આયુર્વિજ્ઞાન

સોડિયમ અને સોડિયમ સંતુલન (આયુર્વિજ્ઞાન) :

સોડિયમ અને સોડિયમ સંતુલન (આયુર્વિજ્ઞાન) : શરીરમાં સોડિયમની આવક, સંગ્રહ, ઉત્સર્ગના નિયમન દ્વારા શારીરિક પ્રવાહીઓમાં તેનાં સ્તર તથા સાંદ્રતાની જાળવણી રાખવી તે. તેનું સાંકેતિક ચિહન Na છે. તે તત્વોની આવર્તન-સારણીમાં 11મો ક્રમાંક ધરાવે છે અને તેને આલ્કલી ધાતુ (ક્ષારદ) (alkali metal) રૂપે વર્ગીકૃત કરાય છે. ‘સોડા’ તરીકે જાણીતાં રસાયણો(દા.ત., કૉસ્ટિક…

વધુ વાંચો >

સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ

સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ : લોહીનું દબાણ વધી જવાથી ઉદભવતા સંકટમાં ઉપયોગી ઔષધ. તેનું રાસાયણિક બંધારણ નીચેની આકૃતિમાં છે. તે નાઇટ્રિક ઑક્સાઇડ ઉત્પન્ન કરે છે, જે ધમનિકાઓ (arterioles) અથવા નાની ધમનીઓને તથા લઘુશિરાઓ-(venules)ને પહોળી કરે છે અને તેથી લોહીનું દબાણ ઘટે છે. સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનું શાસ્ત્રીય નામ છે સોડિયમ પેન્ટાસાયનોનાઇટ્રોસિલ ફેરેટ (III). તેનાં…

વધુ વાંચો >

સોડિયમ-પોટૅશિયમ પંપ (Sodium-Potassium Pump)

સોડિયમ-પોટૅશિયમ પંપ (Sodium-Potassium Pump) : ઉચ્ચ કોટિનાં પ્રાણીઓના ઘણા (સંભવત: બધાં જ) કોષોમાં જોવા મળતી એવી ક્રિયાવિધિ કે જે પોટૅશિયમ આયનો(K+)ની આંતરિક (અંત:સ્થ, internal) સાંદ્રતા આસપાસના માધ્યમ [લોહી, શરીરદ્રવ (body fluid), પાણી] કરતાં ઊંચી જ્યારે સોડિયમ આયનો(Na+)ની સાંદ્રતા આસપાસના માધ્યમ કરતાં નીચી જાળવી રાખે છે. આ પંપ કોષ-પટલ (cell membrane)…

વધુ વાંચો >

સોપાનો બાળવિકાસનાં (milestones of child develop-ment)

સોપાનો, બાળવિકાસનાં (milestones of child develop-ment) : બાળકની વૃદ્ધિવિકાસના તબક્કાનો કાલક્રમ. બાળકની પેશી, અવયવો તથા શરીરના ભૌતિક કદવધારાને વૃદ્ધિ (growth) કહે છે જ્યારે તેની કાર્યક્ષમતામાં થતા વધારાને વિકાસ (development) કહે છે. જુદી જુદી વયે બાળકોમાં જે તે નવી કાર્યક્ષમતાઓ વિકસે છે તેને તેના વિકાસનાં સોપાનો કહે છે. બાળકનો વિકાસ શારીરિક,…

વધુ વાંચો >

સોરાયાસિસ (psoriasis)

સોરાયાસિસ (psoriasis) : ખૂજલી અને પોપડીવાળી ચકતીઓ (plaques) કરતો ચામડીનો અને ક્યારેક સાંધાઓને અસર કરતો એક રોગ. વધુ પડતી ચામડીના ઉત્પાદન અને શોથ-(inflammation)ને કારણે પોપડીઓ વળતી ચકતીઓ થાય છે. તે ચાંદી જેવી સફેદ હોય છે. મોટેભાગે કોણી તથા ઢીંચણ પર થાય છે, પરંતુ તે અન્ય સ્થળે  શીર્ષ ચર્મ (scalp) તથા…

વધુ વાંચો >

સ્કર્વી

સ્કર્વી : પ્રજીવક ‘સી’ની આહારીય ઊણપથી શ્વેતતંતુ(collagen)ના સંશ્લેષણમાં થતા વિકારનો રોગ. તેને શીતાદ (scurvy અથવા scorbutus) પણ કહે છે. કોષોની બહાર આવેલું દ્રવ્ય કોષોને યથાસ્થાને ગોઠવી રાખે છે. તેને આંતરકોષીય દ્રવ્ય (matrix) કહે છે, જેમાં સફેદ તથા પીળા તાંતણા પણ હોય છે. સફેદ તાંતણાઓને શ્વેતતંતુ કહે છે. તે આંતરકોષીય દ્રવ્યને…

વધુ વાંચો >

સ્કંધપીડ (ખભાનો દુખાવો)

સ્કંધપીડ (ખભાનો દુખાવો) : ખભો દુખવો તે. પુખ્તવયની વ્યક્તિઓમાં બોચી અને ખભાના દુખાવાનો પ્રવર્તમાન દર (prevalence) 4.6% / 6 મહિના નોંધાયેલો છે. તેનું મહત્વનું કારણ ડોકના મણકા, ખભાનો સાંધો તથા ડોક તથા ખભાની આસપાસની મૃદુપેશીના વિકારો છે. ડોકના મણકાના વિકારમાં ડોકના હલનચલન સાથે દુખાવો જોવા મળે છે. બોચીમાં હળવે દબાવવાથી…

વધુ વાંચો >

સ્ઝેન્ટ-ગ્યોર્ગ્યિ આલ્બર્ટ

સ્ઝેન્ટ-ગ્યોર્ગ્યિ, આલ્બર્ટ  (જ. 16 સપ્ટેમ્બર 1893, બુડાપેસ્ટ, ઑસ્ટ્રિયા-હંગેરી; અ. 22 ઑક્ટોબર 1986, વુડ્ઝ હૉલ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : હંગેરિયન દેહધર્મવિદ, જેમણે સન 1937નું નોબેલ પારિતોષિક મેળવ્યું હતું. તેમને આ સન્માન તેમના પ્રજીવક સી(vitamin C)ના વર્ણન માટે તથા કોષોમાં થતા શ્વસનકાર્યમાં ઑક્સિજનનું હાઇડ્રોજન સાથે સંયોજન થાય છે, તે દર્શાવ્યું તે માટે પ્રાપ્ત…

વધુ વાંચો >

સ્ટુર્જ–વેબરનું સંલક્ષણ

સ્ટુર્જ–વેબરનું સંલક્ષણ : કપાળ અને ઉપલા પોપચા પર જન્મ સમયથી પૉર્ટ-વાઇન ડાઘા, ઝામર, આંચકી (convulsion), માનસિક અલ્પવિકસન તથા મગજનાં આવરણોમાં એક બાજુએ નસોની ગાંઠવાળો જવલ્લે જોવા મળતો જન્મજાત વિકાર. તે વિલિયમ એલેન સ્ટુર્જ અને ફ્રેડ્રિક પાર્કસ વેબરનાં નામો સાથે પ્રસિદ્ધ છે. તેનું શાસ્ત્રીય નામ મસ્તિષ્ક-સહ-ત્રિશાખચેતાકીય વાહિનીઅર્બુદતા (encephalotrigeminal angiomatosis) છે. તેમાં…

વધુ વાંચો >

સ્તન અને સ્તન્યપાન (breast and breast feeding)

સ્તન અને સ્તન્યપાન (breast and breast feeding) : સ્ત્રીઓમાં સ્તન (breast) દૂધ બનાવતી અને સ્રવતી ગ્રંથિઓવાળો અવયવ છે તથા તેના દૂધને શિશુને ધાવણ કરાવવાને સ્તન્યપાન કહે છે. સ્તનને સ્તનગ્રંથિ (mammary gland) પણ કહે છે. પુરુષોમાં તે અવયવ ખાસ વિકસિત હોતો નથી. તે સ્ત્રીની છાતી પર ઉપરના ભાગે મધ્યરેખાની બંને બાજુએ…

વધુ વાંચો >