અમિતાભ મડિયા
સાલ્વિયાતી ફ્રાન્ચેસ્કો
સાલ્વિયાતી, ફ્રાન્ચેસ્કો (જ. 1510, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 1563) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. મૂળ નામ ફ્રાન્ચેસ્કો રૉસી. પિતા માઇકેલાન્યાલો (Michelaynalo) રૉસી વણકર હતા અને પુત્ર ફ્રાન્ચેસ્કોને પણ વણકર જ બનાવવા માગતા હતા, પણ ફ્રાન્ચેસ્કોને વણકરની વણાટકલામાં કોઈ જ દિલચસ્પી હતી નહિ; તેથી તેણે એક સોની હેઠળ સુવર્ણકલાના પાઠ લેવા માંડ્યા. એ હજી…
વધુ વાંચો >સાવોનારોલા જિરોલામો
સાવોનારોલા, જિરોલામો (Savonarola Girolamo) (જ. 1452, ફેરારા, ઇટાલી; અ. 1498, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંસ-વિરોધી વિચારધારા ધરાવવા માટે જાણીતા રેનેસાંસ-યુગના પ્રખર રૂઢિચુસ્ત ડૉમિનિકન ખ્રિસ્તી સાધુ અને પાદરી. પંદરમી સદીના ફ્લૉરેન્સના રાજકારણમાં એમણે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. જિરોલામો સાવોનારોલા ફ્લૉરેન્સના એક પ્રામાણિક અને નિષ્ઠાવાન પાદરી હોવા સાથે લિયૉનાર્દો દ વિન્ચી અને માઇકેલૅન્જેલોના…
વધુ વાંચો >સાસેતા
સાસેતા (જ. ચૌદમી-પંદરમી સદી, ઇટાલી; અ. આશરે 1450, સિયેના, ઇટાલી) : ઇટાલીનો પંદરમી સદીનો નામી ગૉથિક ચિત્રકાર. મૂળ નામ સ્તેફાનો દિ જિયોવાની. સિયેના ખાતે સાસેતાએ ચિત્રકળાની તાલીમ લીધી હોય તેમ માનવામાં આવે છે. સિયેના ખાતે આર્તે દેલા લાના ચર્ચમાં વેદી પર મૂકવા માટેનું ચિત્ર તેમણે 1423થી 1426 સુધીમાં ચીતર્યું. ત્યારપછી…
વધુ વાંચો >સાસોફેરાતો જિયોવાની બાતિસ્તા સાલ્વી
સાસોફેરાતો, જિયોવાની બાતિસ્તા સાલ્વી (જ. 1609, સાસોફેરાતો, ઇટાલી; અ. 1685) : ઇટાલિયન બરોક-ચિત્રકાર. એવું અનુમાન કરવામાં આવે છે કે નેપલ્સમાં ચિત્રકાર દોમેનિકિનો પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી હતી. એ પછી 1641માં તેમણે રોમ જઈને ચિત્રકારની કારકિર્દી શરૂ કરી. સાસોફેરાતોએ આલેખેલ મધર મેરીનું ચિત્ર રોમના સાન્તા સાબિના ચેપલ માટે તેમણે ચીતરેલ…
વધુ વાંચો >સિકર્ટ વૉલ્ટર રિચાર્ડ
સિકર્ટ, વૉલ્ટર રિચાર્ડ (જ. 31 મે 1860, મ્યૂનિક, જર્મની; અ. 22 જાન્યુઆરી 1942, બાથ, સમર્સેટ, બ્રિટન) : બ્રિટનના અગ્રણી પ્રભાવવાદી ચિત્રકાર. 1881માં લંડન ખાતેની સ્લેડ સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકલાના અભ્યાસ માટે સિકર્ટ દાખલ થયા. 1882માં તેઓ અમેરિકન પ્રભાવવાદી ચિત્રકાર વિસ્લરના શિષ્ય બન્યા. વૉલ્ટર રિચાર્ડ સિકર્ટ 1883માં તેઓ પૅરિસ ગયા અને…
વધુ વાંચો >સિક્વિરોસ ડૅવિડ ઍલ્ફારો (Siqueiros, David Alfaro)
સિક્વિરોસ, ડૅવિડ ઍલ્ફારો (Siqueiros, David Alfaro) (જ. 1898, ચિહુઆહુઆ, મૅક્સિકો; અ. 1974) : ડાબેરી વિચારસરણી ધરાવતો આધુનિક મૅક્સિકન ચિત્રકાર. આધુનિક મૅક્સિકન ભીંતચિત્ર-પરંપરાના ઘડવૈયાઓની ત્રિપુટીમાં રિવેરા અને ઓરોઝ્કો સાથે સિક્વિરોસની ગણના થાય છે. ડૅવિડ ઍલ્ફારો સિક્વિરોસ મૅક્સિકો શહેરની પ્રિપૅરટરી શાળામાં અભ્યાસ કરતાં કરતાં જ તેર વરસની ઉંમરે સિક્વિરોસે રાત્રિશાળામાં ચિત્રકલાનો અભ્યાસ…
વધુ વાંચો >સિગર્સ ગેરાર્ડ
સિગર્સ, ગેરાર્ડ (જ. 1591, ફ્લેન્ડર્સ; અ. 1651) : ફ્લેમિશ ચિત્રકાર. એવું અનુમાન કરવામાં આવે છે કે ઍન્ટવર્પમાં ફ્લેમિશ ચિત્રકારો એબ્રાહમ જાન્સેન્સ, કાસ્પર દે ક્રેયર તથા હૅન્ડ્રિક વાન બાલેન પાસે તેઓ ચિત્રકલાની તાલીમ પામેલા. 1608 સુધીમાં તો ઍન્ટવર્પમાં સિગર્સની એક ચિત્રકાર તરીકે મોટી નામના થયેલી. 1615માં તેઓ રોમ ગયા. ત્યાં તે…
વધુ વાંચો >સિગર્સ ડેનિયલ
સિગર્સ, ડેનિયલ (જ. 1590, ઍન્ટવર્પ, ફ્લેન્ડર્સ; અ. 1661, ઍન્ટવર્પ, ફ્લેન્ડર્સ) : પુષ્પોને આલેખવા માટે જાણીતા ફ્લેમિશ ચિત્રકાર. એક જેસ્યુઇટ પરિવારમાં તેમનો જન્મ થયેલો. હોલૅન્ડમાં એક પ્રૉટેસ્ટન્ટ પરિવારમાં તેમનો ઉછેર થયો. 1610માં સિગર્સ ઍન્ટવર્પ પાછા ફર્યા અને ચિત્રકાર બ્રુગેલના શાગિર્દ બન્યા. એ સાથે જ તેમણે કૅથલિક સંપ્રદાય અંગીકાર કર્યો. 1614માં તેઓ…
વધુ વાંચો >સિચિયોલાન્તે સેર્મોનેત જિરોલામો
સિચિયોલાન્તે, સેર્મોનેત જિરોલામો (Siciolante, Sermoneta Girolamo) (જ. 1521; અ. 1575) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. રોમમાં ચિત્રકાર પેરિનો દેલ વાગા હેઠળ તેમણે કલા-અભ્યાસ કરેલો; પરંતુ તેમના પુખ્તકાળના સર્જન ઉપર માઇકૅલેન્જેલો અને સેબાસ્તિનો પિયોમ્બોનો પ્રભાવ જોવા મળે છે, જેમાં માનવભાવોની અભિવ્યક્તિ સંયમપૂર્ણ છે. રોમનાં ઘણાં ચર્ચમાં તેમણે ભીંતચિત્રો ચીતર્યાં, જેમાંથી ‘વર્જિન ઍન્ડ ચાઇલ્ડ…
વધુ વાંચો >સિટી મ્યુઝિયમ અમદાવાદ
સિટી મ્યુઝિયમ, અમદાવાદ : અમદાવાદ શહેરના ઇતિહાસ, ઔદ્યોગિક વિકાસ, વેપાર, સંસ્કાર, સંસ્કૃતિ અને અન્ય ગતિવિધિને તાદૃશ કરતું અમદાવાદ ખાતેનું મ્યુઝિયમ. પાલડી વિસ્તારના સંસ્કાર કેન્દ્રના મકાનમાં પહેલે માળે આ મ્યુઝિયમ આવેલું છે; તેની સ્થાપના 2000માં થઈ. આ મ્યુઝિયમ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન હસ્તક છે. કર્ણાવતી : અતીતની ઝાંખી, સિટી મ્યુઝિયમ, અમદાવાદ 1954માં…
વધુ વાંચો >