અર્થશાસ્ત્ર
ડેબ્રો, જિરાર્ડ
ડેબ્રો, જિરાર્ડ (જ. 4 જુલાઈ 1921, કૅલે, ફ્રાન્સ; અ. 31 ડિસેમ્બર, 2004, પૅરિસ) : 1983નું અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનાર વિખ્યાત ફ્રેન્ચ અર્થશાસ્ત્રી. પૅરિસ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ સાયન્સની ઉપાધિ 1949માં મેળવ્યા બાદ પોસ્ટ-ડૉક્ટોરલ સ્કૉલર તરીકે વધુ સંશોધનાર્થે અમેરિકા ગયા. 1950–55 દરમિયાન શિકાગો યુનિવર્સિટી સાથે સંલગ્ન કાઉલ્સ ફાઉન્ડેશન ફૉર ઇકૉનૉમિક રિસર્ચ ખાતે…
વધુ વાંચો >ડોઝ, ચાર્લ્સ
ડોઝ, ચાર્લ્સ (જ. 27 ઑગસ્ટ 1865 મેરીયેટ્ટા, ઓહાયો; અ. 23 એપ્રિલ 1951 ઇવાનસ્ટોન, ઇલીનૉય) : જર્મન અર્થતંત્રમાં ફુગાવા સામે સ્થિરતા માટેની એક કાર્યકારી યોજના દ્વારા યુરોપીય અર્થતંત્રમાં સ્થિરતા લાવનાર અને મુત્સદ્દી. ઇંગ્લૅન્ડના ઑસ્ટિન ચેમ્બરલીનની સાથે સંયુક્ત રીતે તેમને 1925નું શાંતિનું નોબેલ પારિતોષિક મળ્યું હતું. વર્સાઈની સંધિ મુજબ યુદ્ધની નુકસાની અંગે…
વધુ વાંચો >ડૉબ, મૉરિસ હર્બર્ટ
ડૉબ, મૉરિસ હર્બર્ટ (જ. 24 જુલાઈ 1900, લંડન; અ. 17 ઑગસ્ટ 1976, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : વિખ્યાત અંગ્રેજ અર્થશાસ્ત્રી અને માર્કસવાદી વિચારક. કેમ્બ્રિજ તથા લંડનમાં શિક્ષણ લીધા પછી તે 1924માં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જોડાયા. માત્ર તેમના જીવનકાળ દરમિયાન જ નહિ, પરંતુ સોવિયેત સંઘના વિઘટન (1990) સુધી તેમના વિચારોએ વિશ્વના…
વધુ વાંચો >ડૉલર
ડૉલર : વિશ્વના કેટલાક દેશોનું મુખ્ય ચલણ તથા આંતરરાષ્ટ્રીય વિનિમયનું પ્રમુખ માધ્યમ. કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, હૉંગકૉંગ, સિંગાપોર, અમેરિકા વગેરે પંદરેક જેટલા દેશોના ચલણનું નામ ડૉલર છે; પરંતુ આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવહારોમાં ડૉલર એટલે અમેરિકાનું નાણું એમ જ સમજવામાં આવે છે કારણ કે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાનો ડૉલર અનૌપચારિક રીતે આંતરરાષ્ટ્રીય નાણું…
વધુ વાંચો >તટસ્થ રેખા
તટસ્થ રેખા (indifference curve) : ગ્રાહકના વર્તનને વાસ્તવિક અને બુદ્ધિગમ્ય ભૂમિકા પર મૂકી તેનું તર્કશુદ્ધ વિશ્લેષણ કરવાના હેતુથી વિકસાવવામાં આવેલ અભિગમ. વસ્તુમાં ઘટતા સીમાંત તુષ્ટિગુણની ધારણા ઉપર આધારિત માંગના નિયમની કેટલીક મર્યાદા છે. તુષ્ટિગુણનો વિચાર વ્યક્તિસાપેક્ષ છે અને તેનું પ્રત્યક્ષ નિરીક્ષણ શક્ય નથી. બીજું, એક વસ્તુમાંથી મળતો તુષ્ટિગુણ, ફક્ત તે…
વધુ વાંચો >તરલતા-પસંદગીનો સિદ્ધાંત
તરલતા-પસંદગીનો સિદ્ધાંત : બ્રિટિશ અર્થશાસ્ત્રી કેઇન્સનો સંપત્તિનાં અન્ય સ્વરૂપોને બદલે નાણાંના રૂપમાં સંપત્તિને પસંદ કરવાના વિકલ્પનો સિદ્ધાન્ત. તરલતા-પસંદગીના ખ્યાલનો ઉપયોગ તેમણે વ્યાજના દર માટેની સમજૂતી આપવા માટે કર્યો હતો. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ વ્યાજનો દર બચતોના પુરવઠા અને બચતો માટેની (મૂડીરોકાણ માટેની) માંગ દ્વારા નક્કી થાય છે એવો સિદ્ધાંત રજૂ કર્યો હતો.…
વધુ વાંચો >તાતા, જહાંગીર રતનજી દાદાભાઈ
તાતા, જહાંગીર રતનજી દાદાભાઈ (જ. 29 જુલાઈ 1904, પૅરિસ; અ. 30 નવેમ્બર 1993, જિનીવા) : ભારતના પ્રથમ પંક્તિના ઉદ્યોગપતિ. જમશેદજી તાતાના પિતરાઈ ભાઈ (રતનજી દાદાભાઈ)ના પુત્ર. તેમનો જન્મ રતનજી તાતાની ભારતીય પારસી પરંપરાને સંપૂર્ણ સ્વીકારનાર ફ્રેંચ પત્ની સુઝેનની કૂખે થયો હતો. બાળપણ ત્રણ બહેનો સાથે ફ્રાંસ અને મુંબઈ વચ્ચે વિતાવ્યું.…
વધુ વાંચો >તાળાબંધી
તાળાબંધી (lock-out) : કારખાનાના માલિક દ્વારા કામચલાઉ કામ બંધ કરવાનું જાહેર કરવામાં આવે અથવા કામદારોને કામ નહિ કરવા માટે જણાવવામાં આવે અથવા માલિક દ્વારા કામદારોને કામ પર આવવાની મનાઈ ફરમાવવામાં આવે તેવી પરિસ્થિતિ. તાળાબંધી અને હડતાળ વિરોધાભાસી પરિસ્થિતિઓ છે. કામદારો પોતાની માગણીઓનો માલિક દ્વારા અસ્વીકાર કરવામાં આવે ત્યારે કામ નહિ…
વધુ વાંચો >તિજોરીપત્ર
તિજોરીપત્ર (treasury bill) : સરકારને અલ્પકાલીન લોન આપનારને સમયસર નાણાં ચૂકવવા અંગે સરકાર દ્વારા અપાતી વચનચિઠ્ઠી. પોતાને ટૂંકા ગાળા માટે ત્રણ કે છ માસ માટે, નાણાં ધીરનારને મુદત પૂરી થયે મુકરર તારીખે નાણાં ચૂકવવામાં આવશે એ મતલબની સરકાર દ્વારા આપવામાં આવતી વચનચિઠ્ઠી. એને ધારણ કરનાર ચોક્કસ તારીખે સરકાર પાસેથી દાર્શનિક…
વધુ વાંચો >તુર્ગો, એન-રૉબર્ટ-જેક્વેસ
તુર્ગો, એન-રૉબર્ટ-જેક્વેસ (જ. 10 મે, 1727 પૅરિસ, અ. 18 માર્ચ 1781 પૅરિસ) : અઢારમી સદીના ફ્રેન્ચ મુત્સદ્દી, અર્થશાસ્ત્રી તથા સમાજસુધારક. જન્મ જૂના નૉર્મન કુટુંબમાં. તેમના કુટુંબની વ્યક્તિઓએ રાજ્યમાં મહત્વના વહીવટી હોદ્દાઓ ભોગવ્યા હતા. તેમના પિતા માઇકલ એટીને પૅરિસની નગરપાલિકાના વહીવટી વડા હતા. 1743માં તુર્ગો સેમિનાર દ સેઇન્ટ અલ્પાઇસમાં પાદરી થવા…
વધુ વાંચો >