ઇતિહાસ – જગત
ક્વિડ, લુડવિગ
ક્વિડ, લુડવિગ (Quidde Ludwig) (જ. 23 માર્ચ 1858, બ્રેમન; અ. 4 માર્ચ 1941, જિનીવા) : જર્મન ઇતિહાસકાર, રાજનીતિજ્ઞ, પ્રખર શાંતિવાદી તથા 1927ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તે 1889-96 દરમિયાન પત્રકાર હતા. 1890માં રોમ ખાતેના પ્રશિયન હિસ્ટૉરિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર તથા સેક્રેટરી તરીકે જોડાયા. 1892માં મ્યૂનિક પાછા ફર્યા અને જર્મન પીસ…
વધુ વાંચો >ક્વિન્ટસ એન્નિયસ
ક્વિન્ટસ એન્નિયસ (જ. ઈ. પૂ. 239, રુડિયા, ઇટાલી; અ. ઈ. પૂ. 169) : પ્રાચીન રોમન સામ્રાજ્યનો કવિ. તેને લૅટિન પદ્યનો પિતા ગણવામાં આવે છે. તેના શરૂઆતના જીવન વિશે માહિતી મળતી નથી. તે રોમના સૈન્યમાં સૈનિક હતો, મોટા કેટો(Cato the Elder)નો મિત્ર હતો અને તેના નિમંત્રણથી તે રોમ આવ્યો હતો. રોમ…
વધુ વાંચો >ક્વેત્ઝાલકોટલ
ક્વેત્ઝાલકોટલ : પુરોહિત, લોકસેવક, શાસક, સર્પદેવ, આકાશદેવ એમ વિવિધ નામે ઓળખાતું પૌરાણિક પાત્ર. ટૉલ્ટેક પ્રજાના આ શાસકે મેક્સિકોમાં આવેલી પ્રાચીન રાજધાની તુલા ઉપર બાવીસ વર્ષ રાજ્ય ભોગવ્યું હતું. યાદવાસ્થળીમાં હારવાથી પોતાના મોટા સમૂહ સાથે એણે કહેવાતી દરિયાઈ સફર કરી હતી; પોતાના જન્મવર્ષે પાછા ફરવાની પ્રતિજ્ઞા સાથે તે નાસી છૂટ્યો હતો.…
વધુ વાંચો >ક્વેલ્યાર, પેરેસ દે જેવિયર
ક્વેલ્યાર, પેરેસ દે જેવિયર (Cuellar, Perez de Javier) (જ. 19 જાન્યુઆરી 1920, લીમા, પેરુ; અ. 4 માર્ચ 2020 લીમા, પેરુ) : કુશળ મુત્સદ્દી તથા રાષ્ટ્રસંઘના મહામંત્રી (1982). લીમાના કૅથલિક વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ. કાયદાશાસ્ત્રમાં પદવી મેળવ્યા પછી વકીલાત શરૂ કરી. 1940માં પેરુના વિદેશ ખાતામાં તથા 1944માં રાજદ્વારી સેવામાં દાખલ થયા. ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ,…
વધુ વાંચો >ક્ષયાર્ષ (જર્સિસ કે ઝર્કસિસ)
ક્ષયાર્ષ (જર્સિસ કે ઝર્કસિસ) (શાસનકાળ : ઈ. પૂ. 486 – ઈ. પૂ. 465) : ઈરાનનો રાજા. દરાયસ 1લાનો પુત્ર. મહાન સાયરસ 2જાનો પૌત્ર. ગાદીએ બેસતાં અગાઉ 12 વર્ષ તે બૅબિલોનનો વાઇસરૉય હતો. ગાદીએ બેઠા પછી તેમણે ઇજિપ્ત અને બૅબિલોનના બળવા દબાવી દીધા. તેણે વિશાળ લશ્કર તૈયાર કર્યું અને તેનું સેનાપતિપદ…
વધુ વાંચો >ખલીફ-અલ્-મામુન
ખલીફ-અલ્-મામુન (જ. 14 સપ્ટેમ્બર 786, બગદાદ; અ. 7 ઑગસ્ટ 833, તાર્સસ, તુર્કી) : અરબ સામ્રાજ્યના અબ્બાસી વંશના ખલીફાઓ પૈકીના સાતમા ખલીફ. તેમના પિતા હારૂન-અલ્-રશીદ મહાપરાક્રમી સમ્રાટ હતા; અને તેમનાં પરાક્રમો અને કીર્તિ લોકસાહિત્ય અને દંતકથાઓમાં અમર બન્યાં છે. મામુને બગદાદમાં રહીને ઈ. સ. 786થી મૃત્યુપર્યંત એટલે કે 809 સુધી શાસન…
વધુ વાંચો >ખલ્લિકાન (ઇબ્ન)
ખલ્લિકાન (ઇબ્ન) (જ. 22 સપ્ટેમ્બર 1211 ઇરબિલ; અ. 30 ઑક્ટોબર 1282, દમાસ્કસ) : અરબી જીવનચરિત્રકાર અને ઇતિહાસલેખક. તેમનું પૂરું નામ શમ્સુદ્દીન અબુલઅબ્બાસ અહમદ બિન મુહમ્મદ બિન ઇબ્રાહીમ ઇબ્નખલ્લિકાન હતું. હારૂન અર્ રશીદના નામાંકિત વજીર યહ્યા બિન ખાલિદ બર્મકીના તેઓ વંશજ હતા. તેઓ મવસલ શહેર નજીક ઇરબિલમાં જન્મ્યા હતા. એલેપ્પો અને…
વધુ વાંચો >ખાકી, હસન બેગ
ખાકી, હસન બેગ : ફારસી ઇતિહાસકાર. મુઘલ શહેનશાહ અકબરના રાજ્ય-અમલમાં ગુજરાતના બક્ષી તરીકે નિમાયેલા પ્રસિદ્ધ ઇતિહાસકાર. આખું નામ હસન બિન મુહમ્મદ અલ્ ખાકી અલ્ શીરાઝી. ઈરાનના ખાનદાન કુટુંબમાં જન્મ. તેમની વંશ-નામાવળીમાં ચોથા સ્થાને આવનાર દાદા શમ્સુદ્દીન અબ્દુલ્લાહ ખાકી શીરાઝી, શીરાઝના ગવર્નર ‘એક્યાનો’ના સમયમાં બક્ષીનો હોદ્દો ભોગવતા હતા. તે ઈ. સ.…
વધુ વાંચો >ખાન, અબ્દુસ્ સમદ
ખાન, અબ્દુસ્ સમદ (જ. 1895, ગુલિસ્તાન, બલૂચિસ્તાન) : ‘બલૂચ ગાંધી’ તરીકે જાણીતા બનેલા બલૂચિસ્તાનના રાષ્ટ્રવાદી નેતા. પિતા ખાન નૂરમહંમદખાન અગ્રણી જમીનદાર તથા ગુલિસ્તાનના અચકઝાઈ કબીલાના મુખી હતા. તેમનું શિક્ષણ તેમના વતન મુક્તાબ ખાતે પરંપરાગત પદ્ધતિ મુજબ થયું હતું. ગુલિસ્તાન ખાતેની એક માધ્યમિક શાળામાં પણ તેઓ ભણ્યા. 1958-68ના ગાળામાં પાકિસ્તાનમાં કારાવાસ…
વધુ વાંચો >ખાન મહમ્મદ ઝફરુલ્લાખાન
ખાન મહમ્મદ ઝફરુલ્લાખાન (જ. 6 ફેબ્રુઆરી 1893, સિયાલકોટ, પંજાબ; અ. 1 સપ્ટેમ્બર 1985, લાહોર, પાકિસ્તાન) : અખંડ હિંદની તરફેણ કરનારા મુસ્લિમ રાજકારણી. તેમના પિતા નસરુલ્લાખાન આગળ પડતા ધારાશાસ્ત્રી હતા. ઝફરુલ્લાખાન લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાંથી બી.એ. (ઑનર્સ) અને લિંક્ધા ઇન, લંડનમાંથી એલએલ.બી. તથા બાર-ઍટ-લૉ થયા હતા. બે વર્ષ (1914-16) સિયાલકોટમાં વકીલાત કર્યા…
વધુ વાંચો >