અમિતાભ મડિયા
મુર્ડિયા, કિરણ
મુર્ડિયા, કિરણ (જ. 1951, ઉદયપુર, રાજસ્થાન) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1972માં ઉદયપુર યુનિવર્સિટીમાંથી ચિત્રકલાના વિષય સાથે અનુસ્નાતક કક્ષાની ડિગ્રી મેળવી. એ પછી જયપુર અને દિલ્હીમાં પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં તથા ઉદયપુર, મુંબઈ, દિલ્હી, ચંડીગઢ, અમદાવાદ અને ચેન્નાઈ ખાતે સમૂહ પ્રદર્શનોમાં ભાગ લીધો. ચિત્રકલા માટે રાજસ્થાન લલિત કલા અકાદમી તથા…
વધુ વાંચો >મુસૉર્ગ્સ્કી, મૉડેસ્ટ પેટ્રોવિચ
મુસૉર્ગ્સ્કી, મૉડેસ્ટ પેટ્રોવિચ (જ. 21 માર્ચ 1839, ટોરોપેટ્સ નગર નજીક કારેવો ગામ, રશિયા; અ. 28 માર્ચ 1881, રશિયા) : વિશ્વવિખ્યાત રશિયન સંગીતકાર-સંગીતનિયોજક. લશ્કરી કારકિર્દીનો લાંબો ઇતિહાસ ધરાવતા ધનાઢ્ય કુટુંબમાં જન્મ. બાળપણ પોતાના ગામમાં જ વીત્યું. અહીંની સરોવરસમૃદ્ધ પ્રકૃતિની શ્રીની બાળમાનસ પર ઊંડી છાપ પડી. આ છાપે ભવિષ્યમાં થનારા સંગીતસર્જન પર…
વધુ વાંચો >મૂર, હેન્રી
મૂર, હેન્રી (જ. 30 જુલાઈ 1898, કૅસલફર્ડ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 31 ઑગસ્ટ 1986, હર્ટફોર્ડશાયર, ઇંગ્લૅન્ડ) : મહાન આંગ્લ શિલ્પી. ઇંગ્લૅન્ડની શિલ્પકળાની પરંપરામાં તેમણે હિંમતભેર નવી કેડી પાડી. એમની અભિનવ અને ચોટદાર લાક્ષણિકતાઓને કારણે તે વિશ્વભરમાં ખ્યાતનામ બન્યા. બારમા વર્ષે શિષ્યવૃત્તિ મળવાથી કળાનો અભ્યાસ શરૂ કરેલો; પરંતુ કુટુંબની નબળી આર્થિક સ્થિતિને…
વધુ વાંચો >મૂરીલ્યો, બાર્થોલો મ એસ્ટેબાન
મૂરીલ્યો, બાર્થોલો મ એસ્ટેબાન (જ. 1617, સેવિલ, સ્પેન; અ. 1682, કાર્ડિઝ, સ્પેન) : સ્પેનના પ્રસિદ્ધ બરોક ચિત્રકાર. 1645માં તેમણે સાન ફ્રાન્સિસ્કો કૉન્વેન્ટ માટે 11 નોંધપાત્ર ચિત્રો તૈયાર કર્યાં અને તેનાથી તે ખ્યાતિ પામ્યા. 1660માં તેમણે ‘એકૅડેમી ઑવ્ સેવિલ’ની સ્થાપના કરી અને તે સંસ્થાના તે પ્રથમ અધ્યક્ષ બન્યા. કારાવાજિયોની શૈલીમાં ચિત્રાલેખન…
વધુ વાંચો >મૅકકૉનલ, કિમ
મૅકકૉનલ, કિમ (જ. 1946 ઓક્લહૉમા, યુ.એસ.) : આધુનિક અમેરિકન ચિત્રકાર. સૅન ડિયેગોમાં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. અહીં તેમનો ઘનિષ્ઠ પરિચય કલાવિવેચક એમી ગોલ્ડિન તથા ચિત્રકાર મિરિયમ શૅપિરો સાથે થયો, જે તેમની કલાકારકિર્દી માટે નિર્ણાયક બની રહ્યો. પૌરસ્ત્ય ગાલીચા અને વસ્ત્રો પરની ભાતના ગોલ્ડિને કરેલાં બૌદ્ધિક અને આધ્યાત્મિક અર્થઘટનોથી…
વધુ વાંચો >મેક્સિકન કલા
મેક્સિકન કલા : પ્રાચીન ઍઝટેક સંસ્કૃતિનો વારસો ધરાવતા મેક્સિકોની અર્વાચીન કલા. પંદરમી સદીમાં સ્પૅનિશ પ્રજાએ અહીં આક્રમણ અને વસવાટનો પ્રારંભ કર્યો. તે પછી અહીંની મૂળ ઍઝટેક (ઇન્ડિયન) પ્રજા અને સ્પૅનિશ પ્રજા વચ્ચે ઘર્ષણ અને પરસ્પર સાંસ્કૃતિક સંવર્ધન સતત ચાલુ રહ્યાં. પરિણામે ઓગણીસમી સદીની બહુમતી પ્રજા મિશ્ર લોહી ધરાવતી હતી અને…
વધુ વાંચો >મેજુ
મેજુ (જ. અને અ. સત્તરમી સદીમાં, માણકોટ, હિમાચલ પ્રદેશ) : પહાડી લઘુચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. મેજુને માણકોટના રાજા ટિક્કા વિજય ઇન્દ્રસિંઘ તથા તેમના અવસાન પછી રાજા મહીપતદેવનો રાજ્યાશ્રય મળ્યો હતો. ભાગવત પુરાણનાં ર્દશ્યોનાં; રાજા મહીપતદેવ તથા તેમના દરબારીઓ, યોદ્ધાઓ અને રાજગુરુઓનાં; સાધુઓ, યોગીઓ તથા ઋષિઓનાં તેમજ લગ્નોત્સુક વરરાજાનાં વ્યક્તિચિત્રો અને રાગમાળાનાં…
વધુ વાંચો >મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ, ન્યૂયૉર્ક, યુ.એસ.
મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ, ન્યૂયૉર્ક, યુ.એસ. (સ્થાપના : 1872) : અમેરિકાનું સૌથી મોટું અને વિશ્વનું અગ્રણી કલાવિષયક મ્યુઝિયમ. તે 5 હેક્ટર વિસ્તારમાં પથરાયેલું છે. 1868માં ન્યૂયૉર્ક હિસ્ટૉરિયન સોસાયટીએ આ મ્યુઝિયમની રચના કરી. 1880માં તેને ખસેડીને હાલના સેન્ટ્રલ પાર્કના ફિફ્થ ઍવન્યૂના છેડે આવેલા મકાનમાં વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યું. 1888 અને 1894માં તેના…
વધુ વાંચો >મૅડ્રિગલ
મૅડ્રિગલ : સોળમી સદીમાં ઉદભવ પામેલ યુરોપિયન સંગીતનો એક પ્રકાર. આ પ્રકારના સંગીતની સર્વપ્રથમ રચનાઓ (compositions) 1530માં રોમમાં વાલેરિયો ડોરિકો(Valerio Dorico)એ છાપેલી ‘મૅડ્રિગલી દ દિવર્સી ઑતોરી’ (Madrigali de Diversi Autori) નામના પુસ્તકમાં મળી આવી છે. આ પુસ્તકમાં કૉસ્ટાન્ઝો ફેસ્ટા (Costanzo Festa) અને ફિલિપ વેર્દેલો (Philippe Verdelot) નામના બે સ્વરનિયોજકો(composers)ની રચનાઓ…
વધુ વાંચો >મેનન, અંજોલિ ઇલા
મેનન, અંજોલિ ઇલા (જ. 17 જુલાઈ 1940, બંગાળ) : ભારતીય મહિલા ચિત્રકાર. પિતા કૉલકાતામાં ડૉક્ટર. તેમણે મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. આ પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યનાં સ્નાતક થયાં. આ દરમિયાન તેમની મુલાકાત મકબૂલ ફિદા હુસેન સાથે થઈ. હુસેન પાસેથી પ્રેરણા મેળવી મેનન માત્ર ચિત્રકલામાં તલ્લીન…
વધુ વાંચો >