અમિતાભ મડિયા
મિલે, ઝાં ફ્રાન્સ્વા
મિલે, ઝાં ફ્રાન્સ્વા (જ. 4 ઑક્ટોબર 1814, ગ્રૂચી, ફ્રાંસ; અ. 20 જાન્યુઆરી 1875, બાર્બિઝોં) : બાર્બિઝોં શૈલીના પ્રસિદ્ધ ફ્રેંચ ચિત્રકાર. નૈસર્ગિક વાતાવરણમાં આલેખાયેલાં કૃષિ અને ગોપજીવનનાં તેમનાં ચિત્રો વિશ્વમાં ઘણાં પ્રસિદ્ધિ પામ્યાં છે. પોતાના ખેડૂત-પિતા સાથે તેમણે શૈશવાવસ્થામાં કૃષિજીવનનો શ્રમ કર્યો. 19 વરસની ઉંમરે, 1833માં તેઓ શેર્બુર્ગમાં એક કલાકાર પાસે…
વધુ વાંચો >મિસ્કિના
મિસ્કિના (સોળમી અને સત્તરમી સદી) : અકબરના સમયના મુઘલ ચિત્રકાર. અકબરના પ્રીતિપાત્ર. તેઓ પરિપ્રેક્ષ્ય(perspective)ના આલેખનમાં તેમજ પ્રકાશછાયાના ચિત્રાંકનથી ઊંડાણ દર્શાવવા(plastic effect)માં નિપુણ હતા. લાહોર ખાતે ચિત્રિત ‘સ્ટૉરી ઑવ્ ધ અનફેથફૂલ વાઇફ’ને તેમની શ્રેષ્ઠ ચિત્રકૃતિ ગણવામાં આવે છે. રાત્રિની ચાંદનીના આ ચિત્રના પ્રસંગનું નિરૂપણ તેમણે કુશળતાથી કર્યું છે. આ નાટ્યાત્મક ચિત્રમાં…
વધુ વાંચો >મિસ્ત્રી, છગનલાલ
મિસ્ત્રી, છગનલાલ (જ. 1933, ચીખલી, ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર. ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યા પછી તેમણે પહેલાં અમદાવાદની શેઠ સી. એન. વિદ્યાવિહાર અને પછી શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં ચિત્રકલાના અધ્યાપકની ફરજ બજાવી. તે સંસ્થામાંથી નિવૃત્તિ મેળવ્યા બાદ 1990થી તેઓ પૂરો સમય ચિત્રકલામાં વ્યસ્ત છે. છગનલાલનાં તૈલચિત્રો વણાટ વણેલી સાદડી કે…
વધુ વાંચો >મિસ્ત્રી, ધ્રુવ
મિસ્ત્રી, ધ્રુવ (જ. 1957, કંજરી, ગુજરાત) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુજરાતી શિલ્પી. વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી શિલ્પકલામાં 1979માં સ્નાતક અને 1981માં અનુસ્નાતક થયા. આ પછી બ્રિટિશ કાઉન્સિલ સ્કૉલરશિપ મળતાં બ્રિટન જઈ લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટ્સમાંથી 1983માં શિલ્પકલામાં અનુસ્નાતકની પદવી મેળવી. 1984 અને ’85 દરમિયાન તેઓ કેમ્બ્રિજની…
વધુ વાંચો >મિસ્ત્રી, પ્રમોદ રણછોડજી
મિસ્ત્રી, પ્રમોદ રણછોડજી (જ. 22 ડિસેમ્બર, 1938, વલસાડ) : ગુજરાતના વન્યજીવન અને કુદરતના અગ્રણી તસવીરકાર. માતા શાંતાબહેન અને પત્ની કુમુદબહેન. એસ.એસ.સી. સુધીના અભ્યાસ પછી તેમણે તસવીરકળાના વ્યવસાયમાં ઝુકાવ્યું. તેમની તસવીરકળાના કેટલાક ઉત્તમ નમૂના ‘નૅશનલ જ્યૉગ્રૉફિક ઑવ્ અમેરિકા’, ‘ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ’, ‘ધી ઇન્ડિયન પૅન્ટ્રી’, ‘ટ્રાવેલ ઍન્ડ લેઝર’ (હૉન્ગકૉન્ગ), ‘ઓગ્ગી નેટુરા’ (ઇટાલી),…
વધુ વાંચો >મીડ્નર, લુડવિગ
મીડ્નર, લુડવિગ (જ. 8 એપ્રિલ 1884, બર્નસ્ટેટ, જર્મની; અ. 14 મે 1966, ડાર્મસ્ટેટ, જર્મની) : જર્મન-અભિવ્યક્તિવાદી ચિત્રકાર. તેઓ નગરચિત્રોના સર્જન માટે પ્રસિદ્ધિ પામ્યા હતા. 1901–1902 દરમિયાન તેમણે કડિયા તરીકે તાલીમ લીધી. 1903થી 1905 દરમિયાન બ્રૅટ-લૉની રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યો. 1906થી 1907 સુધી પૅરિસની અકાદમી જુલિયાં અને અકાદમી કૉર્મોમાં…
વધુ વાંચો >મીર, સૈયદ અલી
મીર, સૈયદ અલી (જ. સોળમી સદી, તૅબ્રીઝ, ઈરાન; અ. સોળમી સદી, ભારત) : મુઘલ ચિત્રકલાના બે સ્થાપક ચિત્રકારોમાંના એક. (બીજા તે અબ્દુ-સમદ). તૅબ્રીઝની ઈરાની લઘુ ચિત્રકલાની સફાવીદ શૈલીના પ્રખ્યાત ચિત્રકાર મુસવ્વર સૉલ્ટાનિયેના પુત્ર. પોતાના જીવનના અંતકાળે હુમાયૂંએ દિલ્હીની ગાદી ફરી જીતી ત્યારે તેઓ ઈરાનથી અબ્દુ-સમદની સાથે સૈયદ અલી મીરને ભારત…
વધુ વાંચો >મુખરજી, મીરાં
મુખરજી, મીરાં (જ. 12 મે 1923, કોલકાતા; અ. 27 જાન્યુઆરી 1998 કૉલકાતા) : આધુનિક ભારતીય મહિલા-શિલ્પી. 14 વરસની ઉંમરે ‘ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઓરિયેન્ટલ આર્ટ’માં દાખલ થયાં અને ત્યાં 1941 સુધી અભ્યાસ કર્યો. 1947માં ‘દિલ્હી પૉલિટેકનિક’માં જોડાઈ ત્યાંથી શિલ્પમાં ડિપ્લોમા મેળવ્યો. આ પછી શાંતિનિકેતનમાં કાર્યશીલ ઇન્ડોનેશિયન ચિત્રકાર એફૅન્ડી હેઠળ બે વરસ…
વધુ વાંચો >મુખરજી, મૃણાલિની
મુખરજી, મૃણાલિની (જ. 1949, મુંબઈ) : આધુનિક ભારતીય મહિલા-શિલ્પી; પ્રસિદ્ધ ચિત્રકારો બિનોદબિહારી મુખરજી તથા લીલા મુખરજીનાં પુત્રી. 1965થી 1972 સુધી વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરી પ્રો. કે. જી. સુબ્રમણ્યનના માર્ગદર્શન હેઠળ ભીંતચિત્રનો પોસ્ટ-ડિપ્લોમા મેળવ્યો. અભ્યાસકાળ દરમિયાન જ મૃણાલિનીએ સૂતર, કંતાન, શણ અને નેતર જેવા વાનસ્પતિક…
વધુ વાંચો >મુખરજી, વિનોદવિહારી
મુખરજી, વિનોદવિહારી (જ. 7 ફેબ્રુઆરી 1904, બેહલા, પશ્ચિમ બંગાળ; અ. 11 નવેમ્બર 1980, દિલ્હી) : બંગાળ શૈલીના કલાકાર. બંગાળી કુટુંબમાં જન્મ અને ઉછેર. બચપણ બીમારીઓમાં વીત્યું. 1917માં શાંતિનિકેતન આવ્યા અને 1919માં અહીં કલાનો અભ્યાસ શરૂ કર્યો; થોડા જ વખતમાં કલા ગુરુ નંદલાલ બોઝના પટ્ટશિષ્ય બની શક્યા. અભ્યાસ પૂરો કર્યા પછી…
વધુ વાંચો >