ઇતિહાસ – ગુજરાત

પદ્માવતી (1)

પદ્માવતી (1) (ઈ. સ.ની પ્રથમ સદી) : ગુજરાતના શક રાજા નહપાનની રાણી. દક્ષમિત્રાની માતા અને ઉષવદત્તની સાસુ. ગુજરાતના સૌપ્રથમ સ્વતંત્ર રાજકીય એકમના શાસકો પશ્ચિમી ક્ષત્રપો તરીકે જાણીતા હતા. શક જાતિના આ શાસકોમાં પહેલું કુળ ક્ષહરાત તરીકે ઓળખાતું હતું. આ કુળનો બીજો અને પ્રાય: છેલ્લો રાજા નહપાન હતો. તેણે ઈ. સ.…

વધુ વાંચો >

પબુમઠ

પબુમઠ : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સુવઈ ગામ નજીક આવેલ હડપ્પીય ટીંબો. 1977થી 1981 દરમિયાન તેનું ઉત્ખનન કરવામાં આવેલું. ઉત્ખનન કરતાં આ સ્થળે મહત્ત્વની હડપ્પીય વસાહત મળી આવી. અહીં હડપ્પીય બાંધકામના ત્રણ તબક્કા જોવા મળે છે. પ્રાથમિક તબક્કામાં અહીંના લોકોએ વસાહતનો પાયો નાખતાં પહેલાં જંગલોનો બાળીને નાશ કર્યો. ઉત્ખનિત ભાગમાં…

વધુ વાંચો >

પરમર્દી

પરમર્દી (ઈ. સ.ની 12મી સદી) : કલ્યાણીના ચાલુક્ય વંશનો પરાક્રમી રાજા. ગુજરાતના સોલંકી વંશના પ્રસિદ્ધ રાજા સિદ્ધરાજ જયસિંહ (ઈ. સ. 1094-1142)ના સમયમાં કલ્યાણીના ચાલુક્ય વંશમાં વિક્રમાદિત્ય છઠ્ઠો રાજ્ય કરતો હતો. એ ઘણો પરાક્રમી હતો અને પરમર્દી તરીકે જાણીતો હતો. એણે સિદ્ધરાજના દરબારમાં પોતાનો રાજદૂત પણ મોકલ્યો હતો. સિદ્ધરાજ જયસિંહે પરમર્દીનું…

વધુ વાંચો >

પરીખ, ઉત્સવભાઈ શંકરલાલ

પરીખ, ઉત્સવભાઈ શંકરલાલ (જ. 12 ડિસેમ્બર, 1912, આંતરસૂબા, જિ. ખેડા; અ. 23 જૂન, 1985) : સ્વાતંત્ર્ય-સૈનિક, જાહેર જીવનના આગેવાન, ગુજરાત રાજ્યના માજી મંત્રી. પ્રાથમિક શિક્ષણ આંતરસૂબામાં. માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લઈને 1929માં મૅટ્રિક. તે પછી વિલ્સન કૉલેજમાં દાખલ થઈ ઉચ્ચ શિક્ષણ મેળવતા હતા તે દરમિયાન 1930માં સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ થતાં…

વધુ વાંચો >

પર્ણદત્ત

પર્ણદત્ત : ઈ. સ.ની પાંચમી સદીમાં સુરાષ્ટ્રનો રાજ્યપાલ. ગિરનાર અને જૂનાગઢની વચ્ચે આવેલા એક શૈલ ઉપર મગધના મહારાજધિરાજ સ્ક્ધદગુપ્તના સમયનો અભિલેખ કોતરેલો છે. તેમાં એ સમયના સુરાષ્ટ્રના રાજ્યપાલ પર્ણદત્ત વિશે માહિતી આપી છે. બીજા બધા પ્રદેશોના ગોપ્તા (રાજ્યપાલ) નીમીને સ્ક્ધદગુપ્તે સુરાષ્ટ્રમાં કોઈ યોગ્ય ગોપ્તા નીમવા માટે બહુ ચિંતન કર્યું (કેમ…

વધુ વાંચો >

પંચાલ (ઈ. પૂ. છઠ્ઠી-પાંચમી સદી)

પંચાલ (ઈ. પૂ. છઠ્ઠી-પાંચમી સદી) : ભારતનાં સોળ મહાજનપદોમાંનું એક. કુરુની પૂર્વે આવેલું આ જનપદ ગંગા નદી વડે બે ભાગમાં વહેંચાયેલું હતું. ઉત્તર પંચાલનું પાટનગર અહિચ્છત્ર અને દક્ષિણ પંચાલનું કામ્પિલ્ય. અહિચ્છત્ર એ હાલનું બરેલી જિલ્લાનું રામનગર અને કામ્પિલ્ય એ ફર્રુખાબાદ જિલ્લાનું કાંપિલ હોવાનું જણાય છે. કાન્યકુબ્જ (કનોજ) આ જનપદમાં આવેલું…

વધુ વાંચો >

પંચાસર

પંચાસર : પાટણની સ્થાપના પૂર્વેની ચાવડા વંશના રાજા જયશિખરીની રાજધાની. તાલુકામથક સમીથી તે 35 કિમી. અને ચાણસ્માથી 13 કિમી. દૂર વઢિયાર પ્રદેશમાં રૂપેણના કાંઠે આવેલું છે. ઈ. સ.ના સાતમા સૈકાના અંતભાગમાં ચાવડા વંશનો જયશિખરી અહીં રાજ કરતો હતો. ગુજરાતની સમૃદ્ધિનાં વખાણ સાંભળીને કલ્યાણકટકના રાજા ભૂવડના સામંત મિહિરે અને પછી ભૂવડે…

વધુ વાંચો >

પંડ્યા, મોહનલાલ કામેશ્વર

પંડ્યા, મોહનલાલ કામેશ્વર (જ. 21 જૂન 1872, કઠલાલ, જિ. ખેડા; અ. 14 મે 1935) : શરૂમાં ક્રાંતિકારી અને પછી ગાંધીવાદી સ્વાતંત્ર્યસેનાની. પ્રખર દેશભક્ત. તેમના પિતા કઠલાલના 30 એકર જમીન ધરાવતા સમૃદ્ધ ખેડૂત તથા શરાફ હતા. મોહનલાલ મુંબઈ યુનિવર્સિટીના ખેતીવાડીના સ્નાતક થયા. ઈ. સ. 1902માં ગોંડલ રાજ્યમાં અને ત્યારબાદ વડોદરા રાજ્યમાં…

વધુ વાંચો >

પાટણ

પાટણ : ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનું મુખ્યમથક, પાટણ તાલુકાનું તાલુકામથક અને જિલ્લાનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર. ભૌ. સ્થાન : 23o 50′ ઉ. અ. અને 72o 07′ પૂ. રે. મહેસાણાથી તે વાયવ્યમાં 57 કિમી., સિદ્ધપુરથી અને ઊંઝાથી પશ્ચિમ તરફ અનુક્રમે 29 કિમી. અને 26 કિમી., અંતરે આવેલું છે. તે ખંભાતના…

વધુ વાંચો >

પારડી સત્યાગ્રહ

પારડી સત્યાગ્રહ : દેશના સામાજિક-આર્થિક પરિવર્તનની દિશામાં જનસમુદાય દ્વારા વલસાડ જિલ્લામાં થયેલ સત્યાગ્રહનો પ્રયોગ. પારડીનો ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ 1 સપ્ટેમ્બર, 1953ના દિવસે શરૂ થયો અને 5 જુલાઈ, 1967ના દિવસે પૂરો થયો. આમ, આ સત્યાગ્રહ 14 વર્ષ ચાલ્યો. પારડીનું ભૂમિઆંદોલન એ દેશના કૃષિવિયક માળખામાં અહિંસક સત્યાગ્રહનો એક પ્રયોગ હતો. ગુજરાત રાજ્યના…

વધુ વાંચો >