આયુર્વિજ્ઞાન
જિનીવા ઘોષણા
જિનીવા ઘોષણા : તબીબી આચારસંહિતા(code of medical ethics)ને આવરી લેતી જાહેરાત. તે સારણી 1માં દર્શાવી છે. ઈ. પૂ. 460માં જન્મેલા હિપૉક્રટીઝે રચેલી આ પ્રતિજ્ઞા દરેક તબીબને તેના વ્યવસાયમાં નીતિ જાળવવા માટેની આચારસંહિતા (code) બની રહેલ છે. ભારતમાં મેડિકલ કાઉન્સિલે પણ એક તબીબી આચારસંહિતા બનાવેલી છે. 1975માં સુધારેલી હેલસિન્કી જાહેરાતમાં જૈવ-તબીબી…
વધુ વાંચો >જીઆર્ડિયાનો રોગ (giardiasis)
જીઆર્ડિયાનો રોગ (giardiasis) : વારંવાર ઝાડા અને પેટમાં તકલીફ કરતો તંતુમય (flagellate) જીઆર્ડિયા ઇન્ટેસ્ટિનાસિસ અથવા જીઆર્ડિયા લેમ્બિયા નામના તંતુમય પ્રજીવ(protozoa)થી થતો નાના આંતરડાનો રોગ. વિશ્વમાં બધે જ થાય છે અને ઉષ્ણકટિબંધ(tropics)માં વધુ જોવા મળે છે. તે સામાન્ય રીતે બાળકોમાં, મુસાફરોમાં અને માનસિક રોગોની હૉસ્પિટલના દર્દીઓમાં વધુ જોવા મળે છે. આ…
વધુ વાંચો >જીભ (tongue)
જીભ (tongue) : મોંની બખોલમાં આવેલું ખોરાકને ગળવા, સ્વાદ પારખવા તથા બોલવામાં ઉપયોગી એવું મુખ્યત્વે સ્નાયુનું બનેલું અંગ. જીભનું મૂળ ગળાની અંદર આવેલું છે જ્યાં તે ચોંટેલી છે અને તેનો આગળનો છેડો મુક્ત છે. તેને જિહવા પણ કહે છે. જો તે મોંના તળિયા સાથે કોઈ પડદા સાથે જન્મજાત કુરચના રૂપે…
વધુ વાંચો >જીવપેશીપરીક્ષણ (biopsy)
જીવપેશીપરીક્ષણ (biopsy) : સજીવ પેશીનો ટુકડો કાપીને કે તેના કોષોને સોય વડે શોષી લઈને સૂક્ષ્મદર્શક વડે નિદાન કરવું તે. મૃત્યુ પછી જો પેશીનો આવો અભ્યાસ કરવામાં આવે તો તેને મૃતપેશી-પરીક્ષણ (necropsy) કહે છે. વ્યક્તિના શંકાસ્પદ રોગગ્રસ્ત ભાગમાંથી પેશીનો ટુકડો લેવા માટે કાં તો સ્થાનિક નિશ્ચેતના દ્વારા તે ભાગ બહેરો કરાય…
વધુ વાંચો >જીવાણુ (bacteria)
જીવાણુ (bacteria) : ક્લૉરોફિલ વગરના વનસ્પતિજગત(plant kingdom)ના એકકોષી સૂક્ષ્મજીવો. ફૂગ અને જીવાણુ બંનેમાં ક્લૉરોફિલ હોતું નથી. જીવાણુ કદમાં લીલ(algae)થી નાના હોય છે અને તે કાર્બનનાં સંયોજનોને તૈયાર રૂપમાં મેળવે છે; કેમ કે, ક્લૉરોફિલની ગેરહાજરીમાં તે તેમનું સંશ્લેષણ (synthesis) કરી શકતા નથી. જીવાણુ ફૂગથી પણ નાના હોય છે, તેઓ આશરે 1.0થી…
વધુ વાંચો >જીવાણુનિયંતા (bacteriolytes)
જીવાણુનિયંતા (bacteriolytes) : જીવાણુને ચેપ કરીને તેનો નાશ કે નિયંત્રણ કરતા વિષાણુઓ. 1915માં ટ્વોર્ટે દર્શાવ્યું કે નાશ પામતા જૂથકારી ગોલાણુઓ(staphylococci)ના સંવર્ધનદ્રાવણને ગાળીને જો અન્ય જીવાણુસંવર્ધનમાં ઉમેરવામાં આવે તો તેનો પણ નાશ થાય છે. ડી’ હેરેલે પણ આ પ્રકારનો નાશ મરડો કરતા દંડાણુ(bacilli)માં દર્શાવ્યો હતો (1917). ત્યારબાદ આ જીવાણુઓનો નાશ કરતો…
વધુ વાંચો >જી-6-પી-ડી ઊણપ
જી-6-પી-ડી ઊણપ : રક્તકોષોમાં ગ્લુકોઝ-6 ફૉસ્ફેટ–ડીહાઇડ્રોજીનેઝ (G6PD) નામના ઉત્સેચક(enzyme)ની ઊણપને કારણે રક્તકોષો તૂટી જવાનો વિકાર. ગ્લુકોઝના ચયાપચયના એમ્બ્ડેન-મેયરહૉફ ગ્લાયકોજનલયી ચયાપચયી માર્ગમાં આવેલા હેક્ઝોસ મૉનોફૉસ્ફેટ શન્ટ(HMS)માં જી-6-પી-ડી નામનો ઉત્સેચક કાર્યરત હોય છે. તેની મદદથી રક્તકોષને ઊર્જા (શક્તિ) મળે છે. ગ્લુટેથિઑન રીડક્ટેઝ અને ગ્લુટેથિયોન પેરૉક્સિડેઝ નામના રક્તકોષને ઑક્સિડેશનની સામે અખંડિત રાખતા ઉત્સેચકો…
વધુ વાંચો >જૂ-ઉપદ્રવ
જૂ-ઉપદ્રવ : માથા, શરીર કે જનનાંગોની આસપાસના વાળમાં જૂનો ઉપદ્રવ થવો તે. જૂ (louse) પાંખ વગરનું જંતુ છે. માણસને અસરગ્રસ્ત કરતી જૂ 3 પ્રકારની હોય છે : શીર્ષસ્થ જૂ (head louse), કાયસ્થ જૂ (body louse) અને પરિજનનાંગ (pubic) જૂ. તેમનાં શાસ્ત્રીય નામો અનુક્રમે Pediculus capitis, Pediculus corporis અને Phthirus pubis…
વધુ વાંચો >જેકોબ, ફ્રાંસ્વા
જેકોબ, ફ્રાંસ્વા (જ. 17 જૂન 1920, નેન્સી, ફ્રાન્સ) : ઉત્સેચક (enzyme) તથા વિષાણુના ઉત્પાદનના જનીનીય (genetic) નિયંત્રણ અંગેના સંશોધન માટે 1965ના નોબેલ પુરસ્કારના સહવિજેતા ફ્રેંચ વિજ્ઞાની. તેમની સાથે ઝાક લ્યુસિન મૉનો તથા આન્દ્રે લ્વૉફને આ પુરસ્કાર એનાયત થયો. તેમણે આણ્વિક જૈવવિજ્ઞાન(molecular biology)માં પ્રદાન કર્યું. જૈવરસાયણશાસ્ત્રની વિવિધ શોધોને આધારે 1950થી 1960ના…
વધુ વાંચો >જેઠીમધનું મૂળ (liquorice root) (આયુર્વિજ્ઞાન)
જેઠીમધનું મૂળ (liquorice root) (આયુર્વિજ્ઞાન) : ખાંસી- (ઉધરસ)ની સારવાર તથા દવાને મીઠી બનાવવા માટે વપરાતું પરંતુ શરીરમાં સોજો લાવતું અને લોહીનું દબાણ વધારતું આયુર્વેદિક ઔષધ. જેઠીમધનું મૂળ (glycyrrhiza radix) ગળ્યા (મીઠા) સ્વાદવાળું, ખૂબ વપરાતું આયુર્વેદિક ઔષધ અથવા ઘરગથ્થુ દવા તરીકે વપરાતું દ્રવ્ય છે. તે ગ્લિસરાઇઝા ગ્લેબ્રા નામની વનસ્પતિનું મૂળ છે.…
વધુ વાંચો >