અમિતાભ મડિયા

વ્યાજનો વારસ (નવલકથા)

વ્યાજનો વારસ (નવલકથા) : ચુનીલાલ મડિયા લિખિત નવલકથા. 1946માં તેનું પ્રકાશન થયેલું. મડિયાની અન્ય નવલકથાઓથી વિપરીત આ નવલકથા છાપામાં કદી હપતાવાર પ્રગટ થઈ નહોતી. પોતાનાં માતા કસુંબાને એમણે આ નવલકથા અર્પણ કરી છે. કથાની ભૂમિકા તરીકે મડિયાએ ઓગણીસમી સદીના અંતનું સૌરાષ્ટ્ર કલ્પ્યું છે. નવલકથાના શીર્ષક અનુસાર નાણું આ કથામાં કેન્દ્રસ્થાને…

વધુ વાંચો >

વ્યારાવાલા, હોમાય

વ્યારાવાલા, હોમાય (જ. 9 ડિસેમ્બર 1913, નવસારી, ગુજરાત) : ગુજરાતનાં અગ્રણી મહિલા ફોટોગ્રાફર. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજ ખાતેથી બી.એ. કરવા ઉપરાંત જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સ ખાતેથી પેન્ટિંગનો ડિપ્લોમા અને કલાનો ટીચર્સ ડિપ્લોમા મેળવ્યા. ફોટોગ્રાફીનો શોખ અને આવડત પતિ માણેકશાના માર્ગદર્શન હેઠળ કેળવાયાં અને તેમના પાડેલા ફોટોગ્રાફ પ્રગટ થવા લાગ્યા…

વધુ વાંચો >

વ્યાસ, ચિન્તામણિ

વ્યાસ, ચિન્તામણિ (જ. 1933, ખિમ્લાસા; જિલ્લો સોગાર, મધ્ય પ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. નવી દિલ્હીની કૉલેજ ઑવ્ ફાઇન આર્ટમાંથી ચિત્રકારનો ડિપ્લોમા મેળવ્યો. આધુનિક નગરજીવનની વિટંબણાઓને ચીતરવા માટે તે જાણીતા છે. તેમણે પોલૅન્ડ, દિલ્હી, મુંબઈ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હૈદરાબાદ અને અમેરિકામાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. 1983થી 1987 સુધી અમેરિકામાં…

વધુ વાંચો >

વ્લાડ, રોમાન

વ્લાડ, રોમાન (જ. 1919, બુકોવિના) : આધુનિક ઇટાલિયન સંગીતકાર અને સ્વરનિયોજક. વીસ વરસની ઉંમરે ઇટાલી આવી વસવાટ શરૂ કર્યો. 1950માં તેમણે ઇટાલીનું નાગરિકત્વ મેળવેલું. વ્લાડનું મૌલિક સ્વરનિયોજન પહેલેથી જ સપ્તકના બાર સ્વરોને, તીવ્રમંદનો ખ્યાલ ફગાવીને, સમકક્ષ ગણતી પદ્ધતિ ‘એટોનાલિટી’ને અનુસરે છે. લયક્ષેત્રે પણ તેમણે મૌલિક પ્રયોગો કર્યા. તેના સંગીતમાંથી તેમના…

વધુ વાંચો >

વ્લામિન્ક મોરિસ (Vlamink Maurice)

વ્લામિન્ક, મોરિસ (Vlamink, Maurice) (જ. 4 એપ્રિલ 1876, પૅરિસ, ફ્રાંસ; અ. 11 ઑક્ટોબર 1958, રૂએ–લા–ગાદિલિયેરે, ફ્રાંસ) : પ્રસિદ્ધ આધુનિક ફ્રેંચ ચિત્રકાર. આધુનિક ચિત્રકલાની ફૉવવાદ (fauvism) શાખાના એક પ્રમુખ ચિત્રકાર. ઝળહળતા ભડક રંગો વડે ચિત્રો સર્જવા માટે તેઓ જાણીતા થયા. તેમની બળવાખોર પ્રકૃતિ આ માટે જવાબદાર ગણી શકાય. ફ્રાંસના ગ્રામીણ વિસ્તારમાં…

વધુ વાંચો >

વ્હિટ્રીજ (થૉમસ) વર્ધિન્ગ્ટન (Whittredge (Thomas) Worthington)

વ્હિટ્રીજ, (થૉમસ) વર્ધિન્ગ્ટન (Whittredge, (Thomas) Worthington) (જ. 22 મે 1820, સ્પ્રિન્ગફીલ્ડ, ઓહાયો, યુ.એસ.; અ. 25 ફેબ્રુઆરી 1910, સમિટ, ન્યૂ જર્સી, યુ.એસ.) : અમેરિકાની હડ્સન રિવર ઘરાણાનો નિસર્ગ-ચિત્રકાર. તેનાં ચિત્રોમાં ચિત્રિત પ્રકાશ અને છાયા ઉપરથી દર્શક ચિત્રિત દિવસના સમયનું સાચું અનુમાન કરી શકે છે. માત્ર આટલી ચોકસાઈ જ નહિ, ચિત્રિત પ્રકાશ…

વધુ વાંચો >

વ્હિસ્લર, જેમ્સ (ઍબોટ) મેકનીલ (WHISTLER JAMES (ABBOT) MCNEILL)

વ્હિસ્લર, જેમ્સ (ઍબોટ) મેકનીલ (WHISTLER JAMES (ABBOT) MCNEILL) (જ. 14 જુલાઈ 1834, લૉવેલ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 17 જુલાઈ 1903, લંડન) : લંડનના રાત્રિજીવનનાં ચિત્રો તથા વ્યક્તિચિત્રો આલેખવા માટે જાણીતો અમેરિકન ચિત્રકાર. એમના વડવાઓ સ્કૉટિશ અને આયરિશ ખાનદાનના હતા. વિદ્યાર્થી તરીકે તે ‘યુનાઇટેડ સ્ટેટ્સ મિલિટરી એકૅડેમી’માં જોડાયા પણ તુરત જ ત્યાંથી…

વધુ વાંચો >

શફ, પીટર (જ. 1956, નેધરલૅન્ડ્ઝ)

શફ, પીટર (જ. 1956, નેધરલૅન્ડ્ઝ) : ઘનવાદી અને અમૂર્ત ચિત્રણા માટે જાણીતા આધુનિક અમેરિકન ચિત્રકાર. સમાંતર રેખાઓની આડી, ઊભી, અવળી, ત્રાંસી જાળીઓ રચી તેમાં રંગપૂરણી કરીને સ્વરોના આરોહ-અવરોહની માફક તે રંગોની છટા-છાયાની લાંબી શ્રેણીઓ રચે છે. 1980થી તેઓ ન્યૂયૉર્ક નગરના ઈસ્ટ વિલેજ લત્તામાં રહી ચિત્રસર્જનમાં વ્યસ્ત છે. અમિતાભ મડિયા

વધુ વાંચો >

શર્ચેન, હર્માન (Scherchen, Hermann)

શર્ચેન, હર્માન (Scherchen, Hermann) (જ. 21 જૂન 1891, બર્લિન, જર્મની; અ. 12 જૂન 1966, ફ્લોરેન્સ, ઇટાલી) : વીસમી સદીનો સંગીતનો પ્રખર પુરસ્કર્તા, પ્રસારક અને પ્રચારક, જર્મન ઑર્કેસ્ટ્રાનો સંચાલક. વીસમી સદીના ઘણા સંગીત-નિયોજકોની કારકિર્દી ઉપર તેણે પ્રભાવ પાડ્યો છે. બાળપણમાં તેણે જાતે જ સંગીત શીખીને પ્રસિદ્ધ જર્મન સંગીત-નિયોજક આર્નોલ્ડ શોઅનબર્ગના ઑર્કેસ્ટ્રામાં…

વધુ વાંચો >

શર્મન, સિન્ડી

શર્મન, સિન્ડી (જ. 1954, અમેરિકા) : આધુનિક અમેરિકન મહિલા ફોટોગ્રાફર. તેમણે બફેલો ખાતે સ્ટેટ યુનિવર્સિટી ઑવ્ ન્યૂયૉર્ક ખાતે ફોટોગ્રાફીનો અભ્યાસ કરેલો. યુવા તરુણ-તરુણીઓની મૉડલ ફોટોગ્રાફી ક્ષેત્રે તેમણે આંતરરાષ્ટ્રીય નામના મેળવી છે. અમેરિકાના પ્રસિદ્ધ પૉપ સામયિક ‘પ્લેબૉય’ના પૂંઠા ઉપર અને અંદર ઘણી વાર તેમણે લીધેલા ફોટોગ્રાફ છપાયા છે. તેમની જાણીતી ફોટો-શ્રેણીઓમાં…

વધુ વાંચો >