ઇતિહાસ – જગત

ખાનસાહેબ

ખાનસાહેબ (ડૉ.) (જ. 1883, ઉતમાનઝાઈ, પેશાવર; અ. 9 મે 1958, લાહોર) : ભારતના વાયવ્ય સરહદ પ્રદેશના પઠાણ નેતા અને સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાનના મોટા ભાઈ. તેમના પિતા ખાન બહેરામખાન ગામના મુખી અને મોટા જમીનદાર હતા. 1857ના વિપ્લવ વખતે મદદ કરવા બદલ બ્રિટિશ સરકારે તેમને જાગીરો બક્ષી હતી; પરંતુ પાછલી…

વધુ વાંચો >

ખામા, સેરેત્સે

ખામા, સેરેત્સે (જ. 1 જુલાઈ 1921, સિરોઈ; અ. 13 જુલાઈ 1980, ગાબ્રોર્ની) : દક્ષિણ આફ્રિકાના ભૂમિ-અંતર્ગત (દરિયાકાંઠા વિનાના) બોત્સ્વાના(જૂના બેચુઆના લૅન્ડ)ના વડા. ખામાએ આ દરિદ્ર પ્રદેશમાં સ્થિરતા લાવીને જ નહિ પરંતુ વિકાસની કેડી કંડારીને અગત્યનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહત્વની ત્સ્વાના (બામાન્ગ્વાટો) ટોળીના વંશગત વડા હોવાને નાતે ખામા પ્રત્યે પરંપરાગત…

વધુ વાંચો >

ખાલિદ બિન વલીદ

ખાલિદ બિન વલીદ (જ. 592, મક્કા; અ. 642 મદીના) : મહમદ પયગંબરના સાથી અને સરસેનાપતિ. તેમનું પૂરું નામ ખાલિદ બિન વલીદ બિન મુગીરા અલ્ મખ્ઝૂમી અલ્ કરશી હતું. તેમના પિતા અલ્ વલીદ મક્કા શહેરના એક ધનવાન નબીરા અને સરદાર હતા. કુરેશ લોકોની લશ્કરી આગેવાની ખાલિદના કુટુંબ મખ્ઝૂમના હાથમાં હતી. તેમનો…

વધુ વાંચો >

ખિલાફત આંદોલન

ખિલાફત આંદોલન : ખલીફાનું સ્થાન અને ઇસ્લામનાં પવિત્ર સ્થળો સાચવવા ભારતના મુસ્લિમોએ કરેલું આંદોલન. તુર્કીના રાજવીઓ મુસ્લિમ જગતમાં ખલીફા તરીકે ઓળખાતા. 1914ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મની પક્ષે જોડાયેલું હતું અને જર્મની સાથે તુર્કી પણ ઇંગ્લૅન્ડ અને મિત્રરાષ્ટ્રો સામે હાર્યું. 1919માં યોજાયેલી પૅરિસ શાંતિ પરિષદે ગ્રીક લોકોને સ્મર્નામાં દાખલ થવાની…

વધુ વાંચો >

ખુરશાહ બિન કુબાદ અલ્ હુસેની

ખુરશાહ બિન કુબાદ અલ્ હુસેની : ફારસી વિદ્વાન અને ઇતિહાસકાર. સુલતાન કુલી કુતુબશાહના પુત્ર જમશેદ કુલી કુતુબશાહ(ઈ. સ. 1543-1550)ના ખાસ દરબારી હતા. તે મૂળ ઇરાકના વતની હતા. તેમણે બાદશાહની આજ્ઞાથી એક દળદાર ઇતિહાસ રચ્યો હતો જેમાં ઈરાનના પ્રાચીન ઇતિહાસથી માંડીને ઈ. સ. 1562 સુધીની ઐતિહાસિક ઘટનાઓ નોંધવામાં આવી છે. આ…

વધુ વાંચો >

ખુરાસાની (અબૂ મુસ્લિમ)

ખુરાસાની (અબૂ મુસ્લિમ) (જ ?; અ. 755) : પૂર્વ ઈરાનના ખુરાસાન પ્રાંતમાં અબ્બાસીઓની રાજકીય ક્રાંતિની ચળવળના આગેવાન સેનાની. તે વંશે ઈરાની અને પંથે શિયા હતા. ઇમામ ઇબ્રાહીમ બિન મુહમ્મદે ઈ. સ. 746માં તેમને અબ્બાસીઓના શાસનપ્રાપ્તિ આંદોલનના સૂત્રધાર બનાવી ખુરાસાન પ્રાંતમાં મોકલ્યા હતા. તેમણે ઈ. સ. 747માં મર્વ શહેર પર કબજો…

વધુ વાંચો >

ખેદીવ

ખેદીવ : ઇજિપ્તના શાસકનો પાશા જેવો ખિતાબ. ફારસી ભાષામાં ‘ખેદીવ’નો અર્થ પ્રભુ કે સ્વામી થાય છે. તુર્કસ્તાનના ઑટોમન વંશના સુલતાન અબ્દુલ અઝીઝે ઇજિપ્તના રક્ષિત શાસક ઇસ્માઇલ પાશાને 1867માં આ ઇલકાબ વંશપરંપરાગત આપ્યો હતો. ત્વફીક અને અબ્બાસ હિલ્મી બીજાએ આ ઇલકાબ ચાલુ રાખ્યો હતો. 1914માં ઇજિપ્ત અંગ્રેજોનું રક્ષિત રાજ્ય બનતાં પછીના…

વધુ વાંચો >

ખોતાન

ખોતાન : મધ્ય એશિયામાં આવેલી પ્રાચીન ભારતીય વસાહત અને સાંસ્કૃતિક કેન્દ્ર. ચીની ભાષામાં ‘હોતાન’ તરીકે ઓળખાતું ખોતાન રણદ્વીપ, નદી અને શહેરનું નામ છે. પશ્ચિમ ચીનના સ્વાયત્ત સિંક્યાંગ કે જિનજીઆંગ પ્રાંતની નૈર્ઋત્યે તે આવેલું છે. તકલા મકાનના રણના દક્ષિણ છેડે આવેલ કૂનલૂન પર્વતમાળાની ઉત્તર તરફની તળેટી સુધી વિસ્તરતો આ પ્રદેશ તાજીકોથી…

વધુ વાંચો >

ખોમેની, રુહોલ્લાહ આયાતોલ્લાહ

ખોમેની, રુહોલ્લાહ આયાતોલ્લાહ (જ. 21 સપ્ટેમ્બર 1902, ખોમેન, માર્કોઝી પ્રોવિન્સ ઈરાન; અ. 4 જૂન 1989, તહેરાન, ઈરાન) : ઈરાનના શિયા મુસ્લિમોના આધ્યાત્મિક અને ધાર્મિક વડા અને 1978-79ની ઇસ્લામિક ક્રાન્તિના અગ્રણી. ‘આયાતોલ્લાહ’ શબ્દનો અર્થ ‘અલ્લાહનું પ્રતિબિંબ’ થતો હોવાથી લોકો તેમને પૂજ્ય ગણતા. પિતાના મૃત્યુ બાદ માતા તથા ધાર્મિક વૃત્તિના મોટા ભાઈએ…

વધુ વાંચો >

ખ્વાજા નઝિમુદ્દીન

ખ્વાજા નઝિમુદ્દીન (જ. 19 જુલાઈ 1894, ઢાકા; અ. 22 ઑક્ટોબર 1964, ઢાકા) : અગ્રણી રાજનીતિજ્ઞ તથા પાકિસ્તાનના ભૂતપૂર્વ ગવર્નર જનરલ. અમીર કુટુંબમાં જન્મ. પિતા ખ્વાજા નિઝામુદ્દીન ધનિક જમીનદાર હતા. શરૂઆતનું શિક્ષણ ઢાકા ખાતે લીધા પછી ઉચ્ચ શિક્ષણ અલીગઢ તથા ઇંગ્લૅન્ડ ખાતે લીધું. મુસ્લિમ સમાજના પ્રશ્નોમાં શરૂઆતથી જ રુચિ ધરાવતા. મહમદઅલી…

વધુ વાંચો >