આયુર્વેદ

ભગંદર (fistula in ano) (આયુર્વેદ)

ભગંદર (fistula in ano) (આયુર્વેદ) : ગુદા અને તેની આસપાસની પેશીઓમાં થતો કષ્ટસાધ્ય રોગ. આચાર્ય સુશ્રુતે તે દુ:શ્ચિકિત્સ્ય હોવાથી તેની અષ્ટ મહાવ્યાધિમાં ગણના કરેલ છે. ‘ભગંદર’ શબ્દની વ્યુત્પત્તિમાં મુખ્યત્વે ભગ + દર (દારણ) શબ્દનો સમાવેશ થાય છે. આચાર્ય સુશ્રુતના મતાનુસાર દારણવત્ પીડા અર્થાત્ પેશીઓમાં કંઈક કપાતું હોય તેવી પીડા ભગવિસ્તારમાં…

વધુ વાંચો >

ભલ્લાતકાવલેહ

ભલ્લાતકાવલેહ : એક આયુર્વેદિક ઔષધ. ભિલામાના ફળને લઈ તેનાં ડીટાં કાપીને ઈંટના ભૂકામાં ખૂબ રગડવામાં આવે છે. તેથી ફળના ગર્ભમાં જે ઝેરી તેલ હોય છે તે ઈંટના ભૂકામાં શોષાઈ જાય છે. પછી તે છોલાઈ ગયેલા ફળને પાણીથી ખૂબ ધોઈ તેનાં બે ફાડિયાં કરી ચારગણા પાણીમાં ઉકાળી તેમાંનું ચોથા ભાગનું પાણી…

વધુ વાંચો >

ભાવપ્રકાશ

ભાવપ્રકાશ : એક અત્યંત લોકપ્રિય અને સર્વોપયોગી આયુર્વેદિક સંગ્રહગ્રંથ. ઉત્તર પ્રદેશમાં આવેલા કનોજના રહીશ લટકમિશ્રના પુત્ર પંડિત ભાવમિશ્રે (1556થી 1605 દરમિયાન) ભારતમાં પૉર્ટુગીઝોના આગમન બાદ આ ગ્રંથ લખ્યો છે. આયુર્વેદીય ઉપલબ્ધ સાહિત્યમાં ચરક, સુશ્રુત અને ‘અષ્ટાંગહૃદય’ને ‘બૃહદ્ત્રયી’ અને ‘માધવનિદાન’, ‘ભાવપ્રકાશ’ અને ‘શાઙર્ગધરસંહિતા’ને ‘લઘુત્રયી’ કહે છે. આયુર્વેદનો આ ગ્રંથ વનસ્પતિચિકિત્સાપ્રધાન છે.…

વધુ વાંચો >

ભાંગ

ભાંગ : દ્વિદળી વર્ગમાં આવેલા કૅનાબિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cannabis sativa Linn. (સં. विजया; બં., ગુ., મ., હિં. ભાંગ, ચરસ, ગાંજા; ફા. ફિન્નાવિષ, વરકુલ ખયાલ, શવનવંગ; અં. ઇંડિયન હેમ્પ) છે. તે પશ્ચિમ હિમાલયમાં ‘વન્ય’ તરીકે થાય છે અને ભારતના મોટાભાગના પ્રદેશોમાં ‘પલાયન’ (escape) જાતિ તરીકે પુષ્કળ પ્રમાણમાં…

વધુ વાંચો >

ભાંગરો

ભાંગરો : દ્વિદળી વર્ગમાં આવેલા કુળ ઍસ્ટરેસીની  એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echipta alba (Linn.) Hassk. (સં. भृंगराज भार्कव, केशराज; हिं, भांगरा; બં. ભીમરાજ; મ. માકા; ગુ. ભાંગરો; ક. ગરક; તે. ગુંટકલ, ગરચેટુ; મલા. કુન્ન; ફા. જમર્દર) છે. તે ટટ્ટાર અથવા ભૂપ્રસારી (prostrate), બહુશાખિત, નતરોમી (strigose) અને એકવર્ષાયુ (annual) શાકીય…

વધુ વાંચો >

ભિલામો

ભિલામો : દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Semecarpus anacardium Linn. f. (સં. भल्लातक; હિં. भेला, भीलावा; મ. बीबा; ગુ. ભિલામો; બં. ભેલા; અં. માર્કિંગ નટ્ટ) છે. તે 12 મી.થી 15 મી. ઊંચું, મધ્યમ કદનું, પર્ણપાતી વૃક્ષ છે. તેના થડનો ઘેરાવો લગભગ 1.25 મી. જેટલો હોય છે.…

વધુ વાંચો >

ભેલસંહિતા

ભેલસંહિતા (ઈ. સ. 300 આશરે) : એક આયુર્વેદિક પ્રાચીન ગ્રંથ. પુનર્વસુ આત્રેય આયુર્વેદની ઔષધિ શાખાના આદિ આચાર્ય ગણાય છે. અગ્નિવેશ, ભેલ, જતૂકર્ણ, પરાશર, હારિત અને ક્ષારપાણિ એ છ તેમના પ્રખર શિષ્યો હતા. તે દરેકે પોતાના નામે આયુર્વેદની સ્વતંત્ર સંહિતાઓ રચી છે. અપ્રિય શિષ્ય ભેલે રચેલ આ આયુર્વેદિક ચિકિત્સાગ્રંથ ત્રુટિત છે.…

વધુ વાંચો >

ભૈષજ્ય-કલ્પના

ભૈષજ્ય-કલ્પના : વિવિધ પ્રકારનાં ઔષધો(દવાઓ) બનાવવા માટેનું આયોજન. ‘ભૈષજ્ય’ અને ‘કલ્પના’ શબ્દોથી બનેલા આ શબ્દનો અર્થ ‘રોગોના ભયને જીતવા માટે રચવામાં આવેલી વિવિધ ઔષધ-કલ્પનાઓ’ –  એવો થાય છે. ભૈષજ્યકલ્પના માટે વપરાતો શબ્દ ‘ઔષધિ’ છે. ‘ઔષધિ’માંના ઔષનો અર્થ છે આરોગ્યકારક, શક્તિશાળી રસ (અંશ). તે ધરાવતું દ્રવ્ય અથવા તેની કલ્પના તે ભૈષજ્યકલ્પના.…

વધુ વાંચો >

ભ્રમરોગ

ભ્રમરોગ : દરેક પદાર્થ ફરતો હોય એવું સંવેદન થવું તે. ભ્રમને આયુર્વેદમાં સ્વતંત્ર વ્યાધિ માનવામાં આવતો નથી, પણ ‘મૂર્ચ્છા’ વ્યાધિની અન્તર્ગત માનવામાં આવે છે. પહેલાં ભ્રમ થાય પછી મૂર્ચ્છા કે ‘સંન્યાસ’ થઈ શકે. ભ્રમ કેટલાક વ્યાધિમાં લક્ષણ કે ઉપદ્રવ-સ્વરૂપે થાય છે એટલે રોગીના પરીક્ષણમાં અન્ય વ્યાધિનું પરીક્ષણ કરવું આવશ્યક બને…

વધુ વાંચો >

મગફળી

મગફળી દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પૅપિલિયોનોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Arachis hypogea Linn. (સં. ભૂચણક, તૈલકંદ; મ. ભૂંયામૂંગ; હિં. મૂંગફલી, ચીના બદામ, વિલાયતી મૂંગ; બં. ચિનેર બાદામ; ગુ. મગફળી, ભોંય-મગ; અં. ગ્રાઉન્ડનટ, મંકીનટ, પીનટ) છે. તે ભૂપ્રસારી કે ટટ્ટાર, 30 સેમી.થી 60 સેમી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય…

વધુ વાંચો >