અશ્વિની કાપડિયા

બંધક ગોદામ

બંધક ગોદામ (bonded godown) : બંદર અથવા વિમાનઘરની અંદર અથવા નજીકમાં જકાતપાત્ર માલ સંઘરવાની સુવિધા ધરાવતું ગોદામ. ગોદામના મુખ્ય 3 ર્દષ્ટિએ પ્રકાર પાડી શકાય : (1) માલિકીની ર્દષ્ટિએ, (2) જકાતના હેતુની ર્દષ્ટિએ અને (3) ઉપયોગની ર્દષ્ટિએ.  બંધક ગોદામનો પ્રકાર જકાતના હેતુની ર્દષ્ટિએ થયેલો છે. આ પ્રકારનું ગોદામ બંદર કે વિમાનઘર…

વધુ વાંચો >

બાનું

બાનું : સામા પક્ષ સાથે પોતે કરેલ સોદાનો અમલ અવશ્ય કરવામાં આવશે એની ખાતરી કરાવવા ધંધાકીય વ્યવહારમાં અપાતી રકમ. ધંધામાં થતા વ્યવહારો અનેક પ્રકારના હોય છે, જેમ કે રોકડ, શાખ, ક્રમિક ચુકવણી, ભાડાપટ્ટા, જાંગડ વેચાણના વ્યવહારો. આ વ્યવહારો પૈકી જેનો અમલ ભાવિમાં કરવાનો હોય તેવા વ્યવહારના પક્ષકારો પૈકી કોઈક વાર…

વધુ વાંચો >

બૅંક હૉલિડે

બૅંક હૉલિડે : રાજ્ય સરકાર દ્વારા પરક્રામ્ય સંલેખ (વટાવખત) અધિનિયમ (Negotiable Instrument Act) હેઠળ બૅંકો માટે ઘોષિત કરેલી જાહેર રજા. ભારત સરકારના ગૃહમંત્રાલયના તા. 8–5–1968ના જાહેરનામા ક્રમાંક 39/1/68/જેયુડી–3 સાથે વંચાણમાં લેતાં વટાવખત અધિનિયમ(1881)ની કલમ 25ના ખુલાસાને અનુસરીને રાજ્ય સરકાર દર વર્ષે પોતાના રાજ્યમાં બૅંક હૉલિડે વિશે પરિપત્ર બહાર પાડે છે.…

વધુ વાંચો >

ભરતિયું

ભરતિયું : વેચેલા માલ અંગે વેચાણકારે ખરીદનારને મોકલેલો દસ્તાવેજ. માલવેચાણના સોદાના અંતિમ સ્વરૂપમાં વેચનાર તરફથી ખરીદનારને ભરતિયું તૈયાર કરીને મોકલવામાં આવે છે, જેને જનભાષામાં ‘બિલ’ તરીકે ઓળખવામાં આવે છે. આ દસ્તાવેજમાં મોકલેલ માલની સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવે છે. ખરીદનારે કુલ કેટલી રકમ ચૂકવવાની થશે તે પણ તેમાં દર્શાવવામાં આવે છે.…

વધુ વાંચો >

ભાડાખરીદ પ્રથા

ભાડાખરીદ પ્રથા : મોંઘી વસ્તુ ખરીદવા માટે ઇચ્છુક ગ્રાહક શરૂઆતમાં આંશિક કિંમત ચૂકવીને અને નિશ્ચિત રકમના હપતા ભરીને તે વસ્તુનો માલિક થાય તેવો વસ્તુના ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેનો કરાર. જ્યારે ચીજ-વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય, તે મોજશોખની હોય, તે ચીજવસ્તુ નહિ ખરીદવાથી સંભવિત ગ્રાહકોના પ્રવર્તમાન જીવનમાં કોઈ ફેરફાર થતો ન…

વધુ વાંચો >

ભાવ-નિર્ધારણ

ભાવ-નિર્ધારણ : ઉત્પાદનની વેચાણકિંમત નક્કી કરવા માટે વિવિધ પરિબળોને લક્ષમાં રાખીને ઉત્પાદકે લીધેલો નિર્ણય. ભાવ-નિર્ધારણ વેચાણવ્યવસ્થાનો એક મહત્વનું પાસું છે. કોઈ પણ વસ્તુના ભાવ કેટલા રાખવા તે ઉત્પાદક પરિપક્વ વિચારણાને આધારે નક્કી કરે છે. ઉત્પાદક એકમ અમુક ઉદ્દેશોને ધ્યાનમાં રાખી ભાવનિર્ધારણ કરે છે : (1) રોકાયેલ મૂડી પર વાજબી વળતર…

વધુ વાંચો >

મની ઍટ કૉલ

મની ઍટ કૉલ : માંગવામાં આવે ત્યારે તરત જ પાછું મેળવી શકાય તેવું ધિરાણ. જ્યારે કોઈ એક બૅંકને તેનું રોકડ અનામત પ્રમાણ (cash reserve ratio) જાળવવા માટે અથવા બીજા કોઈ કારણસર તરત નાણાંની જરૂર પડે ત્યારે તે બૅંક બીજી બૅંક પાસેથી તુરત જ ભરપાઈ કરી આપવાની શરતે ઉછીનાં નાણાં લે…

વધુ વાંચો >

મર્ચન્ટ બૅંકિંગ

મર્ચન્ટ બૅંકિંગ : નાણાં અને શાખનો વાણિજ્યવિષયક હેતુથી લેવડદેવડ કરવાનો વ્યવસાય. વિનિમય(barter)પદ્ધતિ બાદ નાણાંને માધ્યમ તરીકે ઉપયોગમાં લઈને શરૂ થયેલા આર્થિક વ્યવહારોએ વિનિમયના માધ્યમની નવી સંકલ્પનાઓ આપી, એણે અનેક નવી શક્યતાઓ પેદા કરી. સમાન મૂલ્ય ધરાવતું અને પોતીકું કશું જ ઉપયોગમૂલ્ય નહિ ધરાવતું નાણું આર્થિક વ્યવહારોનું વિનિમય-માધ્યમ બને તે સાથે…

વધુ વાંચો >

મર્યાદિત ભાગીદારી

મર્યાદિત ભાગીદારી : એક અથવા વધુ ભાગીદારોની આર્થિક જવાબદારી–મર્યાદિત હોય તેવી ભાગીદારી. જવાબદારી પ્રમાણેની ભાગીદારી પેઢીના બે પ્રકાર છે : (1) મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી, (2) અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી. મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા એક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય અને બાકીના ભાગીદારોની જવાબદારી મર્યાદિત હોય છે. પેઢીના વિસર્જન…

વધુ વાંચો >

મારફતિયો

મારફતિયો : ઉત્પાદક અને વેપારીઓને તેમના માલની હેરફર કરવા માટે મધ્યસ્થી તરીકે સેવા આપનાર વ્યક્તિ. મારફતિયો એ બિનવેપારી આડતિયાનો એક પ્રકાર છે. આડતિયાના મુખ્યત્વે બે પ્રકાર હોય છે : એક વેપારી આડતિયા અને બીજા બિનવેપારી આડતિયા. વેપારી આડતિયા માલધણી વતી તેના માલસામાનના ખરીદ-વેચાણ કરવાના અધિકાર ધરાવે છે. વેચેલા કે વેચાવા…

વધુ વાંચો >