અમિતાભ મડિયા
મહેતા, તૈયબ
મહેતા, તૈયબ (જ. 1925, કપડવંજ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 1947થી ’52 સુધી પેન્ટિંગનો અભ્યાસ કરીને 1959માં તે યુરોપ પહોંચ્યા. યુરોપયાત્રા પછી લંડન સ્થિર થઈ 5 વરસ સતત ચિત્રકામ કર્યું અને તે દરમિયાન તેમણે લંડન અને ઑક્સફર્ડમાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. 1965માં તે…
વધુ વાંચો >મહેતા, નાનાલાલ ચમનલાલ
મહેતા, નાનાલાલ ચમનલાલ (જ. 17 નવેમ્બર 1894, જરમઠા, ગુજરાત; અ. 18 મે 1958, કાશ્મીર) : આધુનિક વિશ્વમાં ભારતીય લઘુચિત્રકલા અંગેની સમજ તથા રસનો ફેલાવો કરનાર અભ્યાસી તથા મહત્વનાં લઘુચિત્રોના વિશ્વવિખ્યાત સંગ્રહ ‘એન. સી. મહેતા સંગ્રહ’ના આયોજક. રાજકોટમાં અને પછી મુંબઈની વિલ્સન કૉલેજમાં પ્રારંભિક શિક્ષણ લીધા પછી તેઓ કેમ્બ્રિજમાં જોડાયા અને…
વધુ વાંચો >મહેશ
મહેશ (અઢારમી સદીનો મધ્યભાગ, જ. અને અ. ચમ્બા, હિમાચલ પ્રદેશ) : પહાડી લઘુચિત્રકલાનો વિખ્યાત ચિત્રકાર. મહેશનો જન્મ સુથાર કુટુંબમાં થયો હતો. ચિત્રકલા પ્રત્યેના જન્મજાત લગાવને કારણે તેણે કિરપાલુ નામના પહાડી ચિત્રકાર પાસે તાલીમ મેળવી. પોતાના સમકાલીન પહાડી ચિત્રકાર લાહારુના સહયોગમાં તેણે અનેક ઉત્તમ ચિત્રકૃતિઓ સર્જી. આ ઉપરાંત કોઈના પણ સહયોગ…
વધુ વાંચો >મહોરું
મહોરું (mask) જીવંત વ્યક્તિના ચહેરા પર પહેરવામાં આવતું બનાવટી ચહેરાવાળું આવરણ. ફરેબનો એક પ્રકાર. પ્રાગૈતિહાસિક કાળના પથ્થરયુગથી માંડીને આજ દિન સુધી સમગ્ર વિશ્વમાં જુદા જુદા હેતુસર તેનો ઉપયોગ થતો રહ્યો છે. જીવંત વ્યક્તિના ચહેરાનાં હાવભાવ, વ્યક્તિત્વ, ઘાટઘૂટ અને મન:સ્થિતિને છુપાવવા માટે કેટલાક ઇસ્લામી દેશોના અપવાદ સિવાય સમગ્ર વિશ્વમાં તેનો ઉપયોગ…
વધુ વાંચો >માઇકલૅન્જેલો, બુઑનારૉતી
માઇકલૅન્જેલો, બુઑનારૉતી (જ. 1475, કૅપ્રિસ, ઇટાલી; અ. 18 ફેબ્રુઆરી 1564, રોમ, ઇટાલી) : યુરોપના મહાન શિલ્પી, સ્થપતિ, ચિત્રકાર અને કવિ. રેનેસાંસ કાળની કળાના ટોચના 3 કળાકારોમાં લિયોનાર્દો દ વિન્ચી અને રફાયેલની સાથે તેમનું સ્થાન છે. યુરોપની કળા પર માઇકલૅન્જેલોની અસર રેનેસાંસ પછી મૅનરિઝમ અને બરોક શૈલીઓ ઉપર એટલી પ્રભાવક રહી…
વધુ વાંચો >માઇબૉરોડા, જ્યૉર્જી
માઇબૉરોડા, જ્યૉર્જી (જ. ? પોલ્ટાવા, યુક્રેન) : પ્રસિદ્ધ યુક્રેનિયન સંગીતકાર અને સંગીતનિયોજક. બાળપણથી જ યુક્રેનના લોકસંગીત અને લોકવાદ્યોનો ઊંડો શોખ. ક્રેમેચન્ગ ઇન્ડસ્ટ્રિયલ સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યા પછી સોવિયેત પંચવર્ષીય યોજનાના ભાગ રૂપે નિપ્રોગેસ (Dnieproges) પ્રૉજેક્ટમાં કામ કર્યું. આ દરમિયાન 1939માં કવિ શૅવ્યેન્કોના કાવ્ય ‘લિલેયા’ (‘Lileya’) પરથી તે જ નામના સિમ્ફનિક…
વધુ વાંચો >માઇરૉન
માઇરૉન (જીવનકાળ : ઈસુ પૂર્વે પાંચમી સદી, બિયોટિયા, ગ્રીસ) : પ્રસિદ્ધ ગ્રીક શિલ્પી. તેમણે મુખ્યત્વે કાંસામાં શિલ્પ-કૃતિઓ સર્જી છે અને રમત-પ્રવૃત્ત ખેલાડીઓનાં અભ્યાસપૂર્ણ શિલ્પો માટે તેઓ પંકાયેલા છે. પ્રસિદ્ધ ગ્રીક શિલ્પીઓ ફિડિયાસ અને પૉલિક્લિટસના તેઓ સમકાલીન હતા. ઈ. પૂ. 450થી તેમનાં શિલ્પસર્જનોને ખ્યાતિ મળવી શરૂ થયેલી. ઈ. પૂ. 456થી 444…
વધુ વાંચો >માકે, ઑગસ્ટ
માકે, ઑગસ્ટ (જ. 3 જાન્યુઆરી 1887, મેશેડ, જર્મની; અ. 1914, પર્થિસ-લેઝ-હર્લસ નજીક) : જર્મન અભિવ્યક્તિવાદી (express- ionist) ચિત્રકાર. બાળપણ કૉલોન અને બૉન નગરોમાં વીત્યું. 1904માં તેમણે ‘ડસલડર્ફ એકૅડેમી ઑવ્ આર્ટ’માં 2 વરસ સુધી કલાનો અભ્યાસ કર્યો. આ દરમિયાન ઇટાલી અને બેલ્જિયમનો પ્રવાસ કર્યો. અહીં સંતોષ ન થવાથી તેઓ બર્લિનમાં જઈ…
વધુ વાંચો >માગ્રીત, રેને
માગ્રીત, રેને (જ. 1898, બેલ્જિયમ; અ. 1967, બેલ્જિયમ) : આધુનિક પરાવાસ્તવવાદી ચિત્રકાર. ભીંત પર ચોંટાડવાના ચિત્રસુશોભનવાળા કાગળો (wall-papers) અને ધંધાદારી જાહેરાતોની ડિઝાઇનના આલેખનકામથી તેમણે કારકિર્દીનો આરંભ કર્યો. દ કિરીકો અને મૅક્સ અર્ન્સ્ટે તેમની પ્રતિભા પારખી અને તેમને ચિત્રકલામાં પ્રવૃત્ત કર્યા. 1927થી 1930 તે ફ્રાંસમાં રહ્યા અને ત્યાં કવિ તથા પરાવાસ્તવવાદી…
વધુ વાંચો >માદામ તુસો મ્યુઝિયમ
માદામ તુસો મ્યુઝિયમ (Madam Tussauds Museum) (સ્થાપના : 1835) : જાણીતા, લોકપ્રિય તેમજ જાણીતા ઐતિહાસિક, વિદ્યમાન અને કલ્પનોત્થ વ્યક્તિઓનાં મીણમાંથી બનાવેલાં આબેહૂબ પૂતળાંઓનું મ્યુઝિયમ. મૂળમાં 1835માં લંડન ખાતે સ્થપાયેલ તુસો મ્યુઝિયમની શાખાઓ હાલમાં શાંઘાઈ, લાસ વેગાસ, ન્યૂયૉર્ક, હૉંગકૉંગ અને ઍમ્સ્ટરડૅમમાં છે. મીણમાંથી શિલ્પો ઘડનારાં ફ્રેંચ મહિલા શિલ્પી માદામ મૅરી તુસો-(જ.…
વધુ વાંચો >