ઇતિહાસ – જગત

આન્દ્રોપોવ, યુરી

આન્દ્રોપોવ, યુરી (જ. 15 જૂન 1914, નાગુસ્કોએ, રશિયા; અ. 9 ફેબ્રુઆરી 1984, મૉસ્કો) : પૂરું નામ આન્દ્રોપોવ, યુરી વ્લાદીમીરોવિચ. બ્રેઝનેવના મૃત્યુ બાદ લગભગ બે વર્ષ (1982-1984) સુધી સોવિયેત સંઘના સામ્યવાદી પક્ષના મહામંત્રીપદે રહ્યા હતા. નાનપણમાં કિશોરોનાં સામ્યવાદી મંડળો (Komsomol) માં સક્રિય, જેમાં સફળતા મેળવતાં કારેલો-ફિનિશ સ્વાયત્ત પ્રજાસત્તાકમાં કિશોર મંડળોના વડા…

વધુ વાંચો >

આયરિશ રિપબ્લિકન આર્મી

આયરિશ રિપબ્લિકન આર્મી (I. R. A.) : આયર્લૅન્ડના પ્રજાસત્તાકમાં સ્થપાયેલું બિનસત્તાવાર અર્ધલશ્કરી સંગઠન. શરૂમાં ‘આયરિશ વૉલન્ટિયર્સ’’ તરીકે અને ત્યારબાદ 1919 ના જાન્યુઆરીમાં આઇ. આર. એ. તરીકે તેની સ્થાપના થયેલી. તેનો હેતુ ઉત્તર આયર્લૅન્ડને બ્રિટનથી મુક્ત કરવાનો હતો પરંતુ તેણે અસરકારક રાજકીય અંકુશ ભાગ્યે જ પ્રાપ્ત કર્યો છે. સ્વાતંત્ર્યસંગ્રામ (1919-21 )…

વધુ વાંચો >

આર્કોન

આર્કોન : પ્રાચીન ગ્રીસના નગરરાજ્યનો ઉચ્ચ વહીવટી અધિકારી. તેના ઉદભવ અને વિકાસ અંગે ચોક્કસ અને નિર્ણીત મંતવ્ય આપવું મુશ્કેલ છે. ઍથેન્સના ઉમરાવશાહી યુગમાં ઈ. પૂ. આઠમી સદીમાં વારસાગત રાજાશાહી ઉપર અંકુશ રાખવાના હેતુથી આ હોદ્દો અસ્તિત્વમાં આવ્યો હશે તેમ મનાય છે. શરૂઆતમાં આર્કોનની નિયુક્તિ જીવન પર્યંતની થતી. ઈ. પૂ. 752થી…

વધુ વાંચો >

ઇતિહાસવિદ્યા

ઇતિહાસવિદ્યા સમાજ સાથે સંબંધિત માનવજીવનની ભૂતકાળની પ્રવૃત્તિઓનું નિરૂપણ, વિશ્લેષણ અને અર્થઘટન કરતું શાસ્ત્ર. વર્તમાન માનવજીવન સાથે તેને ઘનિષ્ઠ સંબંધ છે. ઇતિહાસ ભૂતકાળ તથા વર્તમાનકાળ વચ્ચેનો અતૂટ સંવાદ છે. તેમાં કોઈ ઇતિહાસકારે રાજકીય, કોઈકે સામાજિક, બીજા કોઈકે ધાર્મિક, નૈતિક કે આદર્શવાદી તો માર્ક્સ જેવાએ આર્થિક તથા ટૉયન્બી જેવા ઇતિહાસકારે ઇતિહાસના સાંસ્કૃતિક…

વધુ વાંચો >

ઇ-ત્સિંગ

ઇ-ત્સિંગ (જ. ઈ. સ. 635, સન યંગ, ચીન; અ. 713) : ભારત આવેલા એક પ્રસિદ્ધ ચીની બૌદ્ધ યાત્રી. ઉપસંપદા લઈ એમણે વિનયપિટક તથા અભિધર્મપિટકના ગ્રંથોનો અભ્યાસ કરેલો. ઈ. સ. 671માં ચીનથી પ્રયાણ કરી સુમાત્રા, નિકોબાર થઈ સમુદ્રમાર્ગે 673માં ભારત આવ્યા. તામ્રલિપ્તિથી નાલંદા, બોધિગયા, કુશિનગર અને સારનાથની યાત્રા કરીને નાલંદા વિહારમાં…

વધુ વાંચો >

ઇબ્ન ખલ્દૂન

ઇબ્ન ખલ્દૂન (જ. 27 મે 1332, ટ્યૂનિસ; અ. 16 માર્ચ 1406, કેરો) : વિખ્યાત અરબી ઇતિહાસકાર. સ્પેનના આરબ કુટુંબના આ નબીરાનું મૂળ નામ અબ્દુર્રહમાન બિન મુહમ્મદ હતું. પ્રારંભમાં કુરાન કંઠસ્થ કરી લીધું અને તે પછી પિતા તેમજ ટ્યૂનિસના વિદ્વાનો પાસે વ્યાકરણ, ધર્મસ્મૃતિ, હદીસ, તર્ક, તત્વદર્શન, વિધાન, કોશકાર્ય વગેરેમાં શિક્ષણ પ્રાપ્ત…

વધુ વાંચો >

ઇબ્ન બતૂતા

ઇબ્ન બતૂતા (જ. 24 ફેબ્રુઆરી 1304; અ. 1369) : મધ્યયુગનો મહાન આરબપ્રવાસી અને લેખક. આફ્રિકાના મોરોક્કો પ્રાંતના તાંજિયર શહેરના વિદ્વાન અને કાજીઓના બર્બર કુટુંબમાં જન્મ. આખું નામ મુહમ્મદ ઇબ્ન અબ્દુલ્લાહ ઇબ્ન બતૂતા (અથવા બત્તૂતા). વતનમાં પ્રાથમિક શિક્ષણ લીધા પછી 1325માં 21 વર્ષની ઉંમરે મક્કાનો પ્રવાસ શરૂ કર્યો. તેમાં ધાર્મિક ફરજની…

વધુ વાંચો >

ઇબ્ન સાઉદ-અબ્દુલ અઝીઝ

ઇબ્ન સાઉદ, અબ્દુલ અઝીઝ (જ. 1880, રિયાધ; અ. 1953) : આદિમ જાતિઓના નેતા, મુસલમાનોના ધાર્મિક વડા, યુદ્ધનિપુણ મુત્સદ્દી, આધુનિક સાઉદી અરેબિયાના સ્થાપક તથા દેશની ખનિજ-તેલસંપત્તિના વિકાસ અને ઉપયોગની પહેલ કરનાર રાજ્યકર્તા. શિશુ-અવસ્થામાં કુવૈતમાં દેશવટો તથા તીવ્ર આર્થિક વિટંબણા વચ્ચે ગુમાવેલું રાજ્ય ફરી હસ્તગત કરવાની તીવ્ર તમન્ના. 1901માં હતાશ અને હારેલા…

વધુ વાંચો >

ઇબ્ન હઝમ

ઇબ્ન હઝમ (જ. 7 નવેમ્બર 994, કોર્ડોવા; અ. 15 ઑગસ્ટ 1064, મન્તા લિશામ) : મુસ્લિમ સાહિત્યકાર, ઇતિહાસકાર, કાયદાનો તજજ્ઞ, તત્વચિંતક અને ધર્મશાસ્ત્રી. મૂળ નામ અબૂ મુહમ્મદ અલી. પિતાનું નામ અહમદ બિન સઈદ. ઇબ્ન હઝમના કુન્યહથી પ્રસિદ્ધ છે. તે આરબ-મુસ્લિમ સંસ્કૃતિનો એક મહાન વિચારક હતો. સ્પેનના મુસલમાનોમાં સૌથી મૌલિક અને મહાન…

વધુ વાંચો >

ઇમામ સમ્આની

ઇમામ સમ્આની (1687–1768) : લૅબેનોનના અરબ ઇતિહાસકારોમાં મેરિયોનેટ ખ્રિસ્તી સંપ્રદાયના સૌથી મહાન ઇતિહાસકાર. નામ યૂસુફ-અલ્-સમ્આની. આ વિદ્વાનના અથાગ પ્રયત્નોને કારણે પ્રાચ્યવિદ્યા(oriental studies)માં મુખ્યત્વે ખ્રિસ્તી સંપ્રદાય વિશેની અભ્યાસ-સામગ્રી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. અલ્-સમ્આનીનો મહાગ્રંથ ‘બિબ્લિયૉથિકા ઑરિએન્ટાલિસ’ (ચાર ભાગ) સીરિયન, અરબી, ફારસી, તુર્કી ઇત્યાદિ હસ્તપ્રતો વિશેના સંશોધનાત્મક લેખોનો અમૂલ્ય સંગ્રહ છે. આજે…

વધુ વાંચો >