ઇતિહાસ – જગત

ગદર ચળવળ

ગદર ચળવળ : વીસમી સદીના પ્રથમ ચરણ દરમિયાન અમેરિકામાં ઉદભવેલી ભારતની સ્વતંત્રતા માટેની ક્રાંતિકારી ચળવળ. 19મી સદીના અંત તથા 20મી સદીના આરંભમાં પંજાબી ખેડૂતો મોટી સંખ્યામાં ખેતરોમાં મજૂરી કરવા યુનાઇટેડ સ્ટેટ્સ અને કૅનેડા ગયા હતા. 1910 સુધીમાં સાન ફ્રાંસિસ્કો અને વાનકુંવર વચ્ચે આશરે 30,000 ભારતીય કામદારો વસતા હતા. તેમની સાથે…

વધુ વાંચો >

ગદ્દાફી, મુઅમ્મર કર્નલ

ગદ્દાફી, મુઅમ્મર કર્નલ (જ. 7 જૂન 1942, સિરટે, મિસ્રાના, લિબિયા; અ. 20 ઑક્ટોબર 2011, લિબીયા) : ઉત્તર આફ્રિકાના તેલસમૃદ્ધ દેશ લિબિયાના રાજકીય નેતા. પિતા અર્ધવિચરતી આદિવાસી જાતિના ઘેટાં ચરાવનાર ભરવાડ હતા. માધ્યમિક સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી ગદ્દાફી લિબિયાની મિલિટરી કૉલેજમાં દાખલ થયા અને ત્યાંથી 1965માં સ્નાતક થયા. વિદ્યાર્થી તરીકે…

વધુ વાંચો >

ગાઝી, અબ્દુલ રશીદ

ગાઝી, અબ્દુલ રશીદ (જ. 29 જાન્યુઆરી 1964, ઇસ્લામાબાદ, પાકિસ્તાન; અ. 1૦ જુલાઈ 2૦૦7, ઇસ્લામાબાદ, પાકિસ્તાન) : ઉગ્રવાદી મુસ્લિમ ધર્મગુરુ અને ઇસ્લામાબાદ ખાતેની લાલ મસ્જિદના મુખ્ય ધર્મગુરુ. મૌલાના અબ્દુલ અઝીઝના નાના ભાઈ. તેમના પિતા મૌલાના અબ્દુલે તેમને બાળપણમાં ઇસ્લામ ધર્મના શિક્ષણ માટે મદ્રેસામાં દાખલ કરેલા; પરંતુ થોડાક જ સમય બાદ તેઓ…

વધુ વાંચો >

ગામા, વાસ્કો દ

ગામા, વાસ્કો દ (જ. 146૦, સીનીશ, પોર્ટુગલ; અ. 2૦ સપ્ટેમ્બર 1524, કોચીન, ભારત) : યુરોપ અને ભારત વચ્ચેના સમુદ્રમાર્ગનો શોધક અને વિખ્યાત વહાણવટી. પિતૃપક્ષે પૂર્વજો પોર્ટુગીઝ લશ્કરના ઉચ્ચ અધિકારી હતા; માતૃપક્ષ આંગ્લ હતો. પિતા કિલ્લાના રક્ષક અધિકારી હતા. તેણે શિક્ષણ ઇવોરા ગામમાં લીધું હતું. તે સમુદ્રવિજ્ઞાનનો સારો જ્ઞાતા હતો. બાર્થોલૉમ્યુ…

વધુ વાંચો >

ગાર્વી, માર્ક્સ મોઝિયા

ગાર્વી, માર્ક્સ મોઝિયા (જ. 17 ઑગસ્ટ 1887, સેન્ટ એન્સ-બે, જમૈકા; અ. 10 જૂન 1940, લંડન) : સર્વ-આફ્રિકીવાદ(pan-Africanism)ની ચળવળના એક વિવાદાસ્પદ નેતા. તેમણે ન્યૂયૉર્ક શહેરના હાર્લેમ વિસ્તારમાં અમેરિકાના અશ્વેત રાષ્ટ્રવાદીઓની ચળવળની સ્થાપના કરી (1919–26). જમૈકાની શાળામાં 14 વર્ષની ઉંમર સુધી તેમણે અભ્યાસ કર્યો હતો. ગરીબીને કારણે તે આગળ અભ્યાસ કરી શક્યા…

વધુ વાંચો >

ગાંધી, મોહનદાસ કરમચંદ

ગાંધી, મોહનદાસ કરમચંદ (જ. 2 ઑક્ટોબર 1869, પોરબંદર; અ. 30 જાન્યુઆરી 1948, દિલ્હી) ‘મુર્દામાં પ્રાણ ફૂટ્યા : મુલકમુલકની વિસ્મયે આંખ ફાટી !’ — ઝવેરચંદ મેઘાણી ભારતના રાષ્ટ્રપિતા અને વિશ્વવિખ્યાત સંત. પિતા કરમચંદ ઉત્તમચંદ પોરબંદરના રાણાના દીવાન હતા. માતા પૂતળીબા કરમચંદનાં ચોથી વારનાં પત્ની. બાળપણમાં ગાંધીજીને ભૂતપ્રેતનો ભય લાગતો. તેમની દાઈ…

વધુ વાંચો >

ગિબન, એડવર્ડ

ગિબન, એડવર્ડ (જ. 27 એપ્રિલ 1737, પટની, લંડન; અ. 16 જાન્યુઆરી 1794, લંડન) : અઢારમી સદીના સુપ્રસિદ્ધ અંગ્રેજ ઇતિહાસકાર. ઑક્સફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીજીવન બાદ તેમણે બે વર્ષ (1763-1765) યુરોપનું પરિભ્રમણ કર્યું. રોમન સામ્રાજ્યના અવશેષો વચ્ચે ફરતાં તેમને ઇતિહાસ લખવાની પ્રેરણા થઈ. ગ્રીક, રોમન, પૌરત્સ્ય, ઈરાની, બાઇઝેન્ટાઇન, મુસ્લિમ વગેરે સંસ્કૃતિઓના વિશદ અભ્યાસના…

વધુ વાંચો >

ગિલાની, યુસૂફ રઝા

ગિલાની, યુસૂફ રઝા (જ. 9 જૂન 1952, કરાચી, પાકિસ્તાન) : ફેબ્રુઆરી 2008માં પાકિસ્તાનમાં થયેલ સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ જનરલ મુશર્રફ વિરોધી રાજકીય જોડાણને દેશની સંસદમાં બહુમતી મળ્યા પછી વરાયેલા નવા પ્રધાનમંત્રી. પિતાનું નામ આલમદર હુસેન જેઓ ભાગલા પહેલાંની મુસ્લિમ લીગના નેતા હતા અને જેમણે 1950ના અરસામાં પાકિસ્તાનમાં મંત્રીપદનો અનુભવ પણ લીધેલો.…

વધુ વાંચો >

ગુલાબોનો વિગ્રહ (War of Roses)

ગુલાબોનો વિગ્રહ (War of Roses) : 1455થી 1485 દરમિયાન ઇંગ્લૅન્ડની ગાદી માટેના હરીફો યૉર્ક અને લૅન્કેસ્ટર અમીર કુટુંબો વચ્ચે ચાલેલી યુદ્ધોની હારમાળા. ગાદી માટે દાવો કરનાર યૉર્ક અમીર કુટુંબનું પ્રતીક (badge) સફેદ ગુલાબનું અને લૅન્કેસ્ટર અમીર કુટુંબનું પ્રતીક લાલ ગુલાબનું હતું. આ બંને પ્રતીક ઉપરથી તેમની વચ્ચે થયેલાં યુદ્ધોને ‘ગુલાબોનો…

વધુ વાંચો >

ગુલામી પ્રથા

ગુલામી પ્રથા : માણસની માણસ ઉપરની માલિકી તથા તેનું નિરંકુશ શોષણ કરતી પ્રથા. જંગમ મિલકત તરીકે ગુલામ ખરીદાતો–વેચાતો, ભેટ અપાતો અને તેનો વિનિમય થઈ શકતો. ગુલામોનાં સંતાનો પણ ગુલામીમાં સબડતાં હતાં અને તેમને દેહાંતદંડની શિક્ષા કરી શકાતી. સ્ત્રી ગુલામો સાથે માલિક દુરાચાર કરી શકતો. પ્રાચીન સુમેર, ફિનિશિયા, ગ્રીસ, રોમ, ભારત…

વધુ વાંચો >