ઇતિહાસ – ગુજરાત
હસનપુર
હસનપુર : દક્ષિણ ગુજરાતમાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ. દક્ષિણ ગુજરાતના સૂરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા હસનપુરમાં હડપ્પીય સંસ્કૃતિનાં જેવાં ચકચકિત લાલ વાસણો તથા અન્ય કાળાં અને લાલ વાસણોના નમૂના મળ્યા છે. તેના પરથી સાબિત થાય છે કે હડપ્પીય સંસ્કૃતિ તથા અન્ય આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિઓનો પ્રસાર દક્ષિણ ગુજરાત સુધીના પ્રદેશમાં પણ થયો…
વધુ વાંચો >હસ્તવપ્ર
હસ્તવપ્ર : ભાવનગર જિલ્લામાં ઘોઘાથી પશ્ચિમ દિશામાં આશરે નવેક કિમી. દૂર આવેલું હાથબ ગામ. એ હસ્તકલ્પ-હસ્તિકલ્પ-હસ્તવપ્ર-હસ્તકવપ્ર-અસ્તકંપ્ર તરીકે પણ ઓળખાતું. પૂર્વકાલીન હડપ્પીય નાવિકો કચ્છમાંના નવી નાળ કે કોઈ બીજા બંદરેથી હાથબ અને લોથલ જતા. સૌરાષ્ટ્રમાં દક્ષિણ કાંઠે હાથબમાં મળેલ પૂર્વકાલીન હડપ્પીય બંદરોના સ્થાનથી આને સમર્થન મળે છે. ‘પેરિપ્લસ’ના લેખકે ‘અસ્તકંપ્ર’ કહ્યું…
વધુ વાંચો >હળવદ
હળવદ : સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો, તાલુકામથક તથા નગર. આ તાલુકાનો સમાવેશ ધ્રાંગધ્રા વિભાગમાં કરવામાં આવેલો છે. ભૌગોલિક સ્થાન : 23° 01´ ઉ. અ. અને 71° 11´ પૂ. રે.. તાલુકાનું ભૂપૃષ્ઠ સમતળ છે. અહીંની જમીનો રાતી, રેતાળ અને પાતળા પડવાળી છે. જમીનો હેઠળ રેતીખડકનો થર રહેલો છે. ખાતરોનો ઉપયોગ કરીને અહીં…
વધુ વાંચો >હાજી-ઉદ્-દબીર
હાજી-ઉદ્-દબીર : ગુજરાતનો 17મી સદીનો મુસ્લિમ ઇતિહાસકાર. હાજી-ઉદ્-દબીરનું મૂળ નામ અબ્દુલાહ મુહમ્દમ-બિન ઉમર અલ્મક્કકી હતું. તેનો જન્મ મક્કામાં થયો હતો. એ પછી તેણે પાટણ, અમદાવાદ અને ખાનદેશમાં અનેક અમીરોને ત્યાં નોકરી કરી હતી, તેનું વ્યક્તિત્વ વિશિષ્ટ પ્રકારનું હતું અને તેણે મહત્વનાં સ્થળોએ મહત્વની જગ્યાએ નોકરીઓ કરી હતી. મહેનતુ અને વિદ્વાન…
વધુ વાંચો >હાટકેશ્વર મહાદેવનું મંદિર વડનગર
હાટકેશ્વર મહાદેવનું મંદિર, વડનગર : સલ્તનતકાલીન ગુજરાતનું એક પ્રસિદ્ધ મંદિર. આ મંદિર નાગર બ્રાહ્મણોના ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવનું મૂળ સ્થાનક હોવાનું મનાય છે. તેના તલમાનમાં ગર્ભગૃહ, અંતરાલ, સભામંડપ અને ત્રણ શૃંગારચોકીઓ આવેલાં છે. સમગ્ર મંદિર સુંદર શિલ્પો વડે વિભૂષિત છે. મંડોવર, પીઠ અને મંડપ તથા શૃંગારચોકીઓની વેદિકા પર નવગ્રહો, દિક્પાલો અને…
વધુ વાંચો >હિંમતનગર
હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાનું જિલ્લામથક તેમજ હિંમતનગર તાલુકાનું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 36´ ઉ. અ. અને 72° 57´ પૂ. રે. પર હાથમતી નદીના ડાબા કાંઠે, અમદાવાદ–ખેડબ્રહ્મા રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 પર આવેલું છે. અમદાવાદ–ખેડબ્રહ્મા મીટરગેજ રેલમાર્ગ અહીંથી પસાર થાય છે. તે ઉપરાંત રાજસ્થાનને જોડતો હિંમતનગર–ઉદેપુર રેલમાર્ગ પણ અહીંથી…
વધુ વાંચો >હીરવિજયસૂરિ
હીરવિજયસૂરિ (જ. ? ; અ. ઈ. સ. 1595/1596, ઊના, સૌરાષ્ટ્ર) : મુઘલ શહેનશાહ અકબર પાસે બહુમાન પામેલા ગુજરાતના પ્રભાવશાળી જૈન આચાર્ય. તેમના પટ્ટધર વિજયસેનસૂરિ હતા. પશ્ચિમ અને ઉત્તર ભારતમાં તેમના અને તેમના શિષ્યમંડળના અનેક વિહારો હતા. સમાજના સામાજિક–ધાર્મિક જીવન પર તેમની પ્રવૃત્તિઓનો પ્રભાવ પડ્યો હતો. અકબર બાદશાહ સહિત તત્કાલીન રાજકર્તાઓ…
વધુ વાંચો >હેગિષ્ટે વસંતરાવ
હેગિષ્ટે, વસંતરાવ (જ. 16 મે 1906, અમદાવાદ; અ. 1 જુલાઈ 1946, અમદાવાદ) : કૉંગ્રેસ સેવાદળના સક્રિય કાર્યકર અને કોમી એખલાસ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નીડર સ્વાતંત્ર્યસેનાની. પિતાનું નામ હરિશ્ચંદ્ર જેઓ ભારત સરકારના ટપાલ ખાતામાં નોકરી કરતા અને પોસ્ટ માસ્ટર જનરલના પદ પરથી નિવૃત્ત થયેલા. માતાનું નામ કાશી જેઓ ગૃહિણી…
વધુ વાંચો >હૈદર કુલીખાન
હૈદર કુલીખાન (18મી સદીનો પૂર્વાર્ધ) : ઈ. સ. 1721–22 દરમિયાન મુઘલ શહેનશાહનો ગુજરાતનો સૂબેદાર. ઈ. સ. 1715માં ગુજરાતના સૂબેદાર નીમવામાં આવેલ અજિતસિંહે તેને ગુજરાતનો દીવાન નીમ્યો હતો. તે એક બાહોશ સેનાપતિ હતો. પછીથી તેને ખંભાત અને સૂરતના મુત્સદ્દી (નવાબ) તરીકે નીમવામાં આવ્યો હતો. તેને વડોદરા, ભરૂચ, નાંદોદ અને અરહર-માતરનો ફોજદાર…
વધુ વાંચો >હૈબતખાન
હૈબતખાન : ગુજરાતના સ્વતંત્ર સુલતાન અહમદશાહ(1411–1442)ના કાકા. તેણે અમદાવાદ ખાતે, જમાલપુર દરવાજા પાસે આવેલી મસ્જિદ બંધાવી હતી. તે હૈબતખાનની મસ્જિદ નામથી જાણીતી છે. આ મસ્જિદમાં બે હિંદુ મંદિરોના વિવિધ ભાગોનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો છે. એના મિનારાનાં ઠૂંઠાં ધોળકાની કાજીની મસ્જિદના મિનારા કરતાં પણ વધારે સાદાં અને કલાવિહીન છે. જયકુમાર…
વધુ વાંચો >