અશ્વિની કાપડિયા

સ્ટૉક (જથ્થો)

સ્ટૉક (જથ્થો) : ધંધાદારીનો હાથ ઉપરનો નહિ વેચાયેલો કે નહિ વપરાયેલો માલ. ગુજરાતીમાં જેને જથ્થો કહેવામાં આવે છે તેને અંગ્રેજીમાં ‘સ્ટૉક’ કહે છે. ધંધાદારી સમાજ તો ‘જથ્થો’ શબ્દનો ઉપયોગ કરવાને બદલે ‘સ્ટૉક’ શબ્દનો ઉપયોગ કરે છે. ધંધાદારીના હાથ પરના નહિ વેચાયેલા અને નહિ વપરાયેલા માલને ‘સ્ટૉક’થી ઓળખવામાં આવે છે. ઉત્પાદકો…

વધુ વાંચો >

હિસાબી વ્યવસ્થા

હિસાબી વ્યવસ્થા : ધંધાને સ્પર્શતા જે બનાવો બને તેને નોંધવા માટેની વ્યવસ્થા. હિસાબી વ્યવસ્થા ધંધાકીય એકમના સંદર્ભે થતા વ્યવહારો અને બનાવોના નાણાકીય તેમજ આર્થિક પાસાંઓને નોંધવા માટેની પ્રવિધિ, પ્રથા, દસ્તાવેજોનો સંપુટ અને જાળવણી છે. જુદા જુદા સમયે જુદા જુદા દેશોમાં જે હિસાબી પ્રથાઓ અમલમાં મુકાઈ હતી તેમાં એકનોંધી હિસાબી પ્રથા…

વધુ વાંચો >