અમિતાભ મડિયા

ભટ્ટ, જ્યોત્સ્ના

ભટ્ટ, જ્યોત્સ્ના (જ. 1940, માંડવી, કચ્છ) : ગુજરાતનાં સ્ત્રી-શિલ્પી અને સિરામિસ્ટ (ચિનાઈ માટીનાં પાત્ર-શિલ્પ બનાવનાર). વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી 1962માં તેમણે શિલ્પમાં ડિપ્લોમા મેળવ્યો. 1965માં અને ’66નાં 2 વર્ષ દરમિયાન અમેરિકામાં ન્યૂયૉર્કની ‘બ્રુક્લિન મ્યુઝિયમ આર્ટ સ્કૂલ’માં સિરામિક્સનો વધુ અભ્યાસ કર્યો.  આ 2 વર્ષ દરમિયાન તેમને ‘વર્કિગ સ્ટુડન્ટ્સ સ્કૉલરશિપ’ પણ મળી.…

વધુ વાંચો >

ભટ્ટ, વિષ્ણુ

ભટ્ટ, વિષ્ણુ (જ. 9 જાન્યુઆરી 1923, અમદાવાદ) : ગુજરાતના ચિત્રકાર, શિલ્પી અને કળાશિક્ષક. તેમણે કલાનું શિક્ષણ અમદાવાદમાં રવિશંકર રાવળ પાસે ગુજરાત કલા સંઘની ચિત્રશાળામાં અને પછી મુંબઈમાં વી. પી. કરમારકર પાસે લીધું હતું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં કલા–ઇતિહાસ અને સૌંદર્યશાસ્ત્ર વિભાગ ઊભો કરવામાં તેમનું મહત્વનું યોગદાન…

વધુ વાંચો >

ભટ્ટાચાર્જી, બિકાશ

ભટ્ટાચાર્જી, બિકાશ (જ. 21 જૂન 1940, કૉલકાતા) : ભારતના આધુનિક શૈલીના ચિત્રકાર. કૉલકાતાની ઇન્ડિયન કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ડ્રાફ્ટ્સમૅનશિપમાંથી ‘ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ’ મેળવ્યો. તેમણે સ્વાતંત્ર્યોત્તર બંગાળના ચિત્રકારોને નેતૃત્વ પૂરું પાડી તેમને યોગ્ય દિશાસૂચન આપ્યું છે. બિકાશનાં ચિત્રોની ભાષા વાસ્તવવાદી છે, છતાં તેમનું ર્દશ્યવિધાન વાસ્તવની પેલે પાર જવા મથે છે…

વધુ વાંચો >

ભટ્ટાચાર્ય, બિનોયતોષ

ભટ્ટાચાર્ય, બિનોયતોષ (જ. ) : ભારતીય મૂર્તિશાસ્ત્રના અગ્રગણ્ય વિદ્વાન. કલકત્તા યુનિવર્સિટીમાંથી ભારતીય સંસ્કૃતિની અનુસ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી તેઓ ઢાકા યુનિવર્સિટીમાં મૂર્તિશાસ્ત્રના રિસર્ચ સ્કૉલર તરીકે નિમાયા. ત્યાં તેમની તેજસ્વી મેધા ઝળકી ઊઠી અને પોતાના કાર્યના ફળ રૂપે એક વિસ્તૃત ગ્રંથ ‘બુદ્ધિસ્ટ આઇકોનૉગ્રાફી ઑવ્ ઇંડિયા’નું તેમણે લેખન-સંપાદન કર્યું; પરંતુ એથી પણ…

વધુ વાંચો >

ભાવસાર, નટવર પ્રહલાદજી

ભાવસાર, નટવર પ્રહલાદજી (જ. 7 એપ્રિલ 1934, ગોઠવા, ગુજરાત) : અમેરિકામાં સ્થિર થયેલા ગુજરાતના ચિત્રકાર. પિતા ગામડાની શાળાના આચાર્ય. અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં રસિકલાલ પરીખના માર્ગદર્શન નીચે 1956માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યા પછી મુંબઈ જઈ 1958માં તેમણે સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી આર્ટ માસ્ટરનો ડિપ્લોમા મેળવ્યો. આ…

વધુ વાંચો >

ભાવસાર, રમણીક

ભાવસાર, રમણીક (જ. 1936, પેથાપુર, જિ. ગાંધીનગર) : ગુજરાતના ચિત્રકાર. પરંપરાગત રીતે કોતરેલા લાકડાના બ્લૉક વડે છાપકામ કરવાનો વ્યવસાય તેમને વારસામાં મળ્યો હતો. પિતાના અવસાન બાદ તેઓ કાકા પાસે રહ્યા અને આ પરંપરા આત્મસાત્ કરી. એવામાં જ કાકાનું પણ અવસાન થતાં વ્યવસાય બંધ થવાથી તેઓ અમદાવાદ આવ્યા. અહીં આર. સી.…

વધુ વાંચો >

ભીમબેટકા

ભીમબેટકા : ભોપાલથી 40 કિમી. દક્ષિણે આવેલી પ્રાગૈતિહાસિક કાળનાં ચિત્રો ધરાવતી ગુફાઓ. તેમની સંખ્યા આશરે પાંચસોની છે. તેમાંની બસો ગુફાઓની  બધી જ છતો અને ભીંતો પર સફેદ અને  ગેરુ રંગથી ચિત્રાંકન કરવામાં આવેલ છે. ગેરુ રંગમાં પણ ઘેરા મરુનથી માંડીને કેસરી સુધીની વિવિધ છટાઓ જોવા મળે છે. વિવિધ પુરાતત્વવિદો ભીમબેટકાનાં…

વધુ વાંચો >

મજુમદાર, ક્ષિતીન્દ્રનાથ

મજુમદાર, ક્ષિતીન્દ્રનાથ (જ. 1891, નિમ્ટીટા, જિ. મુર્શિદાબાદ, બંગાળ; અ. –) : બંગાળ શૈલીના એક અગ્રણી ચિત્રકાર. બાળપણમાં યાત્રા અને કથા જેવા બંગાળી વાર્તાકથન અને લોકરંગમંચનનો આનંદ લૂંટ્યો. 1905માં 14 વરસની ઉંમરે પોતાનું ગામડું છોડી કોલકાતા આવ્યા અને 1909માં 18 વરસની ઉંમરે ખ્યાતનામ ચિત્રકાર ગગનેન્દ્રનાથ ટાગોરના શિષ્ય બન્યા. અહીં 6 વરસ…

વધુ વાંચો >

મઝુમદાર, ચિત્રાવનુ

મઝુમદાર, ચિત્રાવનુ (જ. 1956, પૅરિસ, ફ્રાન્સ) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. 1975માં કૉલકાતાની ગવર્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાં વિદ્યાર્થિની તરીકે જોડાયાં. 1981માં અહીંથી ચિત્રકલાનાં સ્નાતક થયાં. કૉલકાતાની એકૅડમી ઑવ્ ફાઇન આર્ટ્સ (1985), કૉલકાતાની બિરલા એકૅડેમી ઑવ્ આર્ટ એન્ડ કલ્ચર (1987), મુંબઈની જહાંગીર આર્ટ ગૅલેરી (1989) તથા નવી દિલ્હીની લલિત…

વધુ વાંચો >

મણાકુ

મણાકુ (અઢારમી સદીનો પૂર્વાર્ધ; જ. અને અ. ગુલેર, હિમાચલ પ્રદેશ) : પહાડી લઘુચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા સેઉ અને ભાઈ નયનસુખ પણ પ્રસિદ્ધ પહાડી ચિત્રકારો હતા. ચિત્રકલાનો વ્યવસાય અપનાવ્યો હોવાથી સમગ્ર પરિવારે પોતાને બ્રાહ્મણને બદલે સુથાર ગણાવવાનું પસંદ કર્યું હતું. પરિવારની મૂળ અટક મિશ્રા પણ તેમણે ત્યજી દીધી…

વધુ વાંચો >