અમિતાભ મડિયા
રૉરિક, નિકોલસ
રૉરિક, નિકોલસ (જ. 10 ઑક્ટોબર 1874, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 13 ડિસેમ્બર 1947, કુલુ, ભારત) : હિમાલયના નિસર્ગને ચીતરવા માટે ખ્યાતિ પામનાર રશિયન ચિત્રકાર. પિતા ફ્યોદોર ઇવાનોવિચ મૂળ આઇસલૅન્ડિક વાઇકિંગ(ચાંચિયા)ના વંશજ હતા. માતાનું નામ મારિયા વાસિલિયેના કાલાશ્નિકોવા. 1883માં સેન્ટ પીટર્સબર્ગની કૉલેજ ઑવ્ કે. માઈમાં કાયદાનો અભ્યાસ કરવા નિકોલસ દાખલ થયા.…
વધુ વાંચો >રોલૅન્ડસન, ટૉમસ (Rowlandson, Thomas)
રોલૅન્ડસન, ટૉમસ (Rowlandson, Thomas) (જ. જુલાઈ 1756, ઓલ્ડ જૂરી, લંડન, બ્રિટન; અ. 22 એપ્રિલ 1827, લંડન, બ્રિટન) : અઢારમી સદીના બ્રિટિશ સમાજ પર વ્યંગના તીખા ચાબખા મારનાર બ્રિટિશ ચિત્રકારવ્યંગ્યચિત્રકાર. પિતા વેપારી હતા. 14 વરસની ઉંમરે તાલીમાર્થે લંડનની રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટમાં જોડાયા. 16 વરસની ઉંમરે વધુ અભ્યાસ માટે પૅરિસ ગયા.…
વધુ વાંચો >રૉલ્ફ્સ, ક્રિશ્ચિયન
રૉલ્ફ્સ, ક્રિશ્ચિયન (જ. 1849, નિન્ડૉર્ફ, જર્મની; અ. 1938, હાગેન, જર્મની) : અભિવ્યક્તિવાદી જર્મન ચિત્રકાર. 1870માં જર્મનીની વાઇમર અકાદમીમાં કલાનો અભ્યાસ શરૂ કર્યો. આ દરમિયાન વાસ્તવ-આભાસી નિસર્ગદૃશ્યોનું આલેખન કર્યું. અભ્યાસ પૂરો કર્યા પછી 1884 સુધી તેઓ વાઇમરમાં જ રહ્યા. 1900માં તેમને કલાના સંગ્રાહક ઑસ્થેયસનો ભેટો થયો અને તેમની સાથે મિત્રતા થઈ.…
વધુ વાંચો >રૉસીની, જ્યૉઆકિનો ઍન્તોનિયો (Rossini, Gioacchino Antonio)
રૉસીની, જ્યૉઆકિનો ઍન્તોનિયો (Rossini, Gioacchino Antonio) (જ. 29 ફેબ્રુઆરી 1792, પેસારો, ઇટાલી; અ. 13 નવેમ્બર 1668, પૅરિસ નજીક પેસી, ફ્રાન્સ) : કૉમિક ઑપેરા માટે પ્રખ્યાત ઇટાલિયન ઑપેરાસર્જક. ગુસેપે રૉસીની (Giuseppe Rossini) નામના ગરીબ ટ્રમ્પેટ-વાદક અને ઑપેરામાં ગૌણ પાત્રો ભજવતી આના ગ્યીદારિની નામની ગાયિકાનો તે પુત્ર. એથી રૉસીનીના બાળપણની શરૂઆત જ…
વધુ વાંચો >રોસેતી, દાંતે ગૅબ્રિયલ (Rosetti, Dante Gabrial)
રોસેતી, દાંતે ગૅબ્રિયલ (Rosetti, Dante Gabrial) (જ. 12 મે 1828, લંડન, બ્રિટન; અ. 9 એપ્રિલ 1882, કેન્ટ, બ્રિટન) : ‘પ્રિરફાયેલાઇટ બ્રધરહૂડ’ નામના ચિત્રકાર-સંગઠનના સ્થાપક અંગ્રેજ ચિત્રકાર અને કવિ. કિંગ્સ કૉલેજમાં 1836થી 1841 સુધી જળરંગી ચિત્રકાર જૉન સેલ કોટમેન પાસે ચિત્રકલાની તાલીમ લીધી. એ પછી છેક 1845 સુધી સેન્ટ્રલ લંડનમાં બ્લૂમ્સ્બરી…
વધુ વાંચો >રૉસો, જિયૉવાની બૅત્તિસ્તા દ જૉકૉપો
રૉસો, જિયૉવાની બૅત્તિસ્તા દ જૉકૉપો (જ. 8 માર્ચ 1495, ફ્લૉરેન્સ; અ. 14 નવેમ્બર 1540, પૅરિસ) : રીતિવાદી શૈલીના ઇટાલિયન ચિત્રકાર. તેમનાં અન્ય નામો છે રૉસો ફિયૉરેન્તિનો અને ઇલ રૉસો. આન્દ્રે દેલ સાર્તોના સ્ટુડિયોમાં રૉસોએ ચિત્રકલાની પ્રારંભિક તાલીમ મેળવી. આ દરમિયાન તેમના સમકાલીન ચિત્રકાર પૉન્ટૉર્મો પણ તેમના સહાધ્યાયી હતા. આ તાલીમ…
વધુ વાંચો >રૉસ્ટ્રોપોવિચ, સ્તિલાવ લિયોપોલ્ડૉવિચ
રૉસ્ટ્રોપોવિચ, સ્તિલાવ લિયોપોલ્ડૉવિચ (જ. 27 માર્ચ 1927, બાકુ, આઝરબૈજાન) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવવામાં પાબ્લો કેસાલ્સ પછીના શ્રેષ્ઠ ચેલો(cello)વાદક, પિયાનોવાદક અને વાદ્યવૃંદ-સંચાલક. સંગીતકાર માતાપિતાએ સ્તિલાવને પિયાનો અને ચેલો વગાડવાની તાલીમ આપેલી. પછી એ મૉસ્કો કોન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1943થી 1948 સુધી ત્યાં અભ્યાસ કર્યો. ચેલો વગાડવા માટે 1951માં તેમને…
વધુ વાંચો >લ બ્રૂં, ચાર્લ્સ (Le Brun, Charles)
લ બ્રૂં, ચાર્લ્સ (Le Brun, Charles) (જ. 24 ફેબ્રુઆરી 1619, પૅરિસ, ફ્રાન્સ; અ. 12 ફેબ્રુઆરી 169૦, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેન્ચ રાજા લુઈ ચૌદમાના પ્રિય દરબારી ચિત્રકાર અને ડિઝાઇનર. રાજા લુઈ ચૌદમાના ત્રણ દસકાના રાજ દરમિયાન ચિત્રો કરવા ઉપરાંત એ રાજા માટે તૈયાર કરાવવામાં આવતાં શિલ્પો તથા અન્ય શણગારાત્મક વસ્તુઓની દોરવણી…
વધુ વાંચો >લલી, ઝાં બાપ્તિસ્તે
લલી, ઝાં બાપ્તિસ્તે (જ. 28 નવેમ્બર 1632, ફલૉરેન્સ, ઇટાલી; અ. 22 માર્ચ 1687, પૅરિસ, ફ્રાન્સ) : સત્તરમી અને અઢારમી સદીમાં સમગ્ર યુરોપિયન સંગીત પર પ્રભાવ પાથરનાર ઇટાલિયન મૂળનો ફ્રેન્ચ સંગીતકાર અને સ્વરનિયોજક. ઇટાલિયન માબાપને પેટે જન્મ્યો હોવા છતાં કિશોરાવસ્થામાં જ ફ્રાન્સના મોંપેન્સિયેના તંતુવાદ્યવૃંદમાં જોડાઈ ગયો; પરંતુ કેટલીક અશ્લીલ કાવ્યરચનાઓને સંગીતમાં…
વધુ વાંચો >લંડન
લંડન ઇંગ્લૅન્ડના અગ્નિભાગમાં ટેમ્સ નદીને કિનારે આવેલું મહાનગર. દુનિયાનાં પ્રાચીન તેમજ ઐતિહાસિક શહેરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે 51° 30´ ઉ. અ. અને 0° 10´ પૂ. રે. પરનો 1,580 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આશરે 2,000 વર્ષ જેટલો જૂનો ઇતિહાસ ધરાવતું આ શહેર ગ્રેટ બ્રિટનના યુનાઇટેડ કિંગ્ડમનું તથા…
વધુ વાંચો >