અમિતાભ મડિયા
રાજુ, પલાલા રાધાકૃષ્ણ
રાજુ, પલાલા રાધાકૃષ્ણ (જ. 9 ડિસેમ્બર 1928, ચેન્નાઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટસ ઍન્ડ ક્રાફ્ટ્સમાં અભ્યાસ કરી 1951માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. જલરંગોમાં ત્રિપરિમાણ-આભાસી ચિત્રોનું સર્જન તેમની કલાનું મુખ્ય અંગ છે. તેમણે ચેન્નાઈમાં (1951, ’56), ચિત્તૂરમાં (1953) અને હૈદરાબાદમાં (1973, ’74, ’76 અને ’77) પોતાની કલાનાં વૈયક્તિક…
વધુ વાંચો >રાજુ, યેલપ્પા સુબ્રમણ્ય
રાજુ, યેલપ્પા સુબ્રમણ્ય (જ. 3 ડિસેમ્બર 1907, મૈસૂર, કર્ણાટક) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. રાજુ પ્રણાલીગત તાંજોર શૈલીથી પ્રભાવિત શોભન (decorative) શૈલીમાં ચિત્રસર્જન કરે છે. બૅંગલોરના ગવર્નમેન્ટ મ્યુઝિયમ, મૅંગલોરના ગવર્નમેન્ટ મ્યુઝિયમ અને જગત મોહન ચિત્રશાલા ખાતે તેમનાં ચિત્રોનો કાયમી સંગ્રહ થયેલો…
વધુ વાંચો >રાધાકૃષ્ણ, વેલુરી
રાધાકૃષ્ણ, વેલુરી (જ. 23 માર્ચ 1930, ચિરિવાડા, મધ્યપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈની મદ્રાસ કૉલેજ ઑવ્ આર્ટસમાંથી અભ્યાસ કરી ચિત્રકલાનો ડિપ્લોમા હાંસલ કર્યો. આ પછી શાંતિનિકેતન જઈ આચાર્ય નંદલાલ બોઝ પાસે ચિત્રકલાનો વધુ અભ્યાસ કર્યો. આ પછી આગ્રા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચિત્રકલામાં એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી. રાધાકૃષ્ણ બંગાળ શૈલીમાં જળરંગો…
વધુ વાંચો >રાધા, મોહન
રાધા, મોહન (જ. 1907, પટણા, બિહાર) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેમણે વિનયન અને કાયદામાં સ્નાતકની પદવી હાંસલ કરી. પછી મોગા ઘરાણાના મહાદેવ તેલી નામના ચિત્રકાર પાસે 14 વરસ ચિત્રકળાની તાલીમ લીધી. ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, મદનમોહન માલવિયા, મૌલાના આઝાદ, મોતીલાલ નહેરુ આદિ દેશનેતાઓનાં ત્વરાલેખનો કર્યાં અને એ પરથી પૂર્ણકદનાં…
વધુ વાંચો >રામકુમાર
રામકુમાર (જ. 1924, સિમલા) : આધુનિક ભારતીય ચિત્રકાર. રામકુમાર તૈલરંગોમાં અમૂર્ત નિસર્ગદૃશ્યોનાં ચિત્રો સર્જવા માટે જાણીતા છે. 1950થી ’51 સુધી પૅરિસમાં આંદ્રે લ્હોતે (Andre Lhote) અને ફર્નાન્ડ લેહાર (Fernand Leger) પાસે ચિત્રકલાની તાલીમ લીધી. રામકુમારે 1951થી 1977 સુધીમાં દિલ્હીમાં 9 વૈયક્તિક પ્રદર્શનો, 1951થી 1973 સુધીમાં મુંબઈમાં 9 વૈયક્તિક પ્રદર્શનો, 1965માં…
વધુ વાંચો >રામચંદ્રન, એ.
રામચંદ્રન, એ. (જ. 1935, કેરળ) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1961માં તેમણે ફાઇન આર્ટનો ડિપ્લોમા મેળવ્યો. 1965માં ‘કેરળનાં ભીંતચિત્રો’ વિષય પર મહાનિબંધ લખીને શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. રામચંદ્રન વિશાળ કદના કૅન્વાસ પર તૈલરંગોથી ભારતીય પુરાકથાઓ અને નારીનાં શણગારાત્મક (decorative) ચિત્રો સર્જે છે. રામચંદ્રને દિલ્હીમાં 1966, ’67, ’68, ’70, ’75,…
વધુ વાંચો >રામ્પાલ, ઝાં-પિયેરે, લુઈ
રામ્પાલ, ઝાં-પિયેરે, લુઈ (Rampal, Jean-Pierre, Louis) (જ. 7 જાન્યુઆરી 1922, મર્સાઇલ, ફ્રાંસ) : વિશ્વપ્રસિદ્ધ વાંસળીવાદક અને સ્વરનિયોજક (composer). મર્સાઇલ કૉન્સર્વેટરીમાં પિતા પાસે વાંસળીવાદન શીખી રામ્પાલ પૅરિસ કૉન્સર્વેટરીમાં વિદ્યાર્થી તરીકે જોડાયા. અભ્યાસ પૂરો કર્યા પછી, 1947માં વીશી (Vichy) ઑપેરા ઑર્કેસ્ટ્રામાં વાંસળીવાદક તરીકે જોડાયા અને 1951 લગી તેમાં રહ્યા. આ પછી 1956થી…
વધુ વાંચો >રાય, કૃષ્ણદાસ
રાય, કૃષ્ણદાસ (જ. 1885ની આસપાસ; અ. ? ) : ભારતીય કલા અંગે જાગૃતિ પ્રેરનાર કલામર્મજ્ઞ અને વિદ્વાન તથા વારાણસીના વિશ્વવિખ્યાત મ્યુઝિયમ ‘ભારત કલા ભવન’ના સ્થાપક. બાળપણથી જ કૃષ્ણદાસને ચિત્રો દોરવાનો છંદ લાગ્યો હતો. તરુણવયે તેઓ ચિત્રકાર તો ન બન્યા, પણ કલાપ્રેમ એટલો વધ્યો કે તે કલા-ઇતિહાસકાર અને આલોચક બન્યા. 1910માં…
વધુ વાંચો >રાયચૌધુરી, દેવીપ્રસાદ ઉમાપ્રસાદ
રાયચૌધુરી, દેવીપ્રસાદ ઉમાપ્રસાદ (જ. 1899, તેજઘાટ, જિલ્લો રંગપુર, બાંગ્લાદેશ; અ. ?) : આધુનિક ભારતીય ચિત્રકાર, શિલ્પી અને કલાગુરુ તથા કુસ્તીબાજ, શિકારી, લેખક અને વાંસળીવાદક. ધનાઢ્ય જમીનદાર-કુટુંબમાં જન્મ. શૈશવ તેજઘાટમાં વિતાવ્યું. પછી ઉત્તર કોલકાતાની ખેલાત ચંદ્ર ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી તરીકે જોડાયા. અહીં ડ્રૉઇંગ, પેઇન્ટિંગ્સ તથા માટીમાંથી કરાતા શિલ્પકામમાં અસાધારણ કૌશલ્ય દાખવતાં પિતા…
વધુ વાંચો >રાય, નરેન્દ્ર
રાય, નરેન્દ્ર (જ. 1943, હૈદરાબાદ) : આધુનિક ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી 1965માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1965, 1966, 1968 અને 1980માં હૈદરાબાદમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અને ન્યૂયૉર્કમાં સમૂહપ્રદર્શનોમાં ભાગ લીધો. નરેન્દ્રનાં ચિત્રોમાં વિગતપૂર્ણ પ્રકૃતિની પશ્ર્ચાદ્ભૂમાં કૃષક-પરિવારનું સામંજસ્યપૂર્ણ આલેખન જોવા મળે છે.…
વધુ વાંચો >