અસમિયા સાહિત્ય

અગરવાલા, ચંદ્રકુમાર

અગરવાલા, ચંદ્રકુમાર (જ. 28 નવેમ્બર 1867 કલંગપુર જિ. શોણિતપુર, આસામ ; અ. 2 માર્ચ 1938 ગુવાહાટી, આસામ) : અસમિયા કવિ અને સાહિત્યકાર. વતન આસામના શોણિતપુર જિલ્લાનું કલંગપુર ગામ. દાદા નવરંગ અગરવાલા રાજસ્થાનમાંથી આસામમાં આવી વસેલા. પિતા હરિવિલાસ સાહિત્યરસિક હતા. એમણે આસામના સંત શંકરદેવની અસમિયા હસ્તપ્રતો પ્રકાશિત કરેલી. ચંદ્રકુમારે લક્ષ્મીનાથ બેઝબરુઆ અને…

વધુ વાંચો >

અગરવાલા, જ્યોતિપ્રસાદ

અગરવાલા, જ્યોતિપ્રસાદ (જ. 17 જૂન 1903 તેઝપુર, અસમ ; અ. 17 જાન્યુઆરી 1951 તેઝપુર, અસમ) : આસામના રાષ્ટ્રભક્ત કવિ અને સ્વાતંત્ર્યસેનાની. ‘હિંદ છોડો’ આંદોલન વખતે ભૂગર્ભમાં રહીને કામ કરેલું. સ્વાતંત્ર્યોત્તર સમયની ભારતની પરિસ્થિતિથી થયેલી વેદના એમનાં અનેક ગીતોમાં મુખરિત થયેલી છે. તેમનાં લખાણોમાં જ્વલંત દેશપ્રેમ અને વર્ગવિહીન સમાજરચના માટેની ઝુંબેશ…

વધુ વાંચો >

અગ્નિપરીક્ષા

અગ્નિપરીક્ષા : અસમિયા નાટ્યકૃતિ. દંડીનાથ કલિતા(1890–1950)નું આ નાટક વ્યંગાત્મક છે. નાટકની પાર્શ્વભૂમિ રામાયણના સમયની છે. એમણે એમાં રામાયણનાં લગભગ બધાં જ મુખ્ય પાત્રો તથા પ્રસંગો લઈને નાટ્યોચિત ગૂંથણી કરી છે. વાલ્મીકિ રામાયણ ઉપરાંત ‘ભટ્ટિકાવ્યમ્’ અને કૃત્તિવાસના રામાયણનો આધાર લઈને તેમણે કેટલાંક દૃશ્યોનું નિર્માણ કર્યું છે. પાત્રચિત્રણ અભિનયક્ષમ દૃશ્યોની યોજનામાં એમની…

વધુ વાંચો >

અગ્રાહી આત્માર કાહિની

અગ્રાહી આત્માર કાહિની (1969) : અસમિયા નવલકથા. લેખક સૈયદ અબદુલ મલિક. તેને સાહિત્ય અકાદમીનો 1972નો પુરસ્કાર મળેલો. એમાં સાંપ્રતકાળમાં મધ્યમ વર્ગના કુટુંબની વીતકકથા આલેખાઈ છે. એનાં મુખ્ય પાત્રો ત્રણ છે : શશાંક, નિરંજન અને અપરા. ત્રણેય ગૃહ વિનાનાં, સંગી-સાથી વિનાનાં, લગભગ જીવનમાંથી ફેંકાઈ ગયેલાં. એક રીતે તે આધુનિક માનવીનાં પ્રતીક…

વધુ વાંચો >

અઘોનીબાઈ

અઘોનીબાઈ (1950) : અસમિયા ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. લેખક બિરંચિકુમાર બરુઆ; ‘બીના બરુઆ’ના તખલ્લુસથી તેમણે સાહિત્યિક રચનાઓ પ્રકાશિત કરી હતી. મુખ્ય વાર્તા ‘અઘોનીબાઈ’ ઉપરથી આ સુપ્રસિદ્ધ વાર્તાસંગ્રહને ઉપર્યુક્ત નામ મળેલું છે. ‘અઘોનીબાઈ’ ગ્રામીણ નારીની વાર્તા છે. એમાં કરુણ, હાસ્ય અને શાંતનું નિરૂપણ છે. પાત્રો દ્વારા માનવની સાહજિક નિર્બળતા ઉપસાવી આપી છે.…

વધુ વાંચો >

અબ્દુલ મલિક (2)

અબ્દુલ મલિક (2) (જ. 15 જાન્યુઆરી 1919, ગોલાઘાટ, આસામ; અ. 19 ડિસેમ્બર 2000, જોરહટ) : અસમિયા કવિ અને વાર્તાકાર. આસામના નોઆગોંગ નગરમાં જન્મ. એમ. એ. સુધીનું શિક્ષણ પહેલાં નોઆગોંગમાં અને પછી ગુવાહાટી વિશ્વવિદ્યાલયમાં લીધું. પછી આસામ સરકારના શિક્ષણ ખાતામાં નોકરી લીધી. વાર્તાઓ તથા કવિતામાં ડાબેરી દૃષ્ટિકોણ હોવાને લીધે તેમણે સામાન્ય…

વધુ વાંચો >

અભિમન્યુવધ

અભિમન્યુવધ : આસામી સાહિત્યમાં અભિમન્યુના કથાનક ઉપર બે કાવ્યકૃતિઓ રચાઈ છે. પ્રથમ કૃતિ અઢારમી સદીમાં રચાયેલી અને તેનો લેખક કોઈ અજ્ઞાત કવિ હતો. અહોમ રાજાના સમયમાં એ કૃતિ રચાયેલી. બીજી કૃતિ રમાકાન્ત ચૌધરી(1846-1889)એ 1875માં રચેલી. ઓગણીસમી સદીની અંતિમ પચીસી આસામી ભાષા અને સાહિત્યનો નવોદયકાળ હતો. અંગ્રેજી સાહિત્યનો પરિચય વધતાં અનેક…

વધુ વાંચો >

અલકનંદા

અલકનંદા (1967) : આસામનાં અર્વાચીન રહસ્યવાદી કવયિત્રી  નલિનીબાલાદેવી(1899-1977)નો છઠ્ઠો કાવ્યસંગ્રહ. 1968માં એમને આ પુસ્તક માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થયો હતો. યૌવનના ઉંબરે પ્રવેશતાં જ વિધવા થયેલાં નલિનીબાલાને ગીતા અને ઉપનિષદે, શંકરદેવના વૈષ્ણવ સાહિત્યે તથા રવીન્દ્રનાથની કવિતાએ ધૃતિ આપીને એમના જીવનમાં પ્રેરણાનું સિંચન કર્યું હતું. આ સંગ્રહમાંની કવિતામાં એમણે પ્રત્યેક…

વધુ વાંચો >

અસમિયા ભાષા અને સાહિત્ય

અસમિયા ભાષા અને સાહિત્ય અસમિયા ભાષા : ઇન્ડો-આર્યન ભાષાસમૂહની એક ભાષા અને તેનું સાહિત્ય. ભારતના આસામ રાજ્યના બ્રહ્મપુત્રના ખીણપ્રદેશમાં તે બોલાય છે, અને માગધી અપભ્રંશમાંથી એ ઉત્પન્ન થઈ છે. અસમિયા ભાષાની બે શાખાઓ છે : પૂર્વ અસમિયા અને પશ્ચિમ અસમિયા. પૂર્વ અસમિયા ભાષા સદિયાથી ગુવાહાટી (ગૌહત્તી) સુધી લગભગ 65૦ કિમી.…

વધુ વાંચો >

અંકિયાનાટ

અંકિયાનાટ : મધ્યકાલીન અસમિયા નાટ્યપ્રકાર. તેને પ્રચલિત કરનાર શંકરદેવ. અન્ય કેટલીક ભારતીય ભાષાઓમાં પણ શંકરદેવે નાટ્યસ્વરૂપ ખેડ્યું હતું. એમણે આસામની બહાર રામલીલા, યાત્રા વગેરે લોકનાટકો જોયેલાં, તે પરથી ધર્મપ્રચારને માટે લોકનાટ્ય અમોલું માધ્યમ લાગેલું. એ સમયે આસામમાં ‘ઓજાપાલી’ નામના લોકનાટ્યનું પ્રચલન હતું. શંકરદેવે ઓજાપાલીને સંસ્કૃત નાટકનો અનુરૂપ ઘાટ આપીને ‘અંકિયાનાટ’…

વધુ વાંચો >