્યો હતો. તેના પૌત્ર બહાદુરખાનને અકબરે શિરોહીની જાગીર આપી હતી. તેના પુત્ર જાફરખાનને 1694માં મુઘલ બાદશાહ ઔરંગઝેબે ‘સફદરખાન’નો ઇલકાબ તથા ઉત્તર ગુજરાતના ફોજદારનો હોદ્દો આપ્યો હતો. તેના પુત્ર શેરખાને કેટલોક સમય જૂનાગઢના નાયબ ફોજદારનો હોદ્દો…

વધુ વાંચો >