ઇતિહાસ – ગુજરાત
ભીમદેવ પહેલો
ભીમદેવ પહેલો (અગિયારમી સદી) : ગુજરાતનો પરાક્રમી રાજા. તે ભીમદેવ નાગરાજ અને લક્ષ્મીનો પુત્ર અને દુર્લભરાજનો માનીતો ભત્રીજો હતો. દુર્લભરાજના આગ્રહથી ઈ. સ. 1022માં એનો રાજ્યાભિષેક થયો. ઈ. સ. 1025માં મહમૂદ ગઝનવીએ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર ચડાઈ કરવા પ્રયાણ કર્યું. તેણે મુલતાનથી લોદ્રવા (જેસલમેર પાસે) અને ચિકલોદર માતાનો ડુંગર…
વધુ વાંચો >ભીમદેવ બીજો
ભીમદેવ બીજો (જ. ?; અ. 1242) : ગુજરાતનો સોલંકી વંશનો રાજા. મૂળરાજ બીજા પછી એનો નાનો ભાઈ ભીમદેવ બીજો ઈ. સ. 1178(વિ. સં. 1234)માં યુવાન વયે ગાદીએ આવ્યો અને ઈ. સ. 1242 (વિ. સં. 1298) સુધી એટલે 63 વર્ષ રાજ્ય કર્યું. આ રાજાના અનેક અભિલેખો મળ્યા છે, જેમાંના ઘણા દાનશાસનરૂપે…
વધુ વાંચો >ભૂતામ્બિલિકા
ભૂતામ્બિલિકા : જુઓ ઘૂમલી
વધુ વાંચો >મજમુદાર, પરીક્ષિતલાલ
મજમુદાર, પરીક્ષિતલાલ (જ. 8 જાન્યુઆરી 1901, પાલિતાણા, ગુજરાત; અ. 12 સપ્ટેમ્બર 1965, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક અને આજીવન હરિજનસેવક. તેમનો જન્મ મધ્યમવર્ગના કાયસ્થ પરિવારમાં થયો હતો. પિતા લલ્લુભાઈ પાલિતાણા દરબારની નોકરીમાં શિરસ્તેદાર હતા. પિતાની સાદાઈ અને નિર્મળ સ્નેહનો પ્રભાવ તેમના જીવન ઉપર પડ્યો હતો. બચપણથી એમનામાં હરિજનસેવા માટેની વૃત્તિ જાગ્રત થઈ…
વધુ વાંચો >મજમુદાર, બલ્લુભાઈ કૃષ્ણલાલ
મજમુદાર, બલ્લુભાઈ કૃષ્ણલાલ (બી.કે.) (જ. 1902, મહુવા, જિ. સૂરત; અ. 21 મે 1981, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની, પીઢ સમાજવાદી, ચિંતક અને બાહોશ વહીવટકર્તા. પિતાનું નામ કૃષ્ણલાલ અને માતાનું નામ ડાહીબહેન. બી. કે.ના હુલામણા નામથી ઓળખાતા બલ્લુભાઈનાં માતાપિતાનું 1906માં અવસાન થતાં એમણે ફોઈને ત્યાં સૂરતમાં બાળપણ વિતાવ્યું. સૂરતમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી,…
વધુ વાંચો >મલાવ તળાવ
મલાવ તળાવ : અમદાવાદ જિલ્લાના ધોળકા ગામની પશ્ચિમ ભાગોળે આવેલું તળાવ. તે મીનળદેવીના નામ સાથે જોડાયેલું છે. આ તળાવ ચારે બાજુએ પથ્થરના ઘાટ તથા પગથિયાંથી બાંધેલું છે. તળાવની મધ્યમાં આવેલ બકસ્થલ પર એક સમયે નાનકડું મંદિર આવેલું હશે એવું હાલના અવશેષો પરથી જણાય છે. ગામની બાજુએથી આ બકસ્થલ પર પહોંચવાનો…
વધુ વાંચો >મલિક અયાઝ
મલિક અયાઝ (જ. ?; અ. 1522) : મહમૂદ બેગડાના રાજ્યકાલનો સત્તાધીશ અમીર અને દીવ બંદરનો સૂબો (નાઝિમ). એ સમયે એના જેટલો સત્તા તથા સંપત્તિવાળો બીજો કોઈ અમીર નહોતો. જન્મથી એ રશિયન હતો અને તુર્ક લોકોને હાથે કેદ પકડાયો હતો; તેથી તેને ઇસ્તંબુલ લઈ ગયા અને દમાસ્કસ, બસરા તથા પૂર્વના દેશો…
વધુ વાંચો >મલિક અહમદ
મલિક અહમદ – 1 : અહમદાબાદ (વર્તમાન અમદાવાદ) શહેરની ખાતવિધિ કરનાર ચાર પવિત્ર અહમદોમાંના એક. સુલતાન અહમદશાહ પહેલાએ નવું શહેર વસાવવા માટે સરખેજના શેખ અહમદ ખટ્ટૂ ગંજબક્ષની સલાહ માગી ત્યારે એમણે જણાવ્યું કે જેણે એક પણ નમાજ પાડી ન હોય, એવા ચાર પવિત્ર અહમદો ભેગા થઈ ખાતમુહૂર્ત કરે તો નગર…
વધુ વાંચો >મલિક કાલુ
મલિક કાલુ (ઈ. સ.ની પંદરમી–સોળમી સદી) : સુલતાન મહમૂદશાહ બેગડા(1459–1511)ના સમયનો અમીર. મહમૂદશાહ માત્ર તેર વરસની ઉંમરે ગાદીએ બેઠો હતો. થોડા સમયમાં સુલતાન વિરુદ્ધ ચાર અમીરોએ બળવો કર્યો ત્યારે મલિક કાલુએ સુલતાનને મદદ કરી હતી. તેથી સુલતાને તેને ઊંચો હોદ્દો અને જાગીર આપ્યાં હતાં. મલિક કાલુ અગાઉ એક ગુલામ હતો…
વધુ વાંચો >મલિક મુહમ્મદ ઇખ્તિયાર
મલિક મુહમ્મદ ઇખ્તિયાર : ગુજરાતના સુલતાન મહમૂદ બેગડા- (ઈ. સ. 1458–1513)ના સમયમાં થયેલા એક ફકીર. તેઓ સુલતાન સાથેની મિત્રતા અને પોતાની શક્તિ-હોશિયારીથી એ રાજ્યના મહત્વના અમીર બન્યા હતા. એક દિવસ અમદાવાદ નજીકના મીઠાપુર પાસેથી પસાર થતાં શેખ કબીરુદ્દીનના પરિચયમાં આવ્યા અને એમના શિષ્ય બનવા તત્પર થયા. મહમૂદ બેગડાએ એમને ફકીર…
વધુ વાંચો >