અમિતાભ મડિયા
વૉટ્સન મ્યુઝિયમ
વૉટ્સન મ્યુઝિયમ : રાજકોટમાં આવેલું સૌરાષ્ટ્રનું સૌથી જૂનું તથા પુરાતત્વ, કલા, હુન્નર, વિજ્ઞાન સંસ્કૃતિવિષયક બહુહેતુક મ્યુઝિયમ. 1888માં તેની સ્થાપના થયેલી. બ્રિટિશ સામ્રાજ્યની મહારાણી વિક્ટોરિયાના શાસનનાં 50 વરસ પૂરાં થતાં 1887માં ‘કૈસરે હિંદ’ ખિતાબની વરણી પ્રસંગે સૌરાષ્ટ્રના રાજવીઓ, પૉલિટિકલ એજન્ટ અને શ્રીમંતોએ ફંડફાળો એકઠો કરી આ મ્યુઝિયમનો પ્રારંભ કરેલો. 1886થી 1889…
વધુ વાંચો >વૉન્ડ્જિના-ચિત્રકલા
વૉન્ડ્જિના–ચિત્રકલા : ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓની ભીંતચિત્રકલા. વાયવ્ય ઑસ્ટ્રેલિયાના કિમ્બર્લી (Kimberley) પ્રદેશની ગુફાઓમાં આ ચિત્રકલાના નમૂના જોવા મળે છે. પ્રાચીન વડવાઓએ ચીતરેલાં મૂળ ચિત્રોને આધુનિક વૉન્ડ્જિના આદિવાસીઓ દર વર્ષે નવેસરથી ચીતરતા (repaint) રહે છે. આ આદિવાસીઓની માન્યતા એવી છે કે જો ચિત્રોને કોઈ વર્ષે નવેસરથી ચીતરવામાં આવે નહિ, અને ચિત્ર જો ઝાંખું…
વધુ વાંચો >વૉર્ટિસિઝમ (Vorticism)
વૉર્ટિસિઝમ (Vorticism) (1908-1918) : વીસમી સદીના પ્રારંભનું બ્રિટિશ કલાનું એક મહત્વનું આંદોલન. લેખક અને ચિત્રકાર પર્સી વિન્ધેમ લૂઇસ (18821957) આ આંદોલનના જન્મદાતા અને નેતા હતા. ‘વૉર્ટેક્સ’ (vortex) શબ્દ ઉપરથી આ આંદોલનનું નામાભિધાન થયું છે. ભાવકને ચકરાવામાં નાંખી દેવાની નેમ લૂઇસની હતી અને તેથી જ વમળના અર્થનો શબ્દ ‘વૉર્ટેક્સ’ આ આંદોલનના…
વધુ વાંચો >વૉર્ડ, જેમ્સ
વૉર્ડ, જેમ્સ (જ. 1769, બ્રિટન; અ. 1855, બ્રિટન) : પ્રાણીસૃષ્ટિનું આલેખન કરનાર બ્રિટિશ રંગદર્શી ચિત્રકાર. પ્રલય દ્વારા સમગ્ર સૃષ્ટિનો અંત આવશે તેવી માન્યતા ધરાવનાર બ્રિટિશ પાદરી એડ્વર્ડ ઇર્વિન્ગના તે અનુયાયી હતા અને પોતે પણ આ માન્યતામાં પૂરો વિશ્વાસ રાખતા હતા. તેમણે ચીતરેલાં પશુપંખી અત્યંત ક્રૂર અને ઘાતકી દેખાય છે. તેમનું…
વધુ વાંચો >વૉર્લોક પીટર
વૉર્લોક પીટર (જ. 30 ઑક્ટોબર 1894, લંડન, બ્રિટન; અ. 17 ડિસેમ્બર 1930, લંડન, બ્રિટન) : આધુનિક બ્રિટિશ સંગીતકાર, સંગીતવિવેચક તથા રાણી એલિઝાબેથના જમાનાના સંગીતના સંપાદક. સંગીતક્ષેત્રે સ્વશિક્ષિત વૉર્લોકને બે સંગીતનિયોજકો ફ્રેડેરિક ડેલિયસ તથા બર્નાર્ડ ફાન ડીરેન પાસેથી માર્ગદર્શન મળ્યું. 1920માં વૉર્લોકે ‘ધ સેકબર’ નામે સંગીતનું એક સામયિક શરૂ કર્યું અને…
વધુ વાંચો >વૉર્હોલ, ઍન્ડી
વૉર્હોલ, ઍન્ડી (જ. 6 ઑગસ્ટ 1927, પિટ્સબર્ગ, યુ.એસ.; અ. 22 ફેબ્રુઆરી 1987, ન્યૂયૉર્ક) : અમેરિકન પૉપ આર્ટ ચળવળના પ્રણેતાઓમાંનો એક તથા ફિલ્મ દિગ્દર્શક. મૂળ નામ એન્ડ્રુ વૉર્હોલા. કલાકારની અભિવ્યક્તિ વ્યક્તિગત નહિ પણ ઔદ્યોગિક તંત્રની જાહેરાત રૂપે છે તેવી ઘટના સૌપ્રથમ વૉર્હોલે ઊભી કરી હતી. એ રીતે તેણે પશ્ચિમી જગતની અદ્યતન…
વધુ વાંચો >વૉલ્જમુથ, મિકાયેલ (Wohlgemuth, Michael)
વૉલ્જમુથ, મિકાયેલ (Wohlgemuth, Michael) (જ. 1434; અ. 1519) : નૂર્નબર્ગના ખ્યાતનામ ગૉથિક ચિત્રકાર. આરંભિક જીવનની માહિતી નહિવત્ મળે છે. 1472માં નૂર્નબર્ગના ગૉથિક ચિત્રકાર હાન્સ પ્લીડન્વુર્ફ(Hans Pleydenwurff)ની વિધવા સાથે તેમણે લગ્ન કર્યું. એ પછીનાં ચાળીસ વરસ વૉલ્જમુથની કલાત્મક કારકિર્દીમાં ખૂબ જ ફળદ્રૂપ રહ્યાં. આ વરસો દરમિયાન તેમણે અનેક વ્યક્તિચિત્રો, પોથીચિત્રો અને…
વધુ વાંચો >વૉલ્ટન, વિલિયમ
વૉલ્ટન, વિલિયમ (જ. 1902, બ્રિટન; અ. 1990, બ્રિટન) : આધુનિક બ્રિટિશ સંગીતકાર. તેમણે પ્રથમ કૃતિ ‘ફસાદ’ વડે સંગીતજગતમાં પ્રવેશ મેળવ્યો. આ કૃતિ એક બોલતા અવાજ અને છ વાજિંત્રો માટે છે. તેમાં બોલતો અવાજ કવિ એડિથ સિટ્વેલનાં કાવ્યોનું પઠન કરે છે. એ પછી તેમણે બ્રિટિશ સંગીતકાર એડ્વર્ડ ઍલ્ગારની શૈલીમાં પહેલી સિમ્ફની…
વધુ વાંચો >વૉલ્સ, વુલ્ફગૅન્ગ શુલ્ઝ
વૉલ્સ, વુલ્ફગૅન્ગ શુલ્ઝ (જ. 1913, બર્લિન, જર્મની; અ. 1951, બર્લિન, જર્મની) : અમૂર્ત ચિત્રણા માટે જાણીતા આધુનિક જર્મન ચિત્રકાર. તેમણે કારકિર્દી એક ફોટોગ્રાફર તરીકે આરંભેલી. દ્વિતીય વિશ્વયુદ્ધમાં હિટલરની નેતાગીરી હેઠળના જર્મન લશ્કરમાં સૈનિક તરીકે તેમણે સેવા આપેલી; પરંતુ ફ્રેંચ સૈન્યે તેમને કેદ કરી લેતાં, થોડાં વરસો દક્ષિણ ફ્રાંસમાં યુદ્ધકેદી તરીકે…
વધુ વાંચો >વૉહાન, વિલિયમ્સ (Vaughan, Williams)
વૉહાન, વિલિયમ્સ (Vaughan, Williams) (જ. 12 ઑક્ટોબર 1872, ડાઉન એમ્પની, ગ્લુસેસ્ટશૉયર, બ્રિટન; અ. 26 ઑગસ્ટ 1958, લંડન, બ્રિટન) : વિખ્યાત આધુનિક બ્રિટિશ સંગીતકાર અને બ્રિટિશ રાષ્ટ્રીય સંગીત ચળવળના સ્થાપક/પ્રણેતા. કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં સર ચાર્લ્સ સ્ટેન્ફોર્ડ હેઠળ તેમજ રૉયલ કૉલેજ ઑવ્ મ્યુઝિકમાં સર હબર્ટ પૅરી હેઠળ વૉહાને સંગીતનો અભ્યાસ કર્યો. 1897થી…
વધુ વાંચો >