ઇતિહાસ – ગુજરાત

બર્બરક

બર્બરક : ગુજરાતના સોલંકીકાલીન રાજા સિદ્ધરાજ જયસિંહ(ઈ. સ. 1094–1143)નો શક્તિશાળી સરદાર. હેમચંદ્રસૂરિએ ‘દ્વયાશ્રય’ મહાકાવ્યમાં સિદ્ધરાજ જયસિંહનાં પરાક્રમો વર્ણવ્યાં છે; તેમાં સૌથી પહેલું પરાક્રમ બર્બરકના પરાભવ અંગેનું છે. આ મહાકાવ્યમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, આ બર્બરક (આજના સિદ્ધપુર પાસે સરસ્વતી નદીના તીરે આવેલા) શ્રીસ્થલના ઋષિઓને હેરાન કરતો હતો. તે અંગેની ફરિયાદ…

વધુ વાંચો >

બહાદુરશાહ સુલતાન

બહાદુરશાહ સુલતાન : ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો છેલ્લો મહત્વનો સુલતાન. (શાસનકાળ 1526–1537). ગુજરાતના સર્વશ્રેષ્ઠ સુલતાન મહમૂદ બેગડાનો પૌત્ર અને સુલતાન મુઝફ્ફરશાહ બીજાની રાજપૂત પત્નીનો પુત્ર. મૂળનામ બહાદુરખાન. રાજકીય ખટપટોથી નારાજ થઈ નાની વયે ગુજરાત છોડી ડુંગરપુર, ચિતોડ, મેવાત તથા દિલ્હીના શાસકોની સેવામાં રહ્યો. પાણીપતના પ્રથમ યુદ્ધ (1526) વખતે ઇબ્રાહીમ લોદી સાથે…

વધુ વાંચો >

બાબી, જવાંમર્દખાન

બાબી, જવાંમર્દખાન (જ. –; અ. 1765) : બાબીવંશનો ગુજરાતનો સૂબો. બહાદુરખાન બાબી ઈસુની સત્તરમી સદીની શરૂઆતમાં અફઘાનિસ્તાન છોડી હિંદ આવ્યો હતો. એણે એના પુત્ર શેરખાન બાબીને શાહજહાંના પુત્ર મુરાદબક્ષ સાથે ગુજરાત મોકલ્યો હતો. શેરખાનનો પુત્ર ઝફરખાન ઘણો શક્તિશાળી હતો. ઝફરખાનના પુત્ર મહમૂદ શેરને ઈ. સ. 1716માં ‘ખાનજહાન જવાંમર્દખાન’નો ઇલકાબ આપીને…

વધુ વાંચો >

બાબી, શેરખાન

બાબી, શેરખાન : ગુજરાતના સૂબેદાર મુરાદબક્ષનો મદદનીશ. ગુજરાતના બાબી વંશનો મૂળ પુરુષ બહાદુરખાન બાબી ઈસુની સત્તરમી સદીની શરૂઆતમાં અફઘાનિસ્તાનથી હિંદ આવ્યો હતો. ઈ. સ. 1654માં મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાના પુત્ર મુરાદબક્ષને ગુજરાતના સૂબા તરીકે નીમ્યો ત્યારે બહાદુરખાને પોતાના પુત્ર શેરખાન બાબીને તેની સાથે ગુજરાત મોકલ્યો હતો. શેરખાન શૂરવીર, સાહસિક અને…

વધુ વાંચો >

બારડોલી સત્યાગ્રહ

બારડોલી સત્યાગ્રહ (1928) : મહેસૂલ-વધારા સામે બારડોલી તાલુકાના ખેડૂતોનો સત્યાગ્રહ. બારડોલી તાલુકામાં મહેસૂલની જમાબંદી 1896માં થઈ હતી. મુંબઈ ઇલાકાની પ્રથા અનુસાર દર ત્રીસ વરસે તેમાં સુધારો કરવામાં આવતો. 1926માં એમાં સુધારો કરવાનો હોવાથી, એક નાયબ કલેક્ટરે બારડોલી અને ચોર્યાસી તાલુકાના મહેસૂલમાં 1925માં સુધારો તૈયાર કર્યો. તે પ્રમાણે બારડોલી તાલુકાના મહેસૂલમાં…

વધુ વાંચો >

બારિયા

બારિયા : જુઓ દેવગઢબારિયા

વધુ વાંચો >

બિંબાણી, અફઝલખાન

બિંબાણી, અફઝલખાન (જ. 1486; અ. 1553) : ગુજરાતના સલ્તનત સમયના વજીર. બિંબાણી અબદુલસમદ અફઝલખાનનો જન્મ સુલતાન મહમૂદશાહ બેગડાના સમયમાં થયો હતો. અફઝલખાન તેમનો ખિતાબ છે. તેઓ મુસ્લિમ શાસકોના પ્રસિદ્ધ વજીર હતા. તેમના પૂર્વજો પંજાબમાં આવેલા બિમ્બાન નામના સ્થળેથી આવીને અત્રે વસ્યા હતા. તેમના પૂર્વજો જ્ઞાનવિજ્ઞાન અને વિદ્યામાં પારંગત હતા. આ…

વધુ વાંચો >

બીબી અજાણીની દરગાહ

બીબી અજાણીની દરગાહ (દાંડી) : ગુજરાત રાજ્યમાં દાંડીના દરિયાકિનારે આવેલી બીબી અજાણી(હાજિયાણી)ની દરગાહ. તે ‘માઇસાહેબા મજાર’ તરીકે જાણીતી છે. આ સ્થાનક દાઉદી વહોરા કોમનું છે. અસલમાં આ મુઘલકાલીન દરગાહ છે; પરંતુ તેનું મકાન ઈ. સ. 1792માં (હિ. સં. 1207) બનાવવામાં આવેલું અને તેનું સમારકામ ઈ. સ. 1967(હિ. સં. 1382)માં કરવામાં…

વધુ વાંચો >

બીબીજી (પંદરમી સદી)

બીબીજી (પંદરમી સદી) : ઈરાનના નામાંકિત ઉરેઝી સૈયદ ખુદમીર બિન સૈયદ બડા બિન સૈયદ યાકૂબની માતા. તેઓ ગુજરાતના ઇતિહાસમાં ‘બીબીજી’ તરીકે જાણીતાં છે. સૈયદ ખુદમીર 12 વર્ષના હતા ત્યારે બીબીજી તેમને લઈને પાટણથી અમદાવાદ આવ્યાં. સૂફી જ્ઞાન મેળવવા માટે બીબીજીએ પોતાનો પુત્ર વટવાના પ્રસિદ્ધ સંત કુતુબે આલમસાહેબને સોંપ્યો. બીબીજી સંસ્કારી…

વધુ વાંચો >

બીબીજી કી મસ્જિદ

બીબીજી કી મસ્જિદ : અમદાવાદમાં રાજપુર-ગોમતીપુરના વિસ્તારમાં આવેલી મસ્જિદ. આ મસ્જિદ ગુજરાતના સુલતાન કુત્બુદ્દીને (1451–1459) સૈયદ ખુદમીરની માતા બીબીજી માટે 1454માં બંધાવી હતી. લેખમાં મસ્જિદને જુમા મસ્જિદ તરીકે ઓળખાવી છે. તેનો નિર્માણકાલ ઈ. સ. 1454 છે. હાલ આ મસ્જિદ ગોમતીપુરની મિનારાવાળી મસ્જિદ તરીકે ઓળખાય છે. મસ્જિદના મકસૂરા(મુખભાગ)માં મુખ્ય કમાનની બંને…

વધુ વાંચો >