આંકડાશાસ્ત્ર

નિદર્શન સિદ્ધાંત (Theory of Sampling) અને નિદર્શ તપાસ

નિદર્શન સિદ્ધાંત (Theory of Sampling) અને નિદર્શ તપાસ : સમગ્ર સમુદાયમાંથી આંકડાશાસ્ત્રીય પદ્ધતિથી પસંદ કરેલા નાના સમૂહોના ઘટકોનો અભ્યાસ કરી તે વડે સમગ્ર સમુદાય વિશે તારણો કાઢવાની રીત તે નિદર્શન. નિદર્શન મેળવવાની પદ્ધતિઓ અને નિદર્શમાપનને આધારે સમષ્ટિની વિશિષ્ટતાઓ અંગેના નિષ્કર્ષ મેળવવાનો સિદ્ધાંત તે નિદર્શન સિદ્ધાંત. ઉદ્યોગ, વ્યાપાર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન…

વધુ વાંચો >

નેમાન, જેર્ઝી

નેમાન, જેર્ઝી (જ. 16 એપ્રિલ 1894, બેન્દરી, રશિયા; અ. 5 ઑગસ્ટ 1981, કૅલિફૉર્નિયા) : પ્રસિદ્ધ રશિયન આંકડાશાસ્ત્રી. 1923માં વૉર્સો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. ગાણિતિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં તેમનું ગણનાપાત્ર પ્રદાન છે. આંકડાશાસ્ત્રીય આગણનનો સિદ્ધાંત (theory of estimation) અને પરિકલ્પનાની ચકાસણીના સિદ્ધાંત (hypothesis of testing) પર તેમણે સંશોધનકાર્ય કરેલું છે.…

વધુ વાંચો >

પિયર્સન કાર્લ

પિયર્સન, કાર્લ (જ. 24 માર્ચ 1857, લંડન; અ. 27 એપ્રિલ 1936, લંડન) : વિખ્યાત અંગ્રેજ જનીનવિદ્યાવિશારદ (geneticist) અને આંકડાશાસ્ત્રી. 1866માં લંડનમાં અભ્યાસ શરૂ કર્યો, પરંતુ નાજુક તબિયતને કારણે શાળામાંથી ઉઠાડી ખાનગી ટ્યૂશન દ્વારા ઘેર અભ્યાસ ચાલુ રાખવામાં આવ્યો. ત્યારબાદ શાળા-શિક્ષણ કેમ્બ્રિજમાં પૂરું કર્યું. કૉલેજનો અભ્યાસ કિંગ્ઝ કૉલેજ-કેમ્બ્રિજમાં શરૂ કર્યો. કૉલેજમાં…

વધુ વાંચો >

પૅરેટો વિલફ્રેડો ફ્રેડરિકો દમાસો

પૅરેટો, વિલફ્રેડો ફ્રેડરિકો દમાસો (જ. 15 જુલાઈ 1848, પૅરિસ; અ. 19 ઑગસ્ટ 1923, Celigny, સ્વિટ્ઝર્લૅન્ડ) : તુષ્ટિગુણ-વિશ્લેષણમાં ગણિતીય પદ્ધતિઓનો વિનિયોગ કરનાર ઇટાલિયન અર્થશાસ્ત્રી. તેમણે ઇજનેર તરીકે તાલીમ લીધેલી અને તે ક્ષેત્રમાં વીસ વર્ષ કામગીરી બજાવેલી (1872-92). ઇટાલીની રેલવેમાં તેઓ તેમના પિતાના સ્થાન પર અને એ પછી 1874માં ખાણોના અધીક્ષક તરીકે…

વધુ વાંચો >

પ્રાયોગિક યોજના (design of experiments)

પ્રાયોગિક યોજના (design of experiments) ઉદ્દેશ-અનુલક્ષી પૃથક્કરણથી પ્રાયોગિક સમસ્યા અંગેનો યથાર્થ નિષ્કર્ષ મેળવવા માટે પ્રયોગમાં  લેવાતાં પગલાંઓની સમગ્ર હારમાળાનું અગાઉથી કરાયેલું આયોજન. દા.ત.; (i) રક્તચાપ(blood pressure)માં ઘટાડો કરતી કોઈ બે દવાઓ અલગ અલગ કંપનીઓ તૈયાર કરે છે. અહીં પ્રયોગનો ઉદ્દેશ વિવિધ પ્રમાણમાં બે દવાઓ મિશ્ર કરવાથી કોઈ એક સમયમર્યાદામાં રક્તચાપમાં…

વધુ વાંચો >

ફર્મી-ડિરાક સંખ્યાશાસ્ત્ર

ફર્મી-ડિરાક સંખ્યાશાસ્ત્ર (Fermi Dirac Statistics) : પાઉલીના અપવર્જન(બાકાતી, exclusion)ના સિદ્ધાંત અનુસાર કણો અથવા કણોની પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. સમાન ક્વૉન્ટમ સ્થિતિઓમાં બે ફર્મિયૉન કદાપિ રહી શકતા નથી તેવું આ સિદ્ધાંત દર્શાવે છે. અર્ધપૂર્ણાંક પ્રચક્રણ (spin) ધરાવતા કણોને ફર્મિયૉન કણ કહે છે, જેમનું દળ પ્રોટૉનના દળ જેટલું અથવા વધારે હોય છે તેવા…

વધુ વાંચો >

ફિશર, સર રોનાલ્ડ

ફિશર, સર રોનાલ્ડ (જ. 17 ફેબ્રુઆરી 1890, લંડન; અ. 29 જુલાઈ 1962, એડેલેઇડ, ઑસ્ટ્રેલિયા) : બ્રિટિશ જનનવિદ્યાવિદ અને ચિરપ્રતિષ્ઠિત (classical) આંકડાશાસ્ત્રીય પૃથક્કરણના સહસંશોધક. ફિશરે આંકડાશાસ્ત્રનું સંમાર્જન અને વિકાસ કર્યાં. પ્રયોગ–અભિકલ્પ (design), પ્રસરણ(variance)નું પૃથક્કરણ, લઘુપ્રતિદર્શ(sample)ની યથાતથ સાર્થકતા–કસોટીઓ અને મહત્તમ સંભાવિત (likely-hood) ઉકેલો વગેરે આંકડાશાસ્ત્રમાં તેમનાં પ્રમુખ યોગદાનો છે. તેમણે વિશેષત: જૈવિક…

વધુ વાંચો >

મહાલેનોબીસ, પ્રશાંતચંદ્ર

મહાલેનોબીસ, પ્રશાંતચંદ્ર (જ. 29 જૂન 1893, કલકત્તા; અ. 29 જૂન 1972) : ભારતના ભૌતિકવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી અને ખ્યાતનામ આંકડાશાસ્ત્રી. તેમણે શાલેય શિક્ષણ કલકત્તામાં લીધું. 1912માં કલકત્તા યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનના વિષયો સાથે સ્નાતક (ઑનર્સ) થયા. 1915માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ. એ. થયા. તેમણે શૈક્ષણિક કારકિર્દીનો આરંભ કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કર્યો. અહીં…

વધુ વાંચો >

મહાલેનોબીસ મૉડેલ

મહાલેનોબીસ મૉડેલ : વિખ્યાત આંકડાશાસ્ત્રી પી. સી. મહાલેનોબીસે ભારતના આર્થિક આયોજન દ્વારા દેશનો ઝડપી વિકાસ સાધવાની દિશામાં ઉપયુક્ત ગણાય તેવાં રજૂ કરેલ મૉડેલ. 1. ભારતના આર્થિક વિકાસ માટે રાષ્ટ્રીય આયોજનની વિચારધારાની નક્કર ભૂમિકા 1919ની રશિયન ક્રાંતિ પછી બંધાઈ. 1934માં તત્કાલીન મૈસૂર રાજ્યના ઘડવૈયા અને વિખ્યાત ઇજનેર એમ. વિશ્વેશ્વરૈયાએ ભારતના ઝડપી…

વધુ વાંચો >

રાવ, સી. રાધાકૃષ્ણ

રાવ, સી. રાધાકૃષ્ણ (જ. 10 સપ્ટેમ્બર 1920, હદગાલી, કર્ણાટક) : ભારતના પ્રસિદ્ધ આંકડાશાસ્ત્રી અને ગણિતજ્ઞ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લીધું. ત્યારબાદ તેઓ આંધ્ર યુનિવર્સિટીમાં જોડાયા અને ત્યાંથી 1940માં બી.એ. (ઑનર્સ) થયા. તે પછી તેમણે કોલકાતા યુનિવર્સિટીમાં જોડાઈને 1943માં એમ.એ.ની ઉપાધિ મેળવી. વધુ અભ્યાસાર્થે તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને ત્યાં કેમ્બ્રિજ…

વધુ વાંચો >