આયુર્વિજ્ઞાન

વેઇન, જ્હૉન રૉબર્ટ

વેઇન, જ્હૉન રૉબર્ટ (જ. 29 માર્ચ 1927, વૉર્સેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ) : 1982નું શરીરક્રિયાત્મક તથા ઔષધવિજ્ઞાન અંગેનું નોબેલ પારિતોષિક સુને બર્ગસ્ટ્રૉમ તથા બૅંગ્ટ ઇગ્માર સૅમ્યુઅલસન સાથે સંયુક્ત રૂપે મેળવનાર અંગ્રેજ જૈવવિજ્ઞાની. તેમણે પ્રોસ્ટેગ્લૅન્ડિન્સ અને તેને સંલગ્ન જૈવિક રીતે સક્રિય દ્રવ્યોની શોધ કરી, જેને કારણે તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું. બર્મિંગહામ યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

વૅક્સમૅન, સેલ્મન અબ્રાહમ (Waksman Saleman Abraham)

વૅક્સમૅન, સેલ્મન અબ્રાહમ (Waksman Saleman Abraham) (જ. 22 જુલાઈ 1888, પ્રિલુકા, રશિયા; અ. 16 ઑગસ્ટ 1973, વુડ્ઝ હોલ, ફલમાઉથ, મૅસેચૂસેટ્સ, યુનાઇટેડ સ્ટેટ્સ) : રશિયામાં જન્મેલ અમેરિકન સૂક્ષ્મજીવાણુશાસ્ત્રી. સન 1952ના દેહધર્મવિદ્યા અને ચિકિત્સાવિદ્યાના નોબેલ પુરસ્કાર વિજેતા. તેઓ જેકૉબ વૅક્સમૅન અને ફ્રેડિયા લન્ડનના પુત્ર હતા અને તેમણે ખાનગી શિક્ષકો દ્વારા પ્રાથમિક શિક્ષણ…

વધુ વાંચો >

વૅગ્નર, જુલિયસ જૌરેગ

વૅગ્નર, જુલિયસ જૌરેગ (જ. 7 માર્ચ 1857, વેલ્સ, ઑસ્ટ્રિયા; અ. 27 સપ્ટેમ્બર 1940, વિયેના) : ઑસ્ટ્રિયન મનોચિકિત્સક તથા ચેતાતંત્ર-વિજ્ઞાની. મૂળ નામ જુલિયન વૅગ્નર રીટ્ટર. તેમણે ઉપદંશ (syphilis) નામના રોગમાં થતી મનોભ્રંશી સ્નાયુઘાતતા (dementia paralytica) નામની આનુષંગિક તકલીફમાં મલેરિયા કરતા સૂક્ષ્મજીવોને શરીરમાં પ્રવેશ આપીને સફળ સારાવાર થઈ શકે છે તેવું દર્શાવ્યું…

વધુ વાંચો >

વેલર, થૉમસ હકલ (Thomas Huckle Weller)

વેલર, થૉમસ હકલ (Thomas Huckle Weller) (જ. 15 જૂન 1915, એન આર્બર, મિશિગન) : સન 1954ના જ્હૉન એન્ડર્સ તથા ફ્રેડરિક રૉબિન્સ સાથેના દેહધર્મવિદ્યા અને તબીબી વિદ્યાના નોબેલ પારિતોષિક-વિજેતા. બાળલકવો કરતો ધૂલિવર્ણક વિષાણુ (polio virus) વિવિધ પ્રકારની પેશીમાં સંવર્ધિત કરવાની (ઉછેરવાની) પદ્ધતિ શોધી કાઢવા માટે તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું.…

વધુ વાંચો >

વૅલ્પ્રોઇક ઍસિડ

વૅલ્પ્રોઇક ઍસિડ : સંગ્રહણી (convulsion) અથવા આંચકી થતી અટકાવતું ઔષધ. તે સશાખ (branched) ઍલિફેટિક કાર્બોક્સિલ ઍસિડ છે. તે યુરોપમાં 1960ના દાયકાથી વપરાશમાં છે, જ્યારે ભારતમાં તે 1980ના દાયકામાં પ્રવેશ્યું. આંચકીના વિવિધ પ્રકારો સામે તે અસરકારક છે. તેથી તેને વિપુલવ્યાપી પ્રતિસંગ્રહણ ઔષધ (broad spectrum anticonvulsant) કહે છે. તે આંચકી રોકે તેટલી…

વધુ વાંચો >

વેલ્સ હૉરેસ

વેલ્સ હૉરેસ (જ. 21 જાન્યુઆરી 1815, હાર્ટફૉર્ડ, વેરમોન્ટ, યુ.એસ.; અ. 24 જાન્યુઆરી 1848, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન દંત-વૈદ્ય અને શલ્યક્રિયામાં દર્દની સંવેદનાને બધિર કરવા માટે નિશ્ચેતક (ઍનિસ્થેસિયા) વાપરનાર પ્રથમ તજ્જ્ઞ. હાર્ટફૉર્ડમાં દાંતના દાક્તર તરીકે ફરજ બજાવતાં તેમણે નાઇટ્રસ ઑક્સાઇડ(‘લાફિંગ ગૅસ’)ના ગુણધર્મનો શસ્ત્રક્રિયામાં દર્દીની પીડા ટાળવા માટે ઉપયોગ કર્યો. નાઇટ્રસ ઑક્સાઇડનો…

વધુ વાંચો >

વૅસેલિયસ, ઍન્ડ્રિયસ

વૅસેલિયસ, ઍન્ડ્રિયસ (જ. 1514, બ્રુસેલ્સ; અ. 1564, ઝાસિયસ ટાપુ) : અભિનવ વિચારદૃષ્ટિને આધીન પરંપરાગત જૈવવિજ્ઞાનને નવો ઓપ આપનાર ગ્રીક દેહધર્મવિજ્ઞાની. વૈદકો અને ઔષધવિજ્ઞાનીઓના કુટુંબમાં જન્મેલ વૅસેલિયસે માનવ-મુડદાની વાઢકાપ કરી માનવશરીરની રચનાનું અત્યંત બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને આ વિજ્ઞાનને વ્યવસ્થિત સ્વરૂપ આપવાની સિદ્ધિ હાંસલ કરી. વૅસેલિયસે 1533માં પૅરિસ વિશ્વવિદ્યાલયના આયુર્વિજ્ઞાન શાખામાં…

વધુ વાંચો >

વૉરબર્ગ, ઑટો (Warburg Otto)

વૉરબર્ગ, ઑટો (Warburg Otto) (જ. 8 ઑક્ટોબર 1883, ફ્રેલ્બર્ગ, જર્મની; અ. 1 ઑગસ્ટ, 1970) : સન 1931ના દેહધર્મવિદ્યા અને ચિકિત્સાવિદ્યાના નોબેલ પારિતોષિકવિજેતા. શ્વસનક્રિયા સંબંધિત ઉત્સેચકો તથા ગુણધર્મો અને ક્રિયાપદ્ધતિ અંગેના સંશોધન માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમના પિતા ભૌતિકવિદ્યાના અભ્યાસી હતા. તેમણે 1906માં બર્લિનમાં ડૉક્ટર ઑવ્ કેમિસ્ટ્રીની ઉપાધિ મેળવી…

વધુ વાંચો >

વ્યવસાયજન્ય જોખમી રોગો

વ્યવસાયજન્ય જોખમી રોગો : જુઓ વ્યાવસાયિક સ્વાસ્થ્ય.

વધુ વાંચો >

વ્યાપક ચેતાકાઠિન્ય (multiple sclerosis)

વ્યાપક ચેતાકાઠિન્ય (multiple sclerosis) : કેન્દ્રીય ચેતાતંત્રમાં વારંવાર વધઘટ પામતો પણ ધીમે-ધીમે સતત વધતો રહેતો શોથ (inflammation), અશ્વેતિનીકરણ (demyelination) અને મૃદુતંતુપેશિતા(gliosis)વાળો વિકાર. તે સમય અને સ્થાનના સંદર્ભે દર્દીના ચેતાતંત્રમાં વ્યાપક રીતે વિસ્તરતો વિકાર છે. પેશીમાં રોગ-પ્રતિકારક કોષોના ભરાવાથી થતા અને વિશિષ્ટ રીતે આવતા સોજાને શોથ કહે છે. ચેતાતંતુઓ પર શ્વેતિન…

વધુ વાંચો >