ઇતિહાસ – જગત

ક્રુશ્ચૉફ, નિકિતા સર્ગેવિચ

ક્રુશ્ચૉફ, નિકિતા સર્ગેવિચ (જ. 17 એપ્રિલ 1894, કાલીનોકા, કુર્સ્ક પ્રાન્ત, સોવિયેત રશિયા; અ.11 સપ્ટેમ્બર 1971, મૉસ્કો) : સ્ટાલિનના મૃત્યુ (1953) પછી થોડા સમયમાં સત્તા ઉપર આવનાર અને ત્યાર બાદ સ્ટાલિનના જુલમી અને દમનકારી શાસનની જાહેરમાં ટીકા કરનાર, સોવિયેત સંઘના સામ્યવાદી પક્ષના મહામંત્રી તથા પ્રધાનમંડળના વડા. શરૂઆતના જૂજ શિક્ષણ પછી ક્રુશ્ચૉફે…

વધુ વાંચો >

ક્રેમલિન

ક્રેમલિન : રશિયાની રાજધાની મૉસ્કોમાં આવેલું સરકારનું મુખ્ય કેન્દ્ર અને કાર્યાલય. તેનાં મહત્ત્વ તથા ખ્યાતિના કારણે ઘણી વાર ‘ક્રેમલિન’ એટલે રશિયા એવો શબ્દપ્રયોગ થતો. ‘ક્રેમલિન’ એટલે દુર્ગ કે કિલ્લો. મધ્યયુગમાં સામંતશાહી સમયમાં રશિયાનાં પ્રમુખ નગરોમાં આવા કિલ્લા ધાર્મિક તથા વહીવટી કેન્દ્રો તરીકે બંધાયેલા. સામાન્ય રીતે આવા દુર્ગો નદીના તટ પર,…

વધુ વાંચો >

ક્રૉમવેલ, ઑલિવર

ક્રૉમવેલ, ઑલિવર (જ. 25 એપ્રિલ 1599, હન્ટિંગ્ડન; અ. 3 સપ્ટેમ્બર 1658, લંડન) : સત્તરમી સદી દરમિયાન ઇંગ્લૅન્ડના રાજાને પદભ્રષ્ટ કરીને સર્વસત્તાધીશ બનેલા સેનાપતિ. ક્રૉમવેલ ઑલિવર સીધાસાદા, ધાર્મિક મનોવૃત્તિવાળા સદગૃહસ્થ હતા. સંજોગોએ તેમને પ્રથમ કક્ષાના રાજનીતિજ્ઞ બનાવ્યા. તેમના પિતા ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટના સભ્ય હતા. ક્રૉમવેલ ઑલિવર પણ 29મે વર્ષે પાર્લમેન્ટના સભ્ય બન્યા…

વધુ વાંચો >

ક્લાઇવ, રૉબર્ટ

ક્લાઇવ, રૉબર્ટ (જ. 29 સપ્ટેમ્બર 1725, સ્ટિચી, ડ્રાયટન, શ્રોપશાયર; અ. 22 નવેમ્બર 1774, લંડન) : ભારતમાં બ્રિટિશ રાજ્યનો પાયો નાખનાર કુશળ સેનાપતિ અને વહીવટકાર. તે ગામડાના જમીનદારના સૌથી મોટા પુત્ર હતા. તે તોફાની અને અલ્પશિક્ષિત હતા. 1743માં અઢાર વર્ષની વયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મદ્રાસ(ચેન્નાઈ)ની કોઠીમાં કારકુન તરીકે જોડાયા. કારકુનીના કામથી…

વધુ વાંચો >

ક્લિયોપૅટ્રા

ક્લિયોપૅટ્રા (જ. ઈ. પૂ. 69; અ. ઈ. પૂ. 30) : પ્રાચીન ઇજિપ્તની મહારાણી તથા તે સમયના સમગ્ર વિશ્વની સર્વશ્રેષ્ઠ રૂપસુંદરી. ક્લિયોપૅટ્રા ઇજિપ્તના રાજા ટૉલેમી બારમાની પુત્રી હતી. ઇજિપ્તમાં ટૉલેમી વંશની સ્થાપના મહાન સિકંદરના ગ્રીક સેનાપતિ ટૉલેમીએ કરેલી. ઈ. પૂ. 51માં ક્લિયોપેટ્રાના પિતાના અવસાન પછી તેનો પંદર વર્ષનો ભાઈ (અને પતિ)…

વધુ વાંચો >

ક્લીસ્થનીસ

ક્લીસ્થનીસ : પ્રાચીન ગ્રીસના ઍથેન્સ નામના નગરરાજ્યમાં સોલોન પછીનો લોકશાહીનો બીજો સ્થાપક. ઈ. પૂ. 507માં તે સત્તા ઉપર આવ્યો. પક્ષીય રાજકારણ અને જાતિના ધોરણે રચાયેલું બંધારણ ઍથેન્સની લોકશાહીમાં વિઘ્નરૂપ હતાં. ક્લીસ્થનીસે પ્રાદેશિક ધોરણે દસ નવી જાતિઓની રચના કરી. આમ સમિતિની સત્તામાં વધારો કર્યો. કોઈ પણ ઉમરાવ વધુ લોકપ્રિય થઈ સરમુખત્યાર…

વધુ વાંચો >

ક્લેમન્ટ 5

ક્લેમન્ટ 5 (જ. 1264, બોર્ડો પાસેના ગામમાં, ફ્રાન્સ; અ. 20 એપ્રિલ 1314, ફ્રાંસ) : ખ્રિસ્તી ધર્મના રોમન કૅથલિક પંથના વડા ધર્માચાર્ય પોપ. મૂળ નામ બર્માન્દ દ ગો. પોપના સર્વોચ્ચ પદે પહોંચ્યા તે પહેલાં અંગ્રેજોના તાબાના બૉર્ડો શહેરના આર્ચબિશપ હતા. તે પેરુજિયામાં હતા ત્યારે 1305માં તેમની વરણી પોપ તરીકે થઈ હતી.…

વધુ વાંચો >

ક્લેમેન્શો

ક્લેમેન્શો (જ. 28 સપ્ટેમ્બર 1841, ફ્રાન્સ; અ. 24 નવેમ્બર 1929, પૅરિસ) : પહેલા વિશ્વયુદ્ધના સમયમાં ફ્રાન્સના શક્તિશાળી રાજકીય નેતા અને વડાપ્રધાન. તેઓ વ્યવસાયે ડૉક્ટર, સારા પત્રકાર અને લેખક પણ હતા; પરંતુ રાજકારણ પ્રત્યે તેમને શરૂઆતથી જ આકર્ષણ હતું. તેઓ પ્રજાસત્તાકવાદી હતા. 1871માં તેઓ પ્રજાસત્તાક ફ્રાન્સની પ્રથમ ધારાસભામાં ચૂંટાયા. તે પછી…

વધુ વાંચો >

ક્લૉડિયસ, આલ્બર્ટ

ક્લૉડિયસ, આલ્બર્ટ (જ. 1 ઑગસ્ટ ઈ. પૂ. 10, લિયોન્સ, ફ્રાન્સ; અ. 13 ઑક્ટોબર ઈ. સ. 41-54) : પ્રાચીન રોમના સમ્રાટ. તેમનું આખું નામ ટાઇબેરિયસ ક્લૉડિયસ ડ્રુસસ નીરો જર્મેનિક્સ હતું. તેમણે રોમન સામ્રાજ્યને ઉત્તર આફ્રિકા અને બ્રિટન સુધી વિસ્તાર્યું. સમ્રાટ બન્યા તે પૂર્વે તેઓ ઇતિહાસકાર હતા. તેમણે એટ્રુસ્કનોના ઇતિહાસ વિશે 20…

વધુ વાંચો >

ક્લૉવિસ 1લો

ક્લૉવિસ 1લો (જ. 466; અ. 27 નવેમ્બર 511, પૅરિસ) : સેલિયન ફ્રૅંકોની એક જાતિના રાજા. સિલ્ડેરિક પહેલાનો પુત્ર. 481માં તે રાજા થયો. રોમન લોકોના રાજા સાઇએગ્રિયસ, આલ્સાસના એલિમન લોકો પર તેમજ વિસિગૉથ લોકોના રાજા ઍલેરિક પર તેણે વિજય મેળવ્યો હતો. ઈ. સ. 500 સુધીમાં ગૉલ (ફ્રાન્સ) અને બેલ્જિયમનો મોટો ભાગ…

વધુ વાંચો >