અર્થશાસ્ત્ર

બૅંકિંગ

બૅંકિંગ : ધિરાણ કરવાના અથવા રોકાણ કરવાના હેતુથી લોકો પાસેથી નાણાંના રૂપમાં થાપણો સ્વીકારવાનો અને આવી થાપણો મૂકનાર દ્વારા પરત માગવામાં આવે ત્યારે ચેક, ડ્રાફ્ટ અથવા અન્ય માન્ય રીતે તુરત જ અથવા નિશ્ચિત તારીખે પરત કરવાનો વ્યવસાય. નાણાંના રૂપમાં થાપણો સ્વીકારવી અને તેમાંથી ધિરાણ કરવું આ બે પ્રવૃત્તિઓને સામાન્ય અર્થમાં…

વધુ વાંચો >

બૅંકિંગ નિયમન ધારો

બૅંકિંગ નિયમન ધારો : ભારતમાં બૅંકિંગનો વ્યવસાય કરતી કંપનીઓનું નિયમન કરતો ધારો. 1936 સુધી બૅંકો હતી, પણ બૅંકિંગને લગતો અલગ ધારો નહોતો. બૅંકિંગનો ધંધો કરતી મર્યાદિત જવાબદારીવાળી મંડળીઓ 1913ના કંપની ધારા હેઠળ અસ્તિત્વમાં આવી હતી અને બૅંકિંગને લગતા વ્યવહારો કરતી હતી. ભાગીદારી પેઢી કે વૈયક્તિક માલિકીને માટે કરારના ધારા જેવા…

વધુ વાંચો >

બૅંકોની ધારાકીય સુરક્ષા

બૅંકોની ધારાકીય સુરક્ષા : ભારતમા બૅંકિંગનો વ્યવસાય કરતી સંસ્થાઓને વિવિધ કાયદાઓ દ્વારા અપાયેલું રક્ષણ. 1949 પહેલાં ભારતમાં બૅંકોને ધારાકીય સુરક્ષા નહિવત્ હતી. 1949માં બૅંકિંગ નિયંત્રણ ધારાથી બૅંકોને ધારાકીય સુરક્ષા આપવાનું શરૂ થયું. 1956માં કંપની ધારા અને તેના વખતોવખતના સુધારાથી મર્યાદિત જવાબદારીવાળી મંડળીઓની વ્યવસ્થાવાળી બૅંકોને વધારે પ્રમાણમાં ધારાકીય સુરક્ષા મળી. સહકારી…

વધુ વાંચો >

બોનસ

બોનસ : કામદારોને માલિકો દ્વારા ચૂકવવામાં આવતું વધારાનું વળતર. ઔદ્યોગિક કામદારોને તેમની કામગીરીના બદલામાં અમુક નિશ્ચિત રકમનું વેતન ચૂકવવામાં આવતું હોય છે; પરંતુ જ્યારે કામદારો સારી કામગીરી બજાવે અને તેને લીધે કારખાનાનો નફો વધે ત્યારે આવો વધારાનો નફો રળી આપવામાં કામદારોએ પણ મહત્વનું પ્રદાન કરેલું છે તેવી લાગણી વ્યક્ત કરવા…

વધુ વાંચો >

બોનસ-શૅર

બોનસ-શૅર : કંપનીના એકત્રિત થયેલા વર્ષોવર્ષના નફાનું મૂડીકરણ કરીને તેના પ્રત્યેક શૅરહોલ્ડરને વિના મૂલ્યે અને વરાડે આપવામાં આવેલાં શૅર-સર્ટિફિકેટ. મોટાભાગની પ્રગતિશીલ કંપનીઓ પોતાનો બધો જ નફો શૅરહોલ્ડરોને ડિવિડન્ડ તરીકે વહેંચતી નથી; પરંતુ નફાનો અમુક ભાગ અનામત ખાતે લઈ જાય છે જેથી ભવિષ્યમાં કોઈ આફત કે આકસ્મિક જરૂરિયાત ઊભી થાય તો…

વધુ વાંચો >

બોમલ, વિલિયમ જે.

બોમલ, વિલિયમ જે. (જ. 1922) : અમેરિકાની પ્રિન્સટન તથા ન્યૂયૉર્ક યુનિવર્સિટીઓમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તથા સામાજિક કલ્યાણના હિમાયતી ચિંતક. પૂર્વ યુરોપમાંથી અમેરિકામાં સ્થળાંતર કરી ગયેલાં યહૂદી માતાપિતાના પુત્ર. પિતા સન્નિષ્ઠ માર્ક્સવાદી હોવાથી ડાબેરી વિચારસરણી ધરાવતા બુદ્ધિજીવી જૂથમાં સક્રિય હતા. પરિણામે પુત્રને બાળપણથી જ ડાબેરી વિચારસરણીના બોધપાઠ મળેલા; તેમ છતાં તેઓ ગરીબીની…

વધુ વાંચો >

બોલ્ડિંગ, કેનેથ ઈ.

બોલ્ડિંગ, કેનેથ ઈ. (જ. 18 જાન્યુઆરી 1910, લિવરપૂલ, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડમાં જન્મેલા પરંતુ જેમની સમગ્ર વ્યાવસાયિક કારકિર્દી અમેરિકામાં વીતી એવા મુક્ત અર્થતંત્રના હિમાયતી અર્થશાસ્ત્રી. પિતા લિવરપૂલમાં પ્લંબરનો વ્યવસાય કરતા હતા. ત્યાં તેમણે માધ્યમિક શિક્ષણ લીધું અને ત્યારબાદ એક વર્ષ 1928માં ઑક્સફર્ડની ન્યૂ કૉલેજમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1932માં રાષ્ટ્રકુટુંબની શિષ્યવૃત્તિ લઈ…

વધુ વાંચો >

બૉહમ બેવર્ક, યુજીન વૉન

બૉહમ બેવર્ક, યુજીન વૉન (જ. 2 ડિસેમ્બર 1851, વિયેના–ઑસ્ટ્રિયા; અ. 18 જુલાઈ 1914, વિયેના) : ઑસ્ટ્રિયન વિચારસરણીના નામથી ઓળખાતી અર્થશાસ્ત્રની વિશિષ્ટ શાખાના સૌથી વધુ જાણીતા બનેલા અર્થવિદ્. વિયેના યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ જર્મનીની લાઇપઝિગ તથા જેના યુનિવર્સિટીઓમાં અર્થશાસ્ત્રનું અધ્યયન કર્યું. ત્યારપછી થોડાક સમય માટે ઇન્સબ્રુક યુનિવર્સિટીમાં અધ્યાપન…

વધુ વાંચો >

બ્યૂકૅનન, જેમ્સ મૅકગિલ

બ્યૂકૅનન, જેમ્સ મૅકગિલ (જ. 1919, મસ્ફ્રીબોરો, ટેનેસી, યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા) : અર્થશાસ્ત્ર માટેના 1986ના વર્ષના નોબેલ પારિતોષિક-વિજેતા તથા જાહેર પસંદગી સિદ્ધાંત(Public Choice Theory)ના સહપ્રણેતા. અર્થશાસ્ત્ર વિષય સાથે શિકાગો યુનિવર્સિટીની સ્નાતક તથા અનુસ્નાતક પદવીઓ પ્રાપ્ત કર્યા પછી વર્જિનિયા રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓ તથા ઉચ્ચ સ્તરની શિક્ષણસંસ્થાઓમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કામગીરી…

વધુ વાંચો >

બ્રહ્મભટ્ટ, નટવરલાલ મોતીલાલ

બ્રહ્મભટ્ટ, નટવરલાલ મોતીલાલ (જ. 26 નવેમ્બર 1927) : અર્થશાસ્ત્ર તેમજ કાયદાના નિષ્ણાત; ઉદ્યોગસંચાલક અને સંસ્કારસેવક. વતન જંઘરાળ, તા. જિ. પાટણ. માતા મણિબહેન ધાર્મિક વિદુષી મહિલા. પિતા મોતીલાલ. ઇન્દુબહેન સાથે 1947માં લગ્ન થયું. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ પાટણ હાઈસ્કૂલમાંથી. મૅટ્રિકની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટીમાંથી ત્રીજા નંબરે અને ગુજરાતમાંથી પ્રથમ નંબરે પાસ કરી. અભ્યાસ…

વધુ વાંચો >