આયુર્વેદ
ત્રિદોષ
ત્રિદોષ : ‘ત્રિદોષ’ એ આયુર્વેદિક વિજ્ઞાનનો પારિભાષિક શબ્દ છે. તેનો અર્થ થાય છે ‘ત્રણ દોષ’ એટલે કે દેહધારક મૂળ ત્રણ તત્વો. આયુર્વેદ વિજ્ઞાને શરીરને ધારણ કરનારાં અને શરીરના આરોગ્ય તથા રોગના મુખ્ય કારણ રૂપે ભાગ ભજવનારાં મૂળભૂત 3 દેહતત્વોની શોધ કરી, તેને નામ આપ્યાં છે : (1) વાયુદોષ (2) પિત્તદોષ…
વધુ વાંચો >ત્રિફળા
ત્રિફળા : આયુર્વેદનું લોકપ્રિય અને ઉપયોગી ઔષધ. હરડે-બહેડાં અને આમળાં આ ત્રણ દ્રવ્યોનું બનેલ ચૂર્ણ તે ત્રિફળા ચૂર્ણ. મહર્ષિ ચરકાચાર્યે ત્રિફળાને રસાયન ઔષધ કહેલ છે. જે ઔષધિ યુવાનીને સ્થિર રાખે, વૃદ્ધત્વ આવવા ન દે, તેને રસાયન કહે છે. ત્રિફળા ચૂર્ણ : આયુર્વેદમાં ત્રિફળા ચૂર્ણ બે રીતે બને છે. (1) હરડે…
વધુ વાંચો >ત્રિવૃતાદિ ચૂર્ણ
ત્રિવૃતાદિ ચૂર્ણ (કલ્પ) : આયુર્વેદિક ઔષધ. વિવિધ ઋતુઓમાં વિરેચન માટે નસોતર નામનું ઔષધ જુદી જુદી ઔષધિ સાથે મેળવીને અપાય છે; જેમ કે, ગ્રીષ્મઋતુમાં નસોતરમાં સમાન ભાગે ખડીસાકરનું ચૂર્ણ મેળવીને પાણી સાથે આપવાથી બરાબર વિરેચન થાય છે. વર્ષાઋતુમાં નસોતર, ઇંદ્રજવ, લીંડીપીપર અને સૂંઠ સરખા પ્રમાણમાં લઈ ચૂર્ણ કરી મધ તથા દ્રાક્ષના…
વધુ વાંચો >થોર
થોર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલાં કુળ યુફોરબીએસી અને કૅક્ટેસીની કેટલીક વનસ્પતિઓ. કાંટાળો ચોધારો થોર (Euphorbia nivulia Buch-Ham; સં. पत्रस्नुही; હિં. काटा थोहर; બં. સીજ) : તે ક્ષુપ અથવા 9થી 10 મી. ઊંચું વૃક્ષ છે અને લીલી, નળાકાર, સાંધામય તેમજ ઘણુંખરું શૂલ (spine) સહિતની ભ્રમિરૂપ (whorled) શાખાઓ ધરાવે છે. તેનાં…
વધુ વાંચો >દત્ત, અરુણ
દત્ત, અરુણ (ઈ. સ.1109ની આસપાસ) : આયુર્વેદાચાર્ય અને સંસ્કૃત ટીકાકાર. પિતાનું નામ મૃગાંક દત્ત. સંસ્કૃત વિદ્યા અને આયુર્વેદના સારા જ્ઞાતા. આયુર્વેદમાં સૌથી મહત્વનું ગણાય તેવું તેમનું કાર્ય હતું ´અષ્ટાંગ-હૃદય´ ગ્રંથની ´સર્વાંગસુંદર´ નામે ઉત્તમ ટીકાનો ગ્રંથ લખવાનું. અરુણ દત્તે પોતાની ટીકામાં ક્વચિત્ પોતાનાં રચેલાં પદ્યો પણ મૂક્યાં છે. તેઓ વૈદિક ધર્માવલંબી…
વધુ વાંચો >દત્ત, ચક્રપાણિ
દત્ત, ચક્રપાણિ (ઈ. સ. 1040થી 1070) : વૈદકના આચાર્ય. ગૌડ પ્રદેશ(નદિયા-વર્ધમાન જિલ્લો : બંગાળ)ના રાજા નયપાલના વિશ્વાસપાત્ર વૈદ્ય. પિતાનું નામ નારાયણ દત્ત, જેઓ નયપાલ રાજાની પાઠશાળાના અધ્યક્ષ હતા. તેઓ ગૌડ રાજાના અંતરંગ ભાનુદત્તના ભાઈ હતા અને નરદત્ત નામના વૈદ્યના શિષ્ય હતા. તેમનું કુળ લોધ્રબલિ નામે પ્રસિદ્ધ હતું. આ વૈદ્યરાજે પોતે…
વધુ વાંચો >દત્ત, શ્રીકંઠ
દત્ત, શ્રીકંઠ (ઈ.સ.ની બારમી સદી) : આયુર્વેદના ‘રોગનિદાન’ માટે શ્રેષ્ઠ ગણાતા ‘માધવનિદાન’ ગ્રંથ ઉપર લખાયેલી ‘મધુકોશટીકા’ના લેખક. શ્રીકંઠ દત્તને આયુર્વેદના ઇતિહાસકારો સુસ્પષ્ટ રૂપે બંગાળ-નિવાસી માને છે. તેઓએ રચેલી ટીકાથી જ તેમના પ્રખર પાંડિત્યનો પરિચય મળે છે. શ્રીકંઠ દત્ત અને તેમના ગુરુ શ્રી વિજયરક્ષિતજી બંને આયુર્વેદ ઉપરાંત વ્યાકરણ, સાહિત્ય, મીમાંસા અને…
વધુ વાંચો >દશમૂલ ક્વાથ
દશમૂલ ક્વાથ : આયુર્વેદિક ઔષધ. શાલિપર્ણી, પૃશ્નિપર્ણી, ઊભી ભોરીંગણી, બેઠી ભોરીંગણી, ગોખરુ, બીલી, અરણિ, શ્યોનાક, કાળીપાટ તથા ગંભારી એ દશ ઔષધિઓનાં મૂળ પાણીથી ધોઈ સાફ કરી સૂકવી, ખાંડણીદસ્તા વડે ખાંડીને અધકચરો ભૂકો તૈયાર કરવામાં આવે છે. આ ભૂકામાંથી 25 ગ્રામ જેટલો ભૂકો લઈ તેમાં 16 ગણું પાણી નાખી ઉકાળવામાં આવે…
વધુ વાંચો >દાડિમાષ્ટક ચૂર્ણ
દાડિમાષ્ટક ચૂર્ણ : આયુર્વેદિક ઔષધ. દાડમનાં બીજ 2 ભાગ, સાકર 8 ભાગ, એલચી, તજ અને તમાલપત્રનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ. સૂંઠ, મરી તથા લીંડીપીપર – દરેક એક એક ભાગ લઈ બધાંનું વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરી 3થી 4 ગ્રામ માત્રામાં લેવાથી ખોરાકમાં રુચિ ઉત્પન્ન કરનાર, દીપન, કંઠને સારો કરનાર તથા મળને…
વધુ વાંચો >દારુહળદર
દારુહળદર : દ્વિદળી વર્ગમાં આવેલા બર્બેરિડેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Berberis aristata DC. અને B. asiatica Roxb. ex DC. (સં. દારુહરિદ્રા, હિં. દારુહલ્દી, મ. દારુહલદ, ક. મરદવર્ષણુ, તે. મલુંપુ, પાસુગુ; મલા. નાણામાર, તા. નુનામારં, ફા. દારચાબ, અં. બર્બેરી) છે. દારુહળદરની ‘ઍરિસ્ટાટા’ જાતિ ઉન્નત, અરોમિલ, કાંટાળી, 3-6 મી.ની ઊંચાઈ ધરાવતી…
વધુ વાંચો >