અર્થશાસ્ત્ર

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ…

વધુ વાંચો >

ગુણક

ગુણક : સ્વાયત્ત મૂડીરોકાણમાંના ફેરફાર અને તેને લીધે રાષ્ટ્રીય આવકમાં થતા ફેરફાર વચ્ચેનું પ્રમાણ. આ પ્રકારનો ફેરફાર સમાજના વપરાશી ખર્ચમાં થતા ફેરફાર મારફત થતો હોય છે. જાહેર મૂડીરોકાણની રોજગારી પર પડતી અનુકૂળ અસરો સમજાવવા અંગે ગુણકનો વિચાર ઉદભવ્યો હતો; પરંતુ હવે તેનો ઉપયોગ ચાલુ આવકમાં બહારથી વધારાની ખરીદશક્તિ ઉમેરવાથી ઊભી…

વધુ વાંચો >

ગુપ્ત અનામતો

ગુપ્ત અનામતો : વેપારી પેઢી કે કંપનીના સરવૈયામાં બતાવવામાં આવેલી ચોખ્ખી મિલકત કરતાં વાસ્તવિક મિલકત વધારે હોય તો તે બંને વચ્ચેના તફાવત દ્વારા અપ્રગટ રીતે ઊભી થતી અનામત. કુલ મિલકતમાંથી દેવાં બાદ કરવાથી જે રકમ નક્કી થાય તે (એટલે કે મૂડી અને ફંડોની રકમોનો સરવાળો) ચોખ્ખી મિલકત કહેવાય છે. ચોખ્ખી…

વધુ વાંચો >

ગૅટ (General Agreement on Tariffs and Trade – GATT)

ગૅટ (General Agreement on Tariffs and Trade – GATT) : દુનિયાના 23 દેશોએ 1947માં આંતરરાષ્ટ્રીય વેપાર અને આયાત-જકાત અંગે એક સમજૂતી કરી હતી, જે ‘ગૅટ’ના નામે પ્રસિદ્ધ છે. દુનિયામાં ભૌતિક ચીજવસ્તુઓનો જે વેપાર થાય છે તેમાં ગૅટના સભ્ય દેશોનો હિસ્સો 90 %થી અધિક હતો. આ સમજૂતીનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય વેપાર માટે…

વધુ વાંચો >

ગૅરંટી (underwriting) (શૅરો અને ડિબેન્ચરો)

ગૅરંટી (underwriting) (શૅરો અને ડિબેન્ચરો) : કોઈ કંપનીએ ભરણા માટે પ્રસ્તુત કરેલા શૅરો અને ડિબેન્ચરો ન ભરાય તે જોખમ સામે રક્ષણરૂપે કરવામાં આવતો કરાર. જે વ્યક્તિ કે સંસ્થા ચોક્કસ સમયમર્યાદામાં સંપૂર્ણ અથવા અંશત: શૅરો અને ડિબેન્ચરોના વેચાણ માટેની ખાતરી આપે તે વ્યક્તિ કે સંસ્થા બાંયધરી આપનાર કહેવાય છે. શૅરો અને…

વધુ વાંચો >

ગોસેન, હર્મન હેન્રિક

ગોસેન, હર્મન હેન્રિક (જ. 7 સપ્ટેમ્બર 1810, ડ્યૂરેન; અ. 13 ફેબ્રુઆરી 1858, કોલોન, જર્મની) : જર્મન અર્થશાસ્ત્રી. કાયદાના અભ્યાસ પછી સરકારી નોકરીમાં જોડાયા. 1847માં અર્થશાસ્ત્રના અધ્યયન તરફ વળ્યા. 1854માં તેમના ગ્રંથમાં તેમણે ગ્રાહકના વર્તન અંગેના ત્રણ સિદ્ધાંતોની રજૂઆત કરી છે : (1) પૂર્ણ તૃપ્તિના બિંદુ સુધીના ઉપભોગની પ્રક્રિયા દરમિયાન ગ્રાહક…

વધુ વાંચો >

ગ્રામધિરાણ

ગ્રામધિરાણ : ગ્રામવિસ્તારમાં કૃષિ ઉત્પાદન અને અન્ય ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ માટે ગ્રામજનોએ લેવું પડતું ધિરાણ. પ્રત્યેક ઉત્પાદકીય પ્રવૃત્તિ માટે નાણાકીય સાધનો એક અગત્યની જરૂરિયાત હોય છે. ખેતી અને ગ્રામવિસ્તારના અન્ય વ્યવસાયો તેમાં અપવાદરૂપ નથી. ભારતના ગ્રામવિસ્તારમાં ખેતી અને આનુષંગિક વ્યવસાયો દેશના અર્થતંત્રમાં પ્રાધાન્ય ભોગવે છે. મોટા ભાગના ગ્રામજનો પરંપરાગત…

વધુ વાંચો >

ગ્રામીણ બૅંક

ગ્રામીણ બૅંક : ભારતના ગ્રામીણ અર્થતંત્રના ઝડપી વિકાસ દ્વારા સમતોલ પ્રાદેશિક વિકાસ તથા રાષ્ટ્રીય આવકની ન્યાયી વહેંચણીના સિદ્ધાંતોને સાકાર કરવા ઊભી કરવામાં આવેલી વિશિષ્ટ બૅંકો. ભારતના અર્થતંત્રમાં ગ્રામવિકાસની આવશ્યકતાને અનુલક્ષીને ભારત સરકારે 1969માં આર. જી. સરૈયાના પ્રમુખપદે બૅંકિંગ કમિશનની રચના કરી, જેનો અહેવાલ 1972માં સરકાર સમક્ષ રજૂ થયો. તદનુસાર ભારતના…

વધુ વાંચો >

ગ્રાહકનું વર્તન

ગ્રાહકનું વર્તન : મહત્તમ તુષ્ટિગુણ મેળવવા માટેનો આર્થિક વ્યવહાર. માનવી અર્થપરાયણ છે અને તે પોતાનાં ટાંચાં સાધનોનો ઉપયોગ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે એવી રીતે કરે છે કે જેથી ઓછામાં ઓછા ભોગે વધુમાં વધુ આર્થિક લાભ હાંસલ કરી શકે. ગ્રાહકના આર્થિક વર્તન અંગેનો ખ્યાલ મુખ્યત્વે બે ધારણાઓ પર રચાયેલો છે…

વધુ વાંચો >