આંકડાશાસ્ત્ર

અપ્રાચલીય પદ્ધતિઓ

અપ્રાચલીય પદ્ધતિઓ (nonparametric methods) : માહિતીનાં અવલોકનો પ્રમાણ્ય, ઘાતાંકીય કે અન્ય પ્રાચલીય વિતરણ(parametric distribution)ને અનુસરતાં ન હોય તેવી પરિસ્થિતિ. એકત્ર કરેલી માહિતીનું પૃથક્કરણ કરવા માટે આ પદ્ધતિઓનો વિકાસ થયો છે. પ્રાચલીય અનુમાનની પ્રશિષ્ટ પદ્ધતિઓના અભ્યાસમાં આપેલ સમષ્ટિના સંભાવના-વિતરણ(probability distribution)નું ગાણિતિક સ્વરૂપ કેટલીક વિશિષ્ટ ધારણાઓ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવે છે. આ…

વધુ વાંચો >

અર્થમિતિશાસ્ત્ર

અર્થમિતિશાસ્ત્ર (Econometrics)  1. પ્રાસ્તાવિક : અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની વાસ્તવિકતા ચકાસવા માટેનું શાસ્ત્ર. ભૂમિતિ ભૂ(જમીન)ના માપનનું શાસ્ત્ર, ત્રિકોણમિતિ ત્રિકોણના માપનનું શાસ્ત્ર તે રીતે અર્થમિતિશાસ્ત્ર એ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોના માપનનું શાસ્ત્ર છે. આ માપન એટલે આંકડાઓ વડે આર્થિક ચલરાશિઓને માપવી (measurement) અને આંકડાશાસ્ત્રની પદ્ધતિઓ વડે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની વાસ્તવિકતા અને યથાર્થતા ચકાસવી. અર્થશાસ્ત્ર અને બીજાં…

વધુ વાંચો >

આંકડાપદ્ધતિઓ

આંકડાપદ્ધતિઓ (Numeral Systems) સંખ્યા વિશેનો પહેલવહેલો વિચાર માનવીને ક્યારે આવ્યો હશે તે ચોકસાઈથી કહી શકાય તેમ નથી. તેમ છતાં તે અંગે થયેલાં ઐતિહાસિક સંશોધનોને આધારે મળતી વિગતો રસ પડે તેવી છે. માનવવિકાસના પ્રાથમિક તબક્કાઓમાં પણ વિચારવિમર્શની તકો અત્યંત ઓછી હતી અને વિચારવિનિમય માત્ર કેટલાક ધ્વન્યાત્મક સંકેતો કે કેટલીક શારીરિક ચેષ્ટાઓ…

વધુ વાંચો >

આંકડાશાસ્ત્ર

આંકડાશાસ્ત્ર : વૈજ્ઞાનિક, વ્યાપારી, ઔદ્યોગિક અને અન્ય વ્યાવહારિક ક્ષેત્રોમાંથી એકત્ર કરેલી માહિતીનું પૃથક્કરણ કરી જે તે ક્ષેત્રના નીતિવિષયક નિર્ણય કે અનુમાન તારવવાનો શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક કસબ. ઓગણીસમી સદીમાં યુરોપના દેશોમાં (ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં) વિજ્ઞાન, વાણિજ્ય, ઉદ્યોગ અને ઇજનેરી ક્ષેત્રોમાં વ્યાપક ધોરણે ઝડપી પ્રગતિ થઈ. તેના પરિણામે ઔદ્યોગિક ક્રાંતિનાં મંડાણ થયાં.…

વધુ વાંચો >

આંકડાશાસ્ત્રીય અનુમાન

આંકડાશાસ્ત્રીય અનુમાન વિતરણ વિધેય F (x; θ) દ્વારા સૂચિત સંભાવના પરિરૂપ-(model)ના અજ્ઞાત પ્રાચલ કે પ્રાચલોના અવલોકન હેઠળના યર્દચ્છ ચલ પર મેળવેલ માહિતીના આધારે આગણન (estimation) કરવાની અથવા અજ્ઞાત પ્રાચલો વિશે કરેલ નિરાકરણીય પરિકલ્પનાનું પરીક્ષણ કરી તેનું સમર્થન યા ઇન્કાર કરવાની આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ પ્રયોજવાનો કસબ. આંકડાશાસ્ત્રીય અનુમાનની પદ્ધતિઓની મદદથી વ્યવહારલક્ષી શાસ્ત્રોના…

વધુ વાંચો >

એજવર્થ ફ્રાન્સિસ સિડ્રો

એજવર્થ ફ્રાન્સિસ સિડ્રો (Edgeworth Francis Ysidro) (જ. 8 ફેબ્રુઆરી 1845, આયર્લેન્ડ; અ. 13 ફેબ્રુઆરી 1926, ઑક્સફર્ડ, ઑક્સફર્ડશાયર, ઇગ્લેન્ડ) : નવ્ય પ્રશિષ્ટવાદ (neo-classical) વિચારસરણીના સુવિખ્યાત અંગ્રેજ ગાણિતિક અર્થશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી. તેમની કેટલીક મૌલિક પરિકલ્પનાઓએ આર્થિક વિશ્લેષણની પદ્ધતિને નવો ઓપ આપ્યો છે. ડબ્લિન તથા ઑક્સફૉર્ડમાં શિક્ષણ. પ્રથમ વર્ગમાં ઑનર્સ પદવી 1869માં મેળવી.…

વધુ વાંચો >

ઍલન, આર. જી. ડી.

ઍલન, આર. જી. ડી. (જ. 3 જૂન 1906 યુ. કે.; અ. 29 સપ્ટેમ્બર 1983 યુ. કે.) : સુવિખ્યાત ગાણિતિક, અર્થશાસ્ત્રી તથા આંકડાશાસ્ત્રી. ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ ખાતેની સિડની સસેક્સ કૉલેજમાં શિક્ષણ પૂરું કર્યા પછી 1928માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં અધ્યાપક તરીકે જોડાયા. ગ્રાહકના બુદ્ધિયુક્ત વર્તનના સૈદ્ધાંતિક વિશ્લેષણમાં, ક્રમવાચક તુષ્ટિગુણની વિભાવના પર આધારિત…

વધુ વાંચો >

એંજલનો નિયમ

એંજલનો નિયમ : ઓગણીસમી સદીના જર્મન આંકડાશાસ્ત્રી એંજલે (Christian Lorenz Ernst Engel) વ્યક્તિની આવક અને તેમાંથી કરવામાં આવતી જુદા જુદા સ્વરૂપની વપરાશ વચ્ચેના પ્રમાણ અંગે તારવેલો સામાન્ય નિયમ. 1857માં એંજલે જર્મનીના સેક્સની પરગણાના ત્રણ વર્ગો – શ્રમિકો, મધ્યમ વર્ગ તથા ધનિક વર્ગ-ની આવક તથા વપરાશી ખર્ચની વિગતોને આધારે કૌટુંબિક અંદાજપત્રોના…

વધુ વાંચો >

ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર (Industrial statistics)

ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર (Industrial statistics) મોટા પાયા પર વસ્તુઓના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ વખતે ગુણવત્તાની જાળવણી અને સુધારણા માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓના વિકાસને પરિણામે અસ્તિત્વમાં આવેલી આંકડાશાસ્ત્રની એક નવી શાખા. સી. એન. ફ્રેઝીએ ગુણવત્તા-નિયંત્રણ (quality control) માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓના ઉપયોગનું 1916માં સમર્થન કર્યું. અલબત્ત, આધુનિક આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણનો વિકાસ અમેરિકાની બેલ ટેલિફોન…

વધુ વાંચો >

ત્રુટિ

ત્રુટિ (error) : ભૌતિક રાશિનું સંખ્યાત્મક મૂલ્ય પ્રયોગની મદદથી નક્કી કરતી વખતે માપનની અચોકસાઈને  કારણે ભૌતિક રાશિના મૂલ્યમાં આવતી અચોકસાઈ. માન(magnitude)ની નિરપેક્ષતાનો સિદ્ધાંત લગભગ ચોથી સદીમાં પ્લેટોની અકાદમીના સભ્ય ઍક્ઝોડસે તેમજ  ‘રેગ્યુલર પોલિહડ્રો’ પુસ્તકના લેખક થીટેટસે વિકસાવ્યો. અસંમેય (irrational) માન અને અસંમેય સંખ્યાઓની સમજૂતી અંગે માત્ર સૈદ્ધાંતિક હેતુસર આ વિકાસ…

વધુ વાંચો >