આંકડાશાસ્ત્ર

વાર્ષિક હિસાબો

વાર્ષિક હિસાબો : વેપારી અથવા ઔદ્યોગિક પેઢી દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલા નાણાકીય વ્યવહારોનું તેણે વર્ષાન્તે તૈયાર કરેલું કોઠાકીય (tabular) વિવરણ. આ વિવરણ/વાર્ષિક હિસાબોમાં (1) સરવૈયું, (2) નફો અને નુકસાન ખાતું/આવક અને ખર્ચ ખાતું તથા (3) રોકડ ભંડોળ પ્રવાહપત્રક  આટલાંનો સમાવેશ થાય છે. જો પેઢી લિમિટેડ કંપની હોય તો તેણે…

વધુ વાંચો >

વિતરણ સિદ્ધાંત (Theory of Distribution)

વિતરણ સિદ્ધાંત (Theory of Distribution) આંકડાશાસ્ત્રના અભ્યાસમાં વિતરણનો સિદ્ધાંત મહત્વનું સ્થાન ધરાવે છે. અહીં આવૃત્તિ-વિતરણ (frequency distribution), સંભાવના-વિતરણ (probability distribution) તથા વિતરણ-વિધેય(distribution function)ના પ્રાથમિક ખ્યાલોને આધારે વિવિધ પ્રકારનાં સૈદ્ધાન્તિક વિતરણોનો અભ્યાસ થાય છે. આને આધારે આંકડાશાસ્ત્રીય અનુમાનની પદ્ધતિ તેમજ પરિકલ્પના પરીક્ષણની પદ્ધતિઓ વગેરેનું આયોજન કરી શકાય છે. વળી તેના ઉપરથી…

વધુ વાંચો >

શરાફ

શરાફ : ભારતની મૂળ પદ્ધતિ પ્રમાણે થાપણો સ્વીકારનાર અને ધિરાણ કરનાર નાણાવટી. પાશ્ર્ચાત્ય પદ્ધતિ પ્રમાણે સાંપ્રત સમયમાં કામ કરતી વ્યાપારી બૅન્કો ઓગણીસમી શતાબ્દીથી ભારતમાં શરૂ થઈ; પરંતુ તે અગાઉ પણ ભારતમાં સ્વદેશી પદ્ધતિ મુજબ કૌટુંબિક અને વ્યક્તિગત ધોરણે નાણાં ધીરવાની વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી હતી. હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં નાણાવટીઓ…

વધુ વાંચો >

શાખપત્ર (વાણિજ્યિક)

શાખપત્ર (વાણિજ્યિક) : નિકાસકારે નિકાસ કરેલા માલ સામે લખેલી હૂંડી સ્વીકારવાની તેને ખાતરી આપતો અને તેની તરફેણમાં વિદેશી આયાતકારના બૅંકરે લખી આપેલો પત્ર. આયાતકારની સૂચનાને આધારે તેના બૅંકર નિકાસકારને એવી લેખિત જાણ કરે છે કે આયાતકારે ઠરાવેલી શરતો અને મર્યાદા અનુસાર નિશ્ચિત સમયમર્યાદામાં નિકાસ કરવામાં આવનારા માલની નિર્ધારિત રકમની ચુકવણી…

વધુ વાંચો >

હેરડ–ડોમર મૉડલ

હેરડ–ડોમર મૉડલ : હેરડ અને ડોમર આ બે અર્થશાસ્ત્રીઓના સંયુક્ત નામે પ્રચલિત થયેલ આર્થિક વિકાસની પ્રક્રિયાને લગતો સિદ્ધાંત. તેમની મુખ્ય દલીલ એ હતી કે કોઈ પણ અર્થકારણમાં સમતોલ વિકાસનું સહજગમ્ય વલણ હોતું જ નથી. આ મંતવ્ય આર. એફ. હેરડે 1939માં અને ઇ. ડી. ડોમરે ત્યારબાદ લગભગ તરત જ રજૂ કર્યું…

વધુ વાંચો >

હોટેલિંગ હેરોલ્ડ

હોટેલિંગ, હેરોલ્ડ (જ. 29 સપ્ટેમ્બર 1895, ફુલ્ડા, મિનેસોટા; અ. 26 ડિસેમ્બર 1973) : કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં ગાણિતિક મૉડલ્સનો ઉપયોગ કરી નવી દિશા દાખવનાર અર્થશાસ્ત્રી. તેમનો શાળાકીય અભ્યાસ વતનમાં પૂર્ણ કર્યા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં જોડાયા અને 1919માં બી.એ. તથા 1921માં એમ.એ.ની પદવી ગણિતશાસ્ત્રના વિષય સાથે પ્રાપ્ત કરી. વૉશિંગ્ટન…

વધુ વાંચો >