અશ્વિની કાપડિયા

રેલવે-રસીદ

રેલવે-રસીદ : હેરફેર માટે માલ સ્વીકાર્યા બાદ રેલવે દ્વારા તેની અપાતી પહોંચ. વાહનવ્યવહારની સંસ્થાઓ અન્યનો માલ સ્વીકારીને સૂચના પ્રમાણેના સ્થળે તે પહોંચાડતી હોય છે. સામાન્ય સંજોગોમાં વેચનાર માલ મોકલતો હોય છે અને ખરીદનાર તે મેળવતો હોય છે. કેટલીક વાર વેચનાર વતી આડતિયા, દલાલો અને મારફતિયા પણ માલ રવાના કરતા હોય…

વધુ વાંચો >

લોન

લોન : ધંધાદારી અથવા સામાન્ય વ્યક્તિ પાસે પોતાની આગવી મૂડી અપર્યાપ્ત હોય ત્યારે અન્ય પાસેથી ઉછીનાં લીધેલાં નાણાં. સામાન્ય રીતે ધંધા માટે લોન લેવામાં આવે છે, પરંતુ ઊંચી અને ટકાઉ કિંમતની અસ્કામતો જેવી કે જમીન, મકાન અને મોટરકાર ખરીદવા માટે પણ લોન લેવાનું ચલણ છે. આર્થિક વ્યવહારની આ પ્રકારની લેવડદેવડ…

વધુ વાંચો >

વાણિજ્ય

વાણિજ્ય : ચીજવસ્તુઓ અને સેવાઓના ક્રય અને વિક્રયની પ્રવૃત્તિ અને તેમાં મદદરૂપ થતી અન્ય પ્રવૃત્તિઓ. વિતરણ અને વિનિમય સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ કરવા માટે વાણિજ્ય હેઠળ મુખ્યત્વે વેપાર થતો હોય છે. વેપાર એટલે નાણાં કે નાણાં મેળવવાના વચનના બદલામાં માલ અથવા સેવાની તબદીલી – વેપાર યોગ્ય રીતે ચાલે તે માટે એને…

વધુ વાંચો >

વીમો

વીમો : એક બાજુના પક્ષકારને જોખમમાંથી નુકસાન થાય તો તે પૈસાથી ભરપાઈ કરી આપવા માટે અગાઉથી અવેજમાં પ્રીમિયમનો સ્વીકાર કરીને અન્ય બાજુના પક્ષકારે આપેલી લેખિત ખાતરી. ઉત્ક્રાંતિકાળથી માણસજાત લડાઈ, રોગચાળો, આગ, પૂર, વાવાઝોડું અને ધરતીકંપથી જાન અને માલ અંગે અસુરક્ષા અનુભવે છે. તેની સામે રક્ષણકવચ તરીકે વીમાવ્યવસાયની શરૂઆત થઈ. ઈસુના…

વધુ વાંચો >

વેપાર

વેપાર : નાણાં કે નાણાં મેળવવાના વચનના બદલામાં માલ અથવા સેવાની તબદીલી. કોઈ પણ પેદાશના ઉત્પાદનનો હેતુ વપરાશ છે. ઉત્પાદનના સ્થળેથી વપરાશના સ્થળે માલ અને સેવા મોકલવા માટેની સાંકળમાં વેપાર સૌથી વધુ અગત્યનો અંકોડો છે. વેપાર કરવામાં વેપારીનો હેતુ નફો કમાવાનો છે. વેપાર માટે અત્યાર સુધી મહત્વની ગણાતી દેશની સરહદો…

વધુ વાંચો >

વેપારી મહાજન

વેપારી મહાજન : પારસ્પરિક સહાય અને સંરક્ષણ માટે એક જ પ્રકારના ધંધા અથવા વ્યવસાયમાં સંકળાયેલા પ્રતિષ્ઠિત માનવોનું સંગઠન. ભારતીય સમાજવ્યવસ્થામાં વર્ણો અને જ્ઞાતિનું પ્રાધાન્ય હતું. હજુ પણ આ બંનેનું અસ્તિત્વ જળવાઈ રહ્યું છે. પરંતુ વીસમી સદીના પૂર્વાર્ધમાં આ બંને ખૂબ પ્રભાવક હતાં. પ્રત્યેક વર્ણમાં (શૂદ્ર સિવાય) અને જ્ઞાતિમાં મહાજનો ઊભરી…

વધુ વાંચો >

વૈયક્તિક માલિકી વેપાર (Retail Business)

વૈયક્તિક માલિકી વેપાર (Retail Business) : આર્થિક ક્ષેત્રે વાણિજ્યવ્યવસ્થાનાં જુદાં જુદાં સ્વરૂપો પૈકીનું સૌથી વધારે પ્રાચીન અને વ્યાપક સ્વરૂપ. ‘રીટેલ બિઝનેસ’થી ઓળખાતા વાણિજ્ય- વ્યવહારોમાં સૌથી પહેલી વાર વ્યવસ્થાના આ સ્વરૂપે સ્થાન લીધું હતું, તેથી કેટલીક વાર તેને એકાકી વેપાર તરીકે ઓળખવામાં આવે છે. તેની સ્થાપના સૌથી વધારે સરળ છે અને…

વધુ વાંચો >

વ્યાપારી વ્યવસ્થા (Business Organisation)

વ્યાપારી વ્યવસ્થા (Business Organisation) : માલ અને સેવાઓના ઉત્પાદકો અને વિતરકોની બધી જ વાણિજ્ય-પ્રવૃત્તિઓ સુચારુ રીતે ચલાવવાની વ્યવસ્થા. સામાજિક, આર્થિક અને વ્યક્તિગત જરૂરિયાત મુજબ કાળક્રમે વાણિજ્ય-વ્યવસ્થાનાં જુદાં જુદાં સ્વરૂપો વિકાસ પામ્યાં છે, જે આ પ્રમાણે છે : (ક) નફાના પ્રાથમિક હેતુની દૃષ્ટિવાળાં સાહસો : (1) વૈયક્તિક માલિક : વ્યાપારી વ્યવસ્થાનું…

વધુ વાંચો >

સમિતિ-વ્યવસ્થા (committee organisation)

સમિતિ–વ્યવસ્થા (committee organisation) : કંપનીના જુદા જુદા એકમોના અન્યોન્ય સંબંધો સંવાદી બને તે હેતુથી આ એકમોના નિષ્ણાત અધિકારીઓનું જૂથ બનાવીને હેતુ સિદ્ધ કરવાની ગોઠવણ. જ્યારે કંપનીના એકમો વચ્ચેના સંપર્કો વધવા માંડે ત્યારે તેઓ એકબીજાના કાર્યક્ષેત્રને ઓળંગે નહિ તેવી સ્પષ્ટ મર્યાદાઓ નિશ્ચિત કરવા માટે કંપનીના નિષ્ણાત અધિકારીઓની સમિતિ બનાવવાનું જરૂરી બને…

વધુ વાંચો >

સહકારી બૅન્ક

સહકારી બૅન્ક : સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સહકારી ધોરણે કામ કરતી બૅન્ક. આ પ્રકારની બૅન્ક એના નામ પ્રમાણે સહકારના સિદ્ધાંત પર કામ કરે છે. એનો મુખ્ય ઉદ્દેશ સમાજના નબળા વર્ગોમાં બચતની ભાવના વિકસાવવાનો તેમજ નબળા વર્ગો અને સીમાંત ખેડૂતો, કારીગરો અને શહેરી સમાજના મધ્યમ તેમજ ગરીબ વર્ગના…

વધુ વાંચો >