ઇતિહાસ – ગુજરાત

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકોટા

અકોટા : મૂળ નામ અંકોટ્ટક. ‘અંકોટ્ટક ચતુરશીતી’નું મુખ્ય કેન્દ્ર, જે હાલના વડોદરાના અકોટા ગામનો ધનટેકરીને નામે જાણીતો સોસાયટીઓ અને ઝૂંપડપટ્ટીથી આચ્છાદિત વિસ્તાર છે. તેના પરા તરીકે વટપદ્રક અર્થાત્ વડોદરા વિકસીને અગિયારમી સદીમાં મુખ્ય સ્થળ થયું અને અકોટાનાં વળતાં પાણી થયાં. અકોટાના ધનટેકરી વિસ્તારમાંથી અન્ત્યાશ્મયુગનાં ઓજારો મળ્યાં છે. ત્યાંથી આશરે ઈ.…

વધુ વાંચો >

અક્રૂરેશ્વર

અક્રૂરેશ્વર : નર્મદાની દક્ષિણે આવેલો અંતર્નર્મદાપ્રદેશ. મૈત્રકકાલનો વહીવટી વિભાગમાંનો એક વિષય (હાલના જિલ્લા જેટલો પ્રદેશ). વડું મથક અક્રૂરેશ્વર નર્મદાની દક્ષિણે સાતેક કિમી.ના અંતરે નાન્દીપુરી–ભૃગુકચ્છના ગુર્જર નૃપતિ વંશના રાજા દદ્દ બીજાનાં બે દાનશાસન અક્રૂરેશ્વર(હાલનું અંંકલેશ્વર)ને લગતાં છે. ભરૂચનો ચાહમાન રાજા ભર્તૃવડ્ઢ ત્રીજો અક્રૂરેશ્વર વિષય પર સત્તા ધરાવતો હતો. ઈ. સ. 756–57માં…

વધુ વાંચો >

અચુત કુકીની મસ્જિદ (બીબી)

અચુત કુકીની મસ્જિદ (બીબી) : અમદાવાદમાં દૂધેશ્વર નજીક આવેલી એક ઉત્તમ મસ્જિદ. ઈ. સ. 1472માં મહમૂદ બેગડાના સમયમાં મલિક બહાઉદ્દીન સુલતાનીએ પોતાની બેગમ બીબી અચુતની યાદમાં બાંધી હતી. તેમાં હિંદુ અને ઇસ્લામી પ્રતીકોનું ઉત્તમ રીતે સંયોજન થયું છે. આ મસ્જિદને સાત મિનારા હતા. આ મસ્જિદના બંને મુખ્ય મિનારા હાલતા હતા…

વધુ વાંચો >

અજયપાલ

અજયપાલ : ગુજરાતના સોલંકી વંશના રાજા કુમારપાલનો ભત્રીજો અને ઉત્તરાધિકારી (1172–1176). એ પરમ માહેશ્વર હતો. જૈન પ્રબંધોમાં એને જૈનધર્મવિરોધી નિરૂપ્યો છે. તેણે શાકંભરીના રાજા સોમેશ્વરને વશ કરીને કર આપતો કર્યો હતો, એ તેનું વિશિષ્ટ પરાક્રમ ગણાયું છે. અજયપાલને મેવાડના રાજા સામંતસિંહ સાથે સંઘર્ષ થયેલો. અજયપાલ ભીલસા તથા નર્મદાતટ પ્રદેશ પર…

વધુ વાંચો >

અજિતસિંહ

અજિતસિંહ : જોધપુરના રાઠોડ મહારાજા. મુઘલ બાદશાહ ફર્રુખસિયરના રાજ્યકાળમાં 1715માં તેઓ ગુજરાતના સૂબેદાર નિમાયા હતા. એમણે પોતાના નાયબ તરીકે વિજયરાય ભંડારીને મોકલેલા અને થોડા મહિના બાદ પોતે અમદાવાદમાં રહ્યા હતા. એમનો વહીવટ પ્રજામાં અપ્રિય હતો. એ સૌરાષ્ટ્રમાં ખંડણી વસૂલ લેવા ગયા તે દરમિયાન રૈયતની ફરિયાદ પરથી બાદશાહે અન્ય સૂબેદારની નિમણૂક…

વધુ વાંચો >

અડાસનો ગોળીબાર

અડાસનો ગોળીબાર : અડાસ ગામે થયેલો ગોળીબાર (1942). ખેડા જિલ્લાના આણંદ તાલુકાનું અડાસ ગામ. અઢારમી ઑગસ્ટ 1942નો દિવસ. ‘હિંદ છોડો’ના ઐતિહાસિક ઠરાવનો અગિયારમો દિવસ. ‘કરેંગે યા મરેંગે’નો સંદેશો દેશના ખૂણે ખૂણે વ્યાપી ગયો હતો. રાષ્ટ્રીય નેતાઓની ધરપકડ સાથે વડોદરાના ચોત્રીસ યુવાનો ગ્રામજાગૃતિ માટે નીકળ્યા. બાજવા પહોંચ્યા. ત્યાંથી ગાડીમાં નાવલી ગયા.…

વધુ વાંચો >

અઢારસો સત્તાવન(1857)નો સ્વાતંત્ર્યસંગ્રામ

અઢારસો સત્તાવન(1857)નો સ્વાતંત્ર્યસંગ્રામ બ્રિટિશ શાસન વિરુદ્ધ હિંદી લશ્કરના સિપાઈઓએ કરેલો બળવો. બરાકપુર છાવણીની 34મી પલટણના મંગલ પાંડેએ અંગ્રેજ અધિકારીઓ પર ગોળીબારો કર્યા. મેરઠના હિન્દી સૈનિકોએ 10મી મે 1857ના રોજ કેટલાક અંગ્રેજોની હત્યા કરીને બળવાની શરૂઆત કરી. ગુજરાતમાં : ભારતમાં 1857ના વિપ્લવ માટેનાં લગભગ બધાં જ પરિબળો અને કારણો ગુજરાતના વિપ્લવમાં…

વધુ વાંચો >

અણહિલવાડ પાટણ

અણહિલવાડ પાટણ : જુઓ, પાટણ.

વધુ વાંચો >

અનિરુદ્ધ

અનિરુદ્ધ : કૃષ્ણ વાસુદેવનો પૌત્ર. પ્રદ્યુમ્ન તથા શુભાંગી(વિદર્ભરાજ રુક્મીની કન્યા)નો પુત્ર. શોણિતપુરના રાજા બાણાસુરની પુત્રી ઉષા અનિરુદ્ધના પ્રેમમાં હતી, તેથી એણે અનિરુદ્ધનું હરણ કરાવી એને પોતાના મહેલમાં રાખ્યો. આની જાણ બાણાસુરને થતાં એણે અનિરુદ્ધને કેદ કર્યો. અનિરુદ્ધને છોડાવવા કૃષ્ણે શોણિતપુર પર ચડાઈ કરી, બાણાસુરનો પરાભવ કર્યો અને અનિરુદ્ધને છોડાવ્યો. ઉષા-અનિરુદ્ધ…

વધુ વાંચો >