અમિતાભ મડિયા
લીબર્મેન, મૅક્સ
લીબર્મેન, મૅક્સ (જ. 20 જુલાઈ 1847, બર્લિન, જર્મની; અ. 8 ફેબ્રુઆરી 1935, બર્લિન, જર્મની) : પ્રભાવવાદી ચિત્રશૈલીની જર્મન શાખાના પ્રમુખ ચિત્રકાર. તેમણે 1866થી 1868 સુધી સ્ટેફેક નામના ચિત્રકાર પાસે તાલીમ લીધી. એ પછી 1868થી 1872 સુધી વાઇમર ખાતેની કલાશાળામાં તેમણે અભ્યાસ કર્યો. વસ્તુલક્ષી (objective) નિરીક્ષણ લીબર્મૅનની કલાનું પહેલેથી જ મુખ્ય…
વધુ વાંચો >લીબલ, વિલ્હેલ્મ
લીબલ, વિલ્હેલ્મ (જ. 23 ઑક્ટોબર 1844, કોલોન, જર્મની; અ. 4 ડિસેમ્બર 1900, વુર્ઝબર્ગ, જર્મની) : વ્યક્તિચિત્રો અને પ્રસંગચિત્રો આલેખવા માટે જાણીતો જર્મન ચિત્રકાર. તે મુદ્રણક્ષમ કલાનો કલાકાર પણ હતો. જર્મન વાસ્તવવાદી કલાના મોખરાના કલાકારોમાં આજે તેની ગણતરી થાય છે. લીબલનો પિતા ક્લોન કથીડ્રલના કૉયર અને ઑર્કેસ્ટ્રાનો ડિરેક્ટર હતો. 1864માં વીસ…
વધુ વાંચો >લી સુહ્સુન (Li Ssuhsun)
લી સુહ્સુન (Li Ssuhsun) (જ. 651, ચીન; અ. 716, ચીન) : તાંગ કાળના નિસર્ગના ચીની ચિત્રકાર. તાંગ રાજવંશમાં લી સુહ્સુનનો જન્મ થયેલો. રાજકીય ઊથલપાથલોભર્યું જીવન એ જીવેલા, દેશનિકાલ વેઠેલો તેમજ દેશમાં પુન:પ્રવેશ પણ કરેલો. માનદ લશ્કરી સેનાપતિનો હોદ્દો પણ મેળવેલો. આ ચિત્રો લી સુહ્સુને જ ચીતરેલાં એમ અધિકારપૂર્વક કહી શકાય…
વધુ વાંચો >લુઇસ, જૉન (Lewis, John)
લુઇસ, જૉન (Lewis, John) (જ. 3 મે 1920, લા ગ્રેઇન્જ, ઇલિનૉય, અમેરિકા) : અમેરિકન જાઝ-પિયાનિસ્ટ અને સ્વરનિયોજક. ન્યૂ મેક્સિકો યુનિવર્સિટીમાં પિયાનોવાદન અને માનવજીવનશાસ્ત્ર-(anthro-pology)નો અભ્યાસ કર્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન ભૂમધ્યમાં 1942થી 1945 સુધી સૈનિક તરીકે સેવા આપી. એ પછી પ્રખ્યાત જાઝ-સંગીતકારો ડિઝી ગીલેસ્પી, માઇલ્સ ડેવિસ, ચાર્લી પાર્કર, લેસ્ટર યન્ગ અને…
વધુ વાંચો >લુઇસ, પર્સી વિન્ડૅમ (Lewis, Percy Wyndham)
લુઇસ, પર્સી વિન્ડૅમ (Lewis, Percy Wyndham) (જ. 18 નવેમ્બર 1882, નોવા સ્કોટિયા, કૅનેડા; અ. 7 માર્ચ 1957, લંડન, બ્રિટન) : આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિને વધાવી લેતી અમૂર્ત વૉર્ટિસિસ્ટ (Vorticist) ચળવળના પ્રણેતા ચિત્રકાર અને લેખક. તેમનો જન્મ ઍમ્હર્સ્ટ નજીક દરિયામાં એક તરાપા ઉપર થયો હતો. માતાપિતાના છૂટાછેડા થતાં આશરે 1893માં દસબાર વરસની…
વધુ વાંચો >લુકાસ, વાન લેડન (Lucas, Van Leyden)
લુકાસ, વાન લેડન (Lucas, Van Leyden) (જ. 1489થી 1494, લીડન, નેધરલૅન્ડ્ઝ; અ. 1533, લીડન, નેધરલૅન્ડ્ઝ) : રેનેસાંસની ઉત્તર યુરોપીય શાખાના મહત્વના ચિત્રકાર, એન્ગ્રેવર (છાપચિત્રકાર). પિતા હુઇગ (Huygh) જૅકબ્સને બાળપણમાં જ પુત્રને ચિત્રકલાની તાલીમ આપવી શરૂ કરેલી. પછીથી લુકાસ વધુ તાલીમાર્થે કૉર્નેલિસ એન્જેલ્બ્રેખ્ટ્રોનના વર્કશૉપમાં જોડાયા. આજે લુકાસની પ્રતિષ્ઠા ચિત્રકાર કરતાં છાપચિત્રકાર…
વધુ વાંચો >લુટોસ્લેવ્સ્કી, વિટોલ્ડ (Lutoslawski, Witold)
લુટોસ્લેવ્સ્કી, વિટોલ્ડ (Lutoslawski, Witold) (જ. 25 જાન્યુઆરી 1913, વૉર્સો, પોલૅન્ડ) : આધુનિક પૉલિશ સ્વરનિયોજક. વૉર્સો યુનિવર્સિટીમાંથી ગણિત સાથે સ્નાતક થઈ વૉર્સો કૉન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ થયા અને સ્વરનિયોજન તથા સંગીતના સિદ્ધાંતોનું અધ્યયન કર્યું. એમની આરંભિક કૃતિઓમાં નાવીન્ય નહોતું. એમાં પશ્ચિમ યુરોપિયન પ્રણાલીગત સ્વરસમૂહો સાથે પૉલિશ લોકધૂનોનું સંયોજન થયેલું છે…
વધુ વાંચો >લુવ્ર મ્યુઝિયમ
લુવ્ર મ્યુઝિયમ : પૅરિસ નગરમાં સીન નદીના ઈશાન કાંઠે આવેલું સર્વ પ્રકારની કલાકૃતિઓનો સંગ્રહ ધરાવતું અને વિશ્વનાં સૌથી મોટાં અને સૌથી વિખ્યાત મ્યુઝિયમોમાંનું એક. આખું નામ મુઝી નેતિયોના દ લુવ્ર (ફ્રેન્ચ), નૅશનલ મ્યુઝિયમ ઑવ્ ધ લુવ્ર (ઇંગ્લિશ). 48 એકર(19 હેક્ટર)માં તેનો પરિસર પથરાયેલો છે. તેમાં અનેક બાગબગીચા, ફુવારા, મકાનો, ચોક…
વધુ વાંચો >લેજર, ફર્નાં (Leger, Fernand)
લેજર, ફર્નાં (Leger, Fernand) (જ. 4 ફેબ્રુઆરી 1881, આર્જેન્તા, નૉર્મન્ડી, ફ્રાન્સ; અ. 17 ઑગસ્ટ 1955, ફ્રાન્સ) : આધુનિક ઔદ્યોગિક ટેક્નૉલોજીથી પ્રભાવિત ફ્રેન્ચ ચિત્રકાર. એમનાં ચિત્રો ‘મશીન આર્ટ’ નામે જાણીતાં બન્યાં. ભડક રંગના વિરાટ કદના મિકેનિસ્ટિક આકારો ઊભા કરી કલાકૃતિઓનું સર્જન કરવાની એેમની ખાસિયત હતી. ગ્રામીણ વિસ્તારમાં બે પેઢીઓથી ઢોરઉછેરનો વ્યવસાય…
વધુ વાંચો >લેડી વિલ્સન મ્યુઝિયમ
લેડી વિલ્સન મ્યુઝિયમ : દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં આવેલું સર્વસંગ્રાહક મ્યુઝિયમ. બ્રિટિશ રાજ દરમિયાન ધરમપુર સિસોદિયા રાજવંશની સત્તા હેઠળ હતું. એ વખતે સિસોદિયા રાજવીએ સ્થાનિક પ્રજાને દેશવિદેશની કલા અને કારીગરીના શ્રેષ્ઠ નમૂનાઓ નજીકથી નિહાળવા મળે તે માટે આ મ્યુઝિયમની સ્થાપના 1928માં કરી. 1938થી તેનો વહીવટ મુંબઈ રાજ્યના ઉદ્યોગ વિભાગે હાથમાં લીધેલો.…
વધુ વાંચો >