આયુર્વિજ્ઞાન
સવાતવક્ષ (pneumothorax)
સવાતવક્ષ (pneumothorax) : ફેફસાંની આસપાસના આવરણનાં 2 પડની વચ્ચે હવા ભરાવી તે. ફેફસાંની આસપાસના આવરણને પરિફેફસીકલા (pleura) કહે છે અને તેનાં 2 પડ વચ્ચેના સંભવશીલ પોલાણ(potential space)ને પરિફેફસી ગુહા (pleural cavity) કહે છે. તેમાં હવા ભરાય ત્યારે તેને સવાતવક્ષ કહે છે. તેમાં છાતીની દીવાલમાંથી, મધ્યવક્ષ(mediastinum)માંથી, ઉરોદરપટલ-(diaphragm)માંથી કે ફેફસાંમાંથી જે તે…
વધુ વાંચો >સંકરાર્બુદ (Hybridoma)
સંકરાર્બુદ (Hybridoma) : બે જુદા જુદા પ્રકારના કોષોને એકસાથે ઉછેરી એકબીજાના ગુણો ઉમેરવા તે. શાસ્ત્રીય રીતે સંકરાર્બુદ અર્થાત્ બે જુદા જુદા કોષોનું સંકરણ. સંકરાર્બુદ કોષોને એક જ પટલમાં સંકરણ પદ્ધતિથી બનાવવામાં આવે છે અને તે દ્વારા ઇચ્છિત એકકોષગોત્રી પ્રતિદ્રવ્ય (monoclonal antibody) બનાવી શકાય છે. સંકરની પ્રક્રિયામાં બે જુદા પ્રકારના કોષોને…
વધુ વાંચો >સંક્રામક રોગની વસ્તીરોગવિદ્યા (epidemiology of communicable diseases)
સંક્રામક રોગની વસ્તીરોગવિદ્યા (epidemiology of communicable diseases) : માનવવસ્તીમાં થતો રોગચાળો અને તેને અટકાવવા માટેનું વૈદ્યકીય શાખાનું પાયાનું વિજ્ઞાન. તેના દ્વારા રોગોનો ફેલાવો, તેનું નિયંત્રણ તેમજ માનવસ્વાસ્થ્ય અને જાહેર આરોગ્ય વિશેની જાણકારી મેળવવામાં આવે છે અને તેની મારફત સાવચેતીનાં પગલાં લેવામાં આવે છે. આ વિદ્યાશાખાને અંગ્રેજીમાં epidemiology કહે છે, જેનો…
વધુ વાંચો >સંતુલન-ઉપકરણ (vestibular apparatus)
સંતુલન–ઉપકરણ (vestibular apparatus) : શરીરનું સંતુલન જાળવતું, કાનની અંદર આવેલું ઉપકરણ. કાનના 3 ભાગ છે : બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંત:કર્ણ. અંત:કર્ણને સંકુલિકા (labyrinth) પણ કહે છે; કેમ કે, તેમાં નલિકાઓની એક સંકુલિત રચના છે. તેના 2 ભાગ છે અસ્થીય સંકુલિકા (bony labyrinth) અને કલામય સંકુલિકા (membranous labyrinth). ખોપરીના ગંડકાસ્થિ(temporal bone)ના…
વધુ વાંચો >સંધાનપેશી (connective tissue)
સંધાનપેશી (connective tissue) : શરીરની આધારદાયી પેશી. તેને અંતરાલીય (interstitial) પેશી પણ કહે છે. તેમાં તંતુઓ, દલદાર દ્રવ્ય (ground substance) અને વિવિધ પ્રકારના કોષો હોય છે. તે જે તે અવયવના મુખ્યકોષોને બરાબર બાંધીને રાખે છે. તેમાં સામાન્ય રીતે ઘણી નસો હોય છે અને તેથી તેમાં પુષ્કળ લોહીનું વહન થાય છે.…
વધુ વાંચો >સંધિશોથ (arthritis)
સંધિશોથ (arthritis) : હાડકાંના સાંધામાં પીડાકારક સોજા(શોથ)નો વિકાર. ચેપ, ઈજા કે અન્ય કારણે પેશીને નુકસાન થાય ત્યારે પ્રતિક્રિયા રૂપે ત્યાં સોજો આવે છે, તે ભાગ ગરમ થાય છે, ત્યાં દુખાવો થાય છે. આવી પ્રતિક્રિયાને શોથ (inflammation) કહે છે. જ્યારે તે હાડકાંના સાંધાને અસરગ્રસ્ત કરે ત્યારે તેને સંધિશોથ કહે છે. તેનાં…
વધુ વાંચો >સંધિશોથ, આમવાતાભ (rheumatoid arthritis)
સંધિશોથ, આમવાતાભ (rheumatoid arthritis) : સાંધાઓને લાંબા સમયના પીડાકારક સોજા (શોથ) કરતો સૌથી વધુ જોવા મળતો વિકાર. તે મુખ્યત્વે નાના અને મોટા સંધિકલા (synovium) ધરાવતા એકસાથે એકથી વધુ સાંધાને અસર કરે છે અને તેના દર્દીના લોહીમાં પ્રતિગ્લોબ્યુલિન પ્રતિદ્રવ્ય (antiglobulin antibody) હોય છે. આ પ્રતિગ્લોબ્યુલિન પ્રતિદ્રવ્યને આમવાતાભ ઘટક (rheumatoid factor) કહે…
વધુ વાંચો >સંપર્કનિષેધ (quarantine)
સંપર્કનિષેધ (quarantine) : ચેપી રોગના સંપર્કમાં આવેલાં માણસો કે પ્રાણીઓને તે રોગના લાંબામાં લાંબા ઉષ્મનકાલ (incubation period) સુધી સ્વતંત્ર રીતે હરવાફરવા પર નિયંત્રણ મૂકવું તે. ચેપ લાગ્યા પછી શરીરમાં સૂક્ષ્મજીવોની પૂરતી સંખ્યાવૃદ્ધિ કરીને નિદાન કરી શકાય તેવા રોગનું પ્રથમ લક્ષણ કે ચિહ્ન ઉત્પન્ન કરે તે સમયગાળાને ઉષ્મનકાલ કહે છે. સાદી…
વધુ વાંચો >સંભોગ, જાતીય (sexual intercourse)
સંભોગ, જાતીય (sexual intercourse) : નર અને નારી વચ્ચે જનનાંગો વડે થતો લૈંગિક સંબંધ. તેને સંભોગ (coitus) અથવા લૈંગિક સમાગમ (sexual intercourse) પણ કહે છે. તેના 5 તબક્કા છે લૈંગિક ઇચ્છાને કાર્યાન્વિત કરવી (sexual drive), લૈંગિક ઉત્તેજના (sexual arousal), જનનાંગી જોડાણ (genital union), લૈંગિક પરાકાષ્ઠા (orgasm) અને પુરુષોમાં તેની સાથે…
વધુ વાંચો >સંભોગ-સંક્રામક રોગો (sexually transmitted diseases, STDs)
સંભોગ–સંક્રામક રોગો (sexually transmitted diseases, STDs) : લૈંગિક (જાતીય) સમાગમ અથવા સંભોગ દ્વારા ફેલાતા ચેપી રોગો. તેમને લૈંગિક સંક્રામક રોગો પણ કહે છે. તેમનું પ્રમાણ વધતું રહ્યું છે. તેમાં મુખ્ય રોગો છે ઉપદંશ (syphilis), પરમિયો (gonorrhoea), માનવપ્રતિરક્ષા-ઊણપકારી વિષાણુ(human immuno deficiency virus, HIV)નો ચેપ, જનનાંગી હર્પિસ સિમ્પ્લેક્સ વિષાણુ(HSV)નો ચેપ, જનનાંગી વિષાણુજ…
વધુ વાંચો >