અર્થશાસ્ત્ર
પેદાશ (product)
પેદાશ (product) : કોઈ પણ જરૂરિયાત (want) સંતોષવાની ક્ષમતા કે શક્તિ ધરાવતા મૂર્ત ભૌતિક પદાર્થો કે અમૂર્ત સેવાઓ. પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા તથા સુવિધાપૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી પદાર્થો અને સેવાઓનું ઉત્પાદન પેદાશ કહેવાય છે. પ્રત્યેક પેદાશ વપરાશમૂલ્ય અને વિનિમય-પાત્રતા ધરાવે છે તેમજ તેના તરફ ગ્રાહકનું ધ્યાન દોરી શકાય છે. પેદાશની…
વધુ વાંચો >પૅરેટો-શરતો
પૅરેટો–શરતો : ઇટાલીના અર્થશાસ્ત્રી પૅરેટો(1848-1923)એ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર માટે રજૂ કરેલી શરતો, જેનું પાલન થાય તો સમાજમાં સંતોષની સપાટી મહત્તમ કક્ષાએ પહોંચે. એ એક એવી સ્થિતિ છે જેમાં એક વ્યક્તિને મળતા સંતોષમાં ઘટાડો કર્યા વિના બીજી વ્યક્તિને મળતા સંતોષમાં વધારો ન થઈ શકે. તેને પૅરેટો-ઇષ્ટતા પણ કહેવામાં આવે છે. આ માટે…
વધુ વાંચો >પૈસો
પૈસો : ભારતમાં પ્રાચીન કાળમાં નાના મૂલ્ય માટે પ્રચલિત તાંબાનો સિક્કો. એમાં કાર્ષાપણ 80 રતીનો, પાષ 5 રતીનો અને કાકણી 1 રતીનો તોલ ધરાવતાં. મુઘલ કાળમાં શેરશાહ સૂરીએ ચાંદીના ‘રૂપૈયા’ અને તાંબાના ‘પૈસા’ નામે સિક્કા પડાવ્યા. ત્યારથી આ બંને નામ ભારતમાં પ્રચલિત રહ્યાં છે. 1835માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના…
વધુ વાંચો >પૉઇન્ટ ફોર પ્રોગ્રામ
પૉઇન્ટ ફોર પ્રોગ્રામ : એશિયા, આફ્રિકા અને લૅટિન અમેરિકાના વિકાસશીલ દેશો માટે ટૅકનિકલ અને આર્થિક સહાયનો ખાસ કાર્યક્રમ. 20 જાન્યુઆરી, 1949ના રોજ અમેરિકાના પ્રમુખ હૅરી એસ. ટ્રુમાનના શપથગ્રહણ પ્રસંગે કરવામાં આવેલ ઉદબોધનનો ચોથો મુદ્દો આને લગતો હોઈને પાછળથી આ કાર્યક્રમને ‘પૉઇન્ટ ફોર પ્રોગ્રામ’ તરીકે ઓળખવામાં આવ્યો. 1950માં અમેરિકન ‘કૉંગ્રેસ’ની અનુમતિ…
વધુ વાંચો >પ્રજનનદર (fertility rate)
પ્રજનનદર (fertility rate) : બાળકોને જન્મ આપી શકે એવી દર 1,000 સ્ત્રીઓ દીઠ દર વર્ષે જીવંત જન્મતાં બાળકોની સરેરાશ સંખ્યા. આને સામાન્ય પ્રજનન દર (general fertility rate) તરીકે ઓળખવામાં આવે છે અને તે સામાન્ય રીતે 15થી 49 વર્ષની વયજૂથની સ્ત્રીઓના સંદર્ભમાં ગણવામાં આવે છે. દેશમાં વસ્તીવૃદ્ધિનાં ભાવિ વલણો જાણવાની ર્દષ્ટિએ…
વધુ વાંચો >પ્રત્યાવર્તન (repatriation)
પ્રત્યાવર્તન (repatriation) : વિદેશમાં રોકવામાં આવેલી મૂડીનું પોતાના દેશમાં પ્રત્યાગમન. મૂડીવાદી વિચારસરણી ધરાવતા સાહસિકો પોતાની મૂડીનું સ્વદેશમાં રોકાણ કર્યા પછી પણ તેમની પાસે વધારાની મૂડી બચતી હોય તો તેનું અન્ય વિદેશી રાષ્ટ્રોમાં રોકાણ કરીને વધારે નફો કરવાનું વલણ ધરાવતા હોય છે. આવી પ્રક્રિયામાં વિદેશી હૂંડિયામણની સમસ્યા તથા અસાધારણ સંજોગોમાં વિદેશમાં…
વધુ વાંચો >પ્રવાસી ચેક (traveller´s cheque)
પ્રવાસી ચેક (traveller´s cheque) : મુસાફરી દરમિયાન પોતાનાં નાણાંની સુરક્ષિતતા માટે પ્રવાસીને બૅંકો દ્વારા પૂરું પાડવામાં આવતું શરાફી સાધન. તે નાણાંની સુરક્ષિત હેરફેર માટેનું અગત્યનું સાધન છે. લાંબા સમયના કે લાંબા અંતરના પ્રવાસ માટે નીકળેલા પ્રવાસીને માટે મોટા પ્રમાણમાં રોકડ નાણાં સાથે લઈ જવામાં દેખીતી રીતે જોખમ હોય છે, જે…
વધુ વાંચો >પ્રશાસિત કિંમતો (administered prices)
પ્રશાસિત કિંમતો (administered prices) : ખાનગી કે જાહેર ક્ષેત્રની નાની કે મોટી પેઢી પોતે નક્કી કરેલા સમયગાળા માટે પોતાની પેદાશની જે કિંમત નક્કી કરે તે. કિંમત નક્કી કરવાની આવી શક્તિ ઇજારદાર પેઢી, અલ્પસંખ્ય પેઢીઓને હસ્તક ઇજારદારો, પેઢીઓએ રચેલાં કાર્ટેલો અને સરકારી સાહસો ધરાવતાં હોય છે. મહત્ત્વની બાબત એ છે કે…
વધુ વાંચો >પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર
પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર : મુક્ત અર્થતંત્રમાં શ્રદ્ધા ધરાવતી અર્થશાસ્ત્રની શાખા. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રનો પ્રારંભ 1776માં ઍડમ સ્મિથે ‘ઍન ઇન્ક્વાયરી ઇન-ટુ ધ નેચર ઍન્ડ કૉઝિઝ ઑવ્ વેલ્થ ઑવ્ નેશન્સ’ નામનું પુસ્તક લખ્યું ત્યારથી થયો ગણી શકાય. આ પુસ્તકમાં ચીજવસ્તુઓ, સેવાઓ વગેરેનાં ઉત્પાદન, વહેંચણી, વિનિમય અંગેના આર્થિક સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા. આ પુસ્તક પાંચ…
વધુ વાંચો >પ્રેબિશ, રાઉલ ડી.
પ્રેબિશ, રાઉલ ડી. (જ. 1901 – ) : રાષ્ટ્રસંઘના નેજા હેઠળની ‘અન્કટાડ’ (UNCTAD) જેવી સંસ્થાને પ્રેરક બળ પૂરું પાડતા વિખ્યાત અર્થશાસ્ત્રી. દક્ષિણ અમેરિકાના ચીલી દેશમાં જન્મેલા આ અર્થશાસ્ત્રી આંતરરાષ્ટ્રીય વ્યાપાર તથા વિકાસલક્ષી અર્થશાસ્ત્રના નિષ્ણાત ગણાય છે. તેમણે શરૂઆતનું શિક્ષણ પોતાના દેશમાં અને ઉચ્ચ શિક્ષણ અમેરિકામાં લીધું. અર્થશાસ્ત્રમાં ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફી(Ph.D.)ની…
વધુ વાંચો >