અમિતાભ મડિયા

સોતાત્સુ તાવારાયા (Sotatsu Tawaraya)

સોતાત્સુ, તાવારાયા (Sotatsu, Tawaraya) (જ. 1576, ક્યોટો, જાપાન; અ. 1643, ક્યોટો, જાપાન) : માત્ર સફેદ, રાખોડી (ગ્રે) અને કાળા રંગો વડે નિસર્ગ અને સારસ પંખીઓ આલેખવા માટે જાણીતા જાપાની ચિત્રકાર. ઓગાતા કોરિન અને હોનામી કોએત્સુ સાથે તેમણે ચીની પ્રભાવ ટાળીને મૌલિક જાપાની શૈલીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. વર્ષા, વાવાઝોડા,…

વધુ વાંચો >

સોદોમા જિયોવાની ઍન્તૉનિયો બાત્ઝી (Sodoma Giovanni Antonio Bazzi)

સોદોમા, જિયોવાની ઍન્તૉનિયો બાત્ઝી (Sodoma, Giovanni Antonio Bazzi) (જ. 1477, વેર્ચેલી, ઇટાલી; અ. 1549, ઇટાલી) : ઇટાલિયન રેનેસાં-ચિત્રકાર. એમના કલાશિક્ષણ વિશે માહિતી મળતી નથી. પિયેન્ઝા ખાતે સાન્તા આના ચૅપલમાં અને મૉન્તેઓલિવેતો મૅગ્યોરે કૉન્વેન્ટ(Monteoliveto Maggiore Convent)માં એમણે 1503થી 1508 સુધી ભીંતચિત્રો આલેખેલાં. તેમાં ઇટાલિયન રેનેસાં-ચિત્રકારો લિયૉનાર્દો દ વિન્ચી, પિન્તુરિકિયો (Pinturicchio) અને…

વધુ વાંચો >

સોનાવણે સામેન્દુ

સોનાવણે, સામેન્દુ (જ. 1956, જળગાંવ, મહારાષ્ટ્ર, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ બાદ તેમણે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલા-અભ્યાસ કરીને 1978માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ત્યાર બાદ તેમણે મુંબઈ, ઔરંગાબાદ અને પુણેમાં તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં છે. મુંબઈની આર્ટ સોસાયટી ઑવ્ ઇન્ડિયાએ તેમનું સન્માન કર્યું છે.…

વધુ વાંચો >

સોમર્સ હૅરી

સોમર્સ, હૅરી (જ. 1925, કૅનેડા) : આધુનિક કૅનેડિયન સંગીતકાર અને સ્વરનિયોજક. ટૉરન્ટો ખાતે સંગીતનિયોજક વીન્ઝવીગ (Weinzweig) પાસે તેમણે તાલીમ લીધી. ત્યારબાદ સાન ફ્રાન્સિસ્કો જઈ પિયાનિસ્ટ રૉબર્ટ શ્મિટ્ઝ પાસેથી પિયાનોવાદનની તાલીમ લીધી. એ પછી સોમર્સે પૅરિસ જઈ પ્રસિદ્ધ ફ્રેંચ સંગીતકાર અને સંગીતનિયોજક મિલ્હોડ પાસેથી સંગીતનિયોજનની વધુ તાલીમ લીધી. 1945માં ટૉરન્ટો પાછા…

વધુ વાંચો >

સોમેસ માઇકેલ (જ્યૉર્જ) [Somes Michael (George)]

સોમેસ, માઇકેલ (જ્યૉર્જ) [Somes, Michael (George)] [જ. 28 સપ્ટેમ્બર 1917, હોર્સ્લી (Horsely), ગ્લૉસેસ્ટરશાયર, (Gloucestershire), ઇંગ્લૅન્ડ] : પ્રશિષ્ટ અને આધુનિક બૅલે-નૃત્યોના પ્રખ્યાત બ્રિટિશ નર્તક તથા રૉયલ બૅલે કંપનીના કોરિયોગ્રાફર. પ્રસિદ્ધ બૅલે-નર્તકી મેર્ગોટ ફોન્ટેઇન સાથે તેમણે ઘણાં નૃત્યોમાં નૃત્ય કરેલું. 1934માં સોમેસે સેડ્લર્સ વેલ્સ સ્કૂલ ખાતે બૅલે-નૃત્યનો અભ્યાસ કર્યો. ત્યાં અભ્યાસ કરનાર…

વધુ વાંચો >

સોરોલા ઈ બાસ્ટિડા જોઆકીન

સોરોલા, ઈ બાસ્ટિડા જોઆકીન (Sorolla, Y Bastida Joaquin) [જ. 1865, વાલેન્ચિયા (Valencia), સ્પેન; અ. 1923] : સ્પૅનિશ રંગદર્શી ચિત્રકાર. માનવીના મૂળભૂત મનોભાવોને વાચા આપતાં લાગણીસભર ચિત્રો આલેખવા માટે તેઓ જાણીતા છે. પૅરિસ તથા રોમમાં કલા-અભ્યાસ કરીને તેમણે તેમનું પ્રથમ વૈયક્તિક ચિત્ર-પ્રદર્શન પૅરિસમાં 1906માં યોજ્યું હતું. તેમાં તેમનાં 500 ચિત્રો પ્રદર્શિત…

વધુ વાંચો >

સોલંકી વૃંદાવન

સોલંકી, વૃંદાવન (જ. 1947) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફેકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં કલાનો અભ્યાસ શરૂ કર્યો. અહીં જ્યોતિ ભટ્ટ અને ગુલામ મોહમ્મદ શેખ તેમના ગુરુ હતા. અભ્યાસ દરમિયાન બૉમ્બે આર્ટ સોસાયટીની એક વાર્ષિક ચિત્રહરીફાઈમાં ઇનામ મળતાં તેમનો આત્મવિશ્વાસ એટલો દૃઢ થયો કે…

વધુ વાંચો >

સોલારિયો આન્દ્રેઆ (Solario Andrea)

સોલારિયો, આન્દ્રેઆ (Solario, Andrea) (જ. આશરે 1465, લૉમ્બાર્દી, ઇટાલી; અ. 1524 પહેલાં) : ઇટાલિયન રેનેસાં-ચિત્રકાર. પોતાના શિલ્પી ભાઈ ક્રિસ્તોફેરો સોલારિયો પાસે તેમણે ચિત્રકલા અને શિલ્પકલાની તાલીમ લીધી. 1491માં તેમણે ભાઈ ક્રિસ્તોફેરો સાથે વેનિસની યાત્રા કરી. વેનિસમાં ચિત્રકાર ઍન્તૉનેલો દા મેસિના(Antonello da Messina)નાં ચિત્રો જોયાં એની દૂરગામી અસર તેમના સર્જન પર…

વધુ વાંચો >

સોલિમેના ફ્રાન્ચેસ્કો (Solimena Francesco)

સોલિમેના, ફ્રાન્ચેસ્કો (Solimena, Francesco) (જ. 1657, ઇટાલી; અ. 1747, ઇટાલી) : ઇટાલિયન બરોક ચિત્રકાર. પિતા ઍન્જેલો સોલેમિના (1629–1716) પાસે તે ચિત્રકલાની તાલીમ પામ્યા. એ પછી ચિત્રકાર ફ્રાન્ચેસ્કો દિ મારિયા પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી. નેપલ્સ ખાતે સાન્તા પાઓલો મેગ્યોરી(Santa Paolo Maggiore)માં 1689–90માં તેમણે ભીંતચિત્રો ચીતર્યાં. ત્યારથી એમની પ્રતિષ્ઠા થઈ. આ…

વધુ વાંચો >

સૉલ્તી જોર્જ (સર)

સૉલ્તી, જોર્જ (સર) (જ. 21 ઑક્ટોબર 1912, બુડાપેસ્ટ, હંગેરી; અ. 5 સપ્ટેમ્બર 1997) : હંગેરિયન વાદ્યવૃંદ-સંચાલક (conductor). ચૌદ વરસની ઉંમરે તેમણે બુડાપેસ્ટ ખાતે લિઝ્ટ (Liszt) એકૅડેમી ખાતે પ્રસિદ્ધ હંગેરિયન સંગીતકારો બેલા બાતૉર્ક અને ઝોલ્ટાન કૉડાલેની પાસે ચાર વરસ સુધી સંગીતનો અભ્યાસ કર્યો. અઢાર વરસની ઉંમરે તેઓ બુડાપેસ્ટ ઑપેરામાં એક વાદક…

વધુ વાંચો >