ઇતિહાસ – ભારત

કોસ્ટરેન્જ

કોસ્ટરેન્જ : ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારે સાન્ટા બાર્બરા- (કૅલિફૉર્નિયા)ની સમીપથી શરૂ થઈને મેક્સિકો, બાજા, કૅલિફૉર્નિયા, ઑરેગોન, વૉશિંગ્ટન, બ્રિટિશ કોલંબિયા થઈને કેનાઈ દ્વીપકલ્પ (અલાસ્કા) સુધી વિસ્તરેલી પર્વતીય હારમાળા. ભૌગોલિક સ્થાન : 41° 00´ ઉ. અ. અને 123° 00´ પ.રે. તેની પૂર્વમાં કૅલિફૉર્નિયાની ગ્રેટ વૅલી અને ઑરેગોનની વિલમેટ ખીણ આવેલ છે. કૅનેડામાં…

વધુ વાંચો >

કોહિનૂર

કોહિનૂર : ભારતનો અતિમૂલ્યવાન જગપ્રસિદ્ધ હીરો. ઈ. સ. 1526માં ગ્વાલિયરના સદગત રાજા વિક્રમજિતના કુટુંબ પાસેથી હુમાયૂંને તે કૃતજ્ઞતાપૂર્વક ભેટ મળ્યો હતો. હુમાયૂંએ તે હીરો બાબરને આગ્રામાં આપ્યો એવો ઉલ્લેખ ભારતીય વિદ્યાભવનના ‘ધ મુઘલ એમ્પાયર’ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. બાબરે તેના પ્રસિદ્ધ સંસ્મરણ ‘બાબરનામા’માં આગ્રાના વિજયમાં એક ખૂબ કીમતી હીરો મળ્યાનો…

વધુ વાંચો >

કૌશામ્બી

કૌશામ્બી : પ્રાચીન વત્સ દેશની રાજધાની. ભારતપ્રસિદ્ધ આ ઐતિહાસિક નગરી પ્રયાગથી નૈર્ઋત્ય દિશામાં લગભગ 60 કિમી. દૂર યમુના નદીના ઉત્તર કાંઠે વસેલી હતી જ્યાં હાલ કોસમ નામનું ગામ આવેલું છે. પ્રાચીન કાળમાં આ નગર કૌશામ્બીનગર કે કૌશામ્બીપુરી અને રાજ્ય કૌશામ્બી મંડલ કહેવાતું. ચંદ્રવંશી રાજા કુશામ્બુએ આ નગરી વસાવેલી હોવાથી તે…

વધુ વાંચો >

કૌંડિન્ય (રાજા)

કૌંડિન્ય (રાજા) : હિંદી ચીનમાં પ્રથમ શતાબ્દી દરમિયાન હિંદુ રાજ્ય કંબુજ(કંબોડિયા)ના સ્થાપક. એક અનુશ્રુતિ પ્રમાણે કૌંડિન્યને કોઈ દેવતાએ સ્વપ્નમાં દર્શન આપીને ધનુષ સાથે સમુદ્રયાત્રા કરવા પ્રેર્યા, તે જહાજ દ્વારા ફુનાન પહોંચ્યા અને નાગરાણી સોમા સાથે લગ્ન કર્યાં. ત્યાંના લોકોને વસ્ત્રપરિધાન કરતાં શીખવ્યું. કહેવાય છે કે દ્રોણના પુત્ર અશ્વત્થામાએ આપેલ ભાલું…

વધુ વાંચો >

ક્રિપ્સ યોજના

ક્રિપ્સ યોજના (1942) : ભારતના સ્વાતંત્ર્ય અંગે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકાર તરફથી સૂચવાયેલી યોજના. 22 માર્ચ, 1942ના રોજ બ્રિટનની આમની સભાના નેતા સર સ્ટૅફર્ડ ક્રિપ્સ હિંદની રાજકીય મડાગાંઠ ઉકેલવા નવી દરખાસ્તો લઈને દિલ્હી આવ્યા. જુદા જુદા રાજકીય પક્ષો સાથે મંત્રણા કર્યા બાદ ક્રિપ્સે પોતાની દરખાસ્તો જાહેર કરી. તેમણે જણાવ્યું…

વધુ વાંચો >

ક્ષત્રપ (ઉત્તર ભારતના અને પશ્ચિમ ભારતના)

ક્ષત્રપ (ઉત્તર ભારતના અને પશ્ચિમ ભારતના) : લાંબા સમયથી ભારતીય ઇતિહાસમાં પ્રસિદ્ધ જાતિ. ભારતના પૂર્વકાલીન સંસ્કૃત સાહિત્યમાં યવનો(ગ્રીકો)ની સાથે શક-પહલવનો નિર્દેશ વારંવાર જોવા મળે છે. મધ્ય એશિયામાં થયેલી રાજકીય ઊથલપાથલને કારણે શકોની ભિન્ન ભિન્ન ટોળીઓ વિભિન્ન સમયે ભારતમાં આવી હોવાનું જણાય છે. આ શકોએ ભારતમાં સ્વતંત્ર સત્તાઓ સ્થાપી તેમાં સિંધુ…

વધુ વાંચો >

ક્ષત્રિય

ક્ષત્રિય : વેદધર્માવલંબી લોકોમાં સ્વીકારાયેલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ચાર વર્ણો પૈકીનો એક. વર્ણોનો સર્વપ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં (ઋ. સં. 10.90.12માં) છે. આ મંત્રમાં ‘રાજન્ય’ શબ્દ ક્ષત્રિયના સમાનાર્થક તરીકે વપરાયો છે. ક્ષત્રિય માટે ‘ક્ષત્ર’ શબ્દ પણ પ્રયોજાયેલો છે. ક્ષત કે સંકટમાંથી રક્ષા કરે તે ક્ષત્ર (क्षद् + त्रै + क)…

વધુ વાંચો >

ક્ષહરાત વંશ

ક્ષહરાત વંશ : ગુજરાતમાં ક્ષત્રપ રાજ્યોનો આરંભ કરનાર વંશ. ભારતના પશ્ચિમ ભાગ ઉપર તથા ઉત્તર અને દક્ષિણને જોડતા કેટલાક પ્રદેશ ઉપર શક જાતિના ક્ષત્રપ રાજાઓની સત્તા પ્રવર્તતી હતી. પશ્ચિમી ક્ષત્રપોમાં પ્રાય: ભિન્ન ભિન્ન છ વંશો હતા. તેમાં પહેલું કુળ (વંશ) ક્ષહરાત ક્ષત્રપોના નામે ઓળખાય છે. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના શાસનનો સમય…

વધુ વાંચો >

ખજૂરાહો

ખજૂરાહો : મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં આવેલ ઈ. સ. 950થી 1050 દરમિયાન બંધાયેલાં જગપ્રસિદ્ધ મંદિરોનો સમૂહ. આ નગર છત્તરપુરથી અગ્નિખૂણે 29 કિમી., મહોબાની દક્ષિણે 55 કિમી. અને પન્નાની ઉત્તરે 40 કિમી. દૂર કેન નદીના કિનારે ખજૂરાહો સાગર નામના સરોવર ઉપર આવેલું છે. આ નગર જેજાકભુક્તિ વંશીય ચંદ્રવંશના રાજપૂત રાજાઓનું પાટનગર હતું.…

વધુ વાંચો >

ખડકસિંગ, બાબા

ખડકસિંગ, બાબા (જ. 6 જૂન 1867, સિયાલકોટ, પાકિસ્તાન; અ. 6 ઑક્ટોબર 1963, નવી દિલ્હી) : રાષ્ટ્રવાદી શીખ નેતા, સ્વાતંત્ર્યસેનાની તથા શિરોમણિ અકાલી દલના સ્થાપક-પ્રમુખ. તે બાબા ખડકસિંગ તરીકે ઓળખાતા હતા. શરૂઆતનું શિક્ષણ સિયાલકોટ ખાતે. પંજાબ યુનિવર્સિટીના સ્નાતક. પિતાના મૃત્યુને કારણે કાયદાનો અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો. શીખોને આધુનિક શિક્ષણ આપવાના હિમાયતી.…

વધુ વાંચો >