અશ્વિની કાપડિયા

માંદગીનો વીમો

માંદગીનો વીમો : માંદગીના ખર્ચને પહોંચી વળવા માટે વીમા કંપની દ્વારા ઉતારવામાં આવતો વિશિષ્ટ પ્રકારનો વીમો. દરેક વ્યક્તિને જીવનમાં અનિશ્ચિતતાઓ સતત સતાવતી હોય છે. આમાંની એક અનિશ્ચિતતા માંદગી ક્યારે આવશે અને તે કેટલો ખર્ચ કરાવશે તે અંગેની હોય છે. વીમા વ્યવસાયનું કામ અનિશ્ચિતતામાંથી પેદા થતા જોખમને પૉલિસી-હોલ્ડરો વચ્ચે વહેંચી આપવાનું…

વધુ વાંચો >

મિલકતો-અસ્કામતો

મિલકતો-અસ્કામતો : જે દ્રવ્ય-સંપત્તિ અને સેવાઓ ઉપર વ્યક્તિ ઉપયોગ, ઉપભોગ અથવા લાભદાયી નિકાલનો માલિકીહક (right of use enjoyment or beneficial disposal) ધરાવી શકે તેવી દ્રવ્યસંપત્તિ અને સેવાઓ. જે દ્રવ્ય-સંપત્તિ ઉપર વ્યક્તિની માલિકી હોય છે એ તેની મિલકત ગણાય છે. દ્રવ્ય-સંપત્તિમાં સ્થાવર અને જંગમ બંનેનો સમાવેશ થાય છે. મિલકતમાં દ્રવ્ય-સંપત્તિ ઉપરાંત…

વધુ વાંચો >

મૂડીબજાર

મૂડીબજાર : ઔદ્યોગિક અને વાણિજ્ય એકમો, સ્થાનિક સત્તામંડળો અને સરકારને લાંબા ગાળાની મૂડી પૂરી પાડતું બજાર. કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે પદ્ધતિસરના મૂડીબજારનું અસ્તિત્વ એક પૂર્વશરત છે. નવી કંપનીઓ શરૂ કરવા, હયાત કંપનીઓનાં વિકાસ અને વિસ્તરણ કરવા તથા સ્થાનિક સત્તામંડળો અને સરકારની યોજનાઓ અમલમાં મૂકવા માટે લાંબા ગાળાની મૂડીની…

વધુ વાંચો >

મૂડીરોકાણ પર વળતર

મૂડીરોકાણ પર વળતર : ધંધામાંથી વર્ષ દરમિયાન થયેલા નફા અને ધંધામાં રોકાણ કરેલી મૂડી વચ્ચેનો ગુણોત્તર. દરેક ધંધાદારી એકમનો મુખ્ય હેતુ મૂડીરોકાણ પર વળતર મેળવી પેઢીના ચોખ્ખા મૂલ્યમાં વધારો કરવાનો હોય છે. અમુક અપેક્ષિત એવું લઘુતમ વળતર પણ મળવાની શક્યતાઓ ન હોય તો સ્વાભાવિક રીતે જ મૂડીરોકાણ કરીને સાહસ ખેડવા…

વધુ વાંચો >

મૅનેજિંગ એજન્સી

મૅનેજિંગ એજન્સી : ભારતમાં વ્યાપારી કે ઔદ્યોગિક પેઢીઓની સ્થાપના અને સંચાલન કરનાર અને તે દ્વારા નફો કમાનાર વ્યક્તિઓનાં જૂથો. આ જૂથો ભાગીદારી પેઢી અથવા ખાનગી મર્યાદિત જવાબદારીવાળી મંડળીના સ્વરૂપે કામ કરતાં હતાં અને તેમના દ્વારા બૅંકો, મિલો, વહાણવટું, જાહેર ઉપયોગની સેવાઓ (public utilities), ખાણો, બગીચા-ઉદ્યોગો, મૂડીરોકાણ કરતાં ટ્રસ્ટો અને સુવાંગ…

વધુ વાંચો >

મેમોરૅન્ડમ ઑવ્ ઍસોસિયેશન

મેમોરૅન્ડમ ઑવ્ ઍસોસિયેશન : 1956ના કંપનીધારા હેઠળ કંપનીની સ્થાપના-સમયે કંપનીઓના રજિસ્ટ્રારની ઑફિસમાં નોંધાવવું પડતું આવેદનપત્ર. કંપનીની સ્થાપનાવિધિમાં તેનું આવેદનપત્ર ખૂબ જ મહત્વનો મૂળ દસ્તાવેજ ગણાય છે. તે કંપનીની સનદ અથવા બંધારણ છે. કંપની સાથે સંબંધ ધરાવતા બાહ્ય પક્ષકારો જેવા કે સરકાર, લેણદાર, બક તેમજ જાહેર જનતા માટે આ અગત્યનો દસ્તાવેજ…

વધુ વાંચો >

મેળવણીપત્રક

મેળવણીપત્રક : ધંધાદારીના હિસાબી ચોપડા મુજબ દેવાદાર/લેણદારના ખાતામાં તથા જે તે દેવાદાર/ લેણદારના હિસાબી ચોપડા મુજબ ધંધાદારીના ખાતામાં તફાવત જણાય અથવા ધંધાદારીના હિસાબી ચોપડા મુજબ બૅંક ખાતામાં તથા તેની બૅંક પાસબુકમાં તફાવત જણાય તો તેનાં કારણો શોધીને મેળવણી કરવા માટેનું પત્રક. ધંધામાં દેવાદારો અને લેણદારો હિસાબની પતાવટ કરવા માટે એકબીજાને…

વધુ વાંચો >

રસીદ

રસીદ : નાણાં સ્વીકારનારે જરૂરી નાણાં મળ્યા અંગેનો નાણાં ચૂકવનારને આપેલો સહીસિક્કાવાળો દસ્તાવેજ. ધંધાકીય જગતમાં શાખ ઉપર માલ વેચ્યા પછી માલ લેનાર બિલની રકમ ચૂકવે ત્યારે રકમ લેનાર લેણદાર રકમ મળ્યાની રસીદ આપતા હોય છે. આ રકમ બિલની રકમ જેટલી હોવી જોઈએ તેવું દરેક પ્રસંગે બનતું નથી. વટાવ, માલપરત અને…

વધુ વાંચો >

રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ નિગમ (National Industrial Development Corporation  (N.I.D.C.)

રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ નિગમ (National Industrial Development Corporation  (N.I.D.C.) : પાયાના ઉદ્યોગો શરૂ કરવામાં મદદરૂપ થવા ભારત સરકારે સ્થાપેલું નિગમ. ભારત સરકારે ઑક્ટોબર, 1954માં ખાનગી કંપની તરીકે રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ કૉર્પોરેશનની રૂપિયા એક કરોડની મૂડીથી સ્થાપના કરેલી. તેનું મુખ્ય મથક દિલ્હીમાં છે. ભારતીય અર્થતંત્રના વિકાસ માટે જે પાયાના ઉદ્યોગો જરૂરી…

વધુ વાંચો >

રાષ્ટ્રીય બચતપત્રો (N.S.C.)

રાષ્ટ્રીય બચતપત્રો (N.S.C.) : નાના બચતકારો પાસેથી ઋણ મેળવવા માટે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતાં બચતપત્રો. આ યોજના નાના બચતકારો માટે છે. તેનાં પ્રમાણપત્રો રૂ. 500, રૂ. 1,000, રૂ. 5,000, રૂ. 10,000ના ગુણાંકમાં મળે છે. આ બચતપત્રો સરકારનું ઋણ હોવાથી તેમનું વ્યાજ સરકાર આપે છે. સરકારની પ્રવૃત્તિઓ કલ્યાણરાજ્યના સિદ્ધાંત…

વધુ વાંચો >