અમિતાભ મડિયા
ટાગોર, ગગનેન્દ્રનાથ
ટાગોર, ગગનેન્દ્રનાથ (જ. 1867; અ. 1951) : બંગાળશૈલીના ચિત્રકાર. રવીન્દ્રનાથ ટાગોરના પિત્રાઈ ભાઈ ગુણેન્દ્રનાથ ટાગોરના તેઓ સૌથી મોટા દીકરા. ભારતીય કલાના ઓગણીસમી સદીના પુનરુત્થાનકાળમાં મહત્વની વ્યક્તિઓમાં ગગનેન્દ્રનાથની ગણતરી થાય છે. તેમનાં ચિત્રો વિવિધ શૈલીમાં છે. જળરંગોમાં વૉશ ટૅકનિકથી કરેલાં ચિત્રોમાં બંગાળનાં ખેતરો, ગામડાં, નદીઓ, મંદિરો તથા હિમાલયનાં દાર્જિલિંગ, કાલિમ્પોંગ, સિક્કિમ,…
વધુ વાંચો >ડિક્સ, ઑટો
ડિક્સ, ઑટો (Dix, Otto) (જ. 1891, ગેરા નજીક ઉન્ટેર્હાર્મ્હોસ, જર્મની; અ. 1969, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. 1905થી 1909 સુધી શોભનશૈલીના ચિત્રકાર તરીકે કામ કર્યું. 1909થી 1914 દરમિયાન ડ્રેસ્ડનની કલાશાળામાં અભ્યાસ કર્યો. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં જર્મન સૈન્યમાં ભૂસેનામાં પ્રથમ હરોળમાં રણમોરચે સેવા આપી. 1919માં કલાજૂથ ‘ડ્રેસ્ડન સેસેશન ગ્રૂપ’ના…
વધુ વાંચો >ડૂશાં, માર્સેલ
ડૂશાં, માર્સેલ (જ. 28 જુલાઈ 1887, બ્લેનવિલ, ફ્રાંસ; અ. 2 ઑક્ટોબર 1968, ફ્રાંસ) : ફ્રાંસના ચિત્રકાર તથા કલાસિદ્ધાંતના પ્રણેતા. 1915માં તે ન્યૂયૉર્ક ગયા અને ન્યૂયૉર્કની દાદાવાદની કલાઝુંબેશના એક અગ્રણી પુરસ્કર્તા બની રહ્યા. વળી ભવિષ્યવાદ (futurism) અને ઘનવાદ (cubism) જેવા નવતર કલાપ્રવાહો સાથે પણ તે સંકળાયેલા હતા. તેમનાં ચિત્રોની સંખ્યા ઝાઝી…
વધુ વાંચો >ઢગટ, નવીન અંબાલાલ
ઢગટ, નવીન અંબાલાલ (જ. 12 જાન્યુઆરી 1949, નડિયાદ, ગુજરાત) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. માતાનું નામ શાંતાબહેન. પત્નીનું નામ ગીતાબહેન, જેમની સાથે તેમણે 1985માં લગ્ન કરેલાં. નડિયાદમાં શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં અભ્યાસ કર્યો અને ડ્રૉઇંગ ટીચરનું સર્ટિફિકેટ (DTC) પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત,…
વધુ વાંચો >તાંત્રિક કલા (ચિત્ર અને શિલ્પ)
તાંત્રિક કલા (ચિત્ર અને શિલ્પ) : મધ્યયુગના ભારત, નેપાળ, તિબેટ, ભૂતાન, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા, લાઓસ અને થાઇલૅન્ડના કાપાલિકો, અઘોરીઓ અને હઠયોગીઓ માટે યૌન-પ્રતીકોના ઉપયોગથી સર્જાયેલી કલા. મૂળમાં હિંદુ તાંત્રિકો માટે અસ્તિત્વમાં આવેલી આ કલા પછીથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ પણ અપનાવી. શિવમંદિરમાં પેસતા જોવા મળતા યોનિ આકારના પાત્રમાં ખોડેલા ઉત્થાન પામેલ…
વધુ વાંચો >તિબેટી ચિત્રકળા
તિબેટી ચિત્રકળા : તિબેટની પરંપરાગત ચિત્રકળા. તિબેટના રાજવીના સાતમી સદીમાં નેપાળી રાજકુંવરી સાથે અને ત્યારબાદ ચીની શહેનશાહ તાઇત્સુન્ગની કુંવરી સાથેનાં લગ્ન ત્રિવેણી પરંપરાનાં સૂચક છે. આ પરંપરા તે તિબેટ, ચીન અને નેપાળની સંસ્કૃતિઓનો સંગમ. તિબેટે નવમી સદીમાં ચીનનો તુનહુઆન્ગ પ્રદેશ જીતી લીધો હતો અને અનીકો નામના તિબેટી શિલ્પીને કુબ્લાઈખાનનો આશ્રય…
વધુ વાંચો >તૈલચિત્ર
તૈલચિત્ર : તેલમિશ્રિત રંગો વડે ચિત્રો કરવાની કળા. તૈલચિત્રની પ્રથા સૌપ્રથમ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પંદરમી સદીમાં બેલ્જિયમમાં વિકસી. તૈલરંગો વડે સૌપ્રથમ આલેખન કરનારા ચિત્રકારોમાં ઇયાન વાન આઇક (JAN VAN EYCK) છે. તેનો શ્રેણીબદ્ધ વિકાસ યુરોપમાં નવજાગરણ કાળ દરમિયાન પંદરમી સદીમાં થયો. તૈલચિત્રના ઉદભવ અને વિકાસમાં વાસ્તવદર્શી વલણ કારણભૂત છે; આ વલણ…
વધુ વાંચો >દગા, એડગર
દગા, એડગર (જ. 19 જુલાઈ 1834, પૅરિસ; અ. 27 સપ્ટેમ્બર 1917, પૅરિસ) : ફ્રેન્ચ ચિત્રકાર. પૂરું નામ હિલેર જર્મેન એડગર દગા. ધનિક કુટુંબમાં જન્મ. દગાએ રૂઢિવાદી ચિત્રકાર આંગ્ર(Ingres)ના વિદ્યાર્થી લૅમોથ હેઠળ પૅરિસની એકૅડેમી ઑવ્ ફાઇન આટર્સમાં અભ્યાસ આરંભ્યો (1855). યુવાચિત્રકાર તરીકે તેમને પણ ફ્રાન્સની ભવ્ય પ્રણાલી મુજબ ઇતિહાસ વિષયના ચિત્રકાર…
વધુ વાંચો >દેસાઈ, કનુ
દેસાઈ, કનુ (જ. 12 માર્ચ 1907, અમદાવાદ; અ. 8 ડિસેમ્બર 1980, મુંબઈ) : ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર. રવિશંકર રાવળ દ્વારા સ્થપાયેલી સંસ્થા ઘરશાળા અને પછી રવિશંકર રાવળે સ્થાપેલા ‘ગુજરાત ચિત્રકલા સંઘ’માં તૈયાર થયેલા ગુજરાતના ચિત્રકારોના અગ્રણી તેજસ્વી પ્રતિનિધિ. તેમણે પોતાના કલાગુરુની બંગાળ-શૈલીની જળરંગી ચિત્રપદ્ધતિનો વિશેષ પ્રભાવ ઝીલ્યો. તેમને શાંતિનિકેતન ખાતે નંદબાબુ…
વધુ વાંચો >દેસાઈ, (ડૉ.) દેવાંગના
દેસાઈ, (ડૉ.) દેવાંગના (જ. 15 ફેબ્રુઆરી 1937, મુંબઈ) : ખજૂરાહોના રતિમગ્ન અને કામોત્તેજક શિલ્પો પર ઊંડું અને મૌલિક સંશોધન કરનાર ભારતીય કલા-ઇતિહાસકાર. તેમણે મુંબઈમાં શાલેય શિક્ષણ પૂરું કર્યા બાદ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો. 1957માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ફિલસૂફીનાં સ્નાતક થયાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી જ સમાજવિદ્યાનાં અનુસ્નાતક થયાં. ભારતીય પ્રણાલીનાં રતિમગ્ન અને…
વધુ વાંચો >