અપભ્રંશ-પાલિ-પ્રાકૃત સાહિત્ય

નેમિનાથચરિત

નેમિનાથચરિત : હરિભદ્રસૂરિરચિત અપભ્રંશ મહાકાવ્ય. તેઓ વડગચ્છ-બૃહદગચ્છના જિનચંદ્રસૂરિના પ્રશિષ્ય અને શ્રીચંદ્રસૂરિના શિષ્ય હતા. ગુજરાતના પ્રખ્યાત ચાલુક્યવંશના પ્રસિદ્ધ રાજા જયસિંહ અને કુમારપાળના મંત્રી પૃથ્વીપાલની વિનંતીને માન્ય રાખી તેમણે આ રચના 1160માં ચાલુક્ય વંશની રાજધાની અણહિલવાડ પાટણમાં કુમારપાળના રાજ્યશાસન દરમિયાન કરી હતી. તેમણે ચોવીસ તીર્થંકરનાં ચરિત્રો લખેલાં છે, જેનું શ્લોકપ્રમાણ લગભગ બે…

વધુ વાંચો >

પઉમચરિઉ (પદ્મચરિત)

પઉમચરિઉ (પદ્મચરિત) : અપભ્રંશ ભાષાનું પ્રાચીનતમ ઉપલબ્ધ પૌરાણિક મહાકાવ્ય. રચયિતા મારુતદેવપદ્મિનીપુત્ર અતિકૃશકાય વિરલદન્ત કવિરાજ સ્વંયભૂદેવ, જે વરાડમાંથી કર્ણાટકમાં જઈ વસ્યા લાગે છે. કોઈ ધનંજયની પ્રેરણાથી તેને આશ્રયે 840-920 દરમિયાન તેની રચના થઈ. હસ્તપ્રતો : (1) પુણેની ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ક્રમાંક 1120/1884-87ની, કાગળની, 1464-65માં લખાયેલી; (2) સાંગાનેર(જયપુર)ના ગોદિકામંદિરના જૈન ભંડારની,…

વધુ વાંચો >

પઉમચરિય (પદ્મચરિત્ર)

પઉમચરિય (પદ્મચરિત્ર) : જૈન પુરાણસાહિત્યની પ્રાચીનતમ કૃતિ. પ્રાકૃત ભાષાનું આદિકાવ્ય. આ મહાકાવ્ય સર્વપ્રથમ યાકોબીએ 1914માં પ્રકાશિત કરેલું. તે 118 સર્ગોનું છે. તેના રચયિતા છે નાઇલકુલવંશના વિમલસૂરિ. રચના ગ્રંથપ્રશસ્તિ પ્રમાણે વીર સં. 530 = ઈ. સ. 4 કે 64માં થઈ, પરંતુ તે અંગે મતભેદ છે. યાકોબી, જિનવિજયજી, વી. એમ. કુલકર્ણી તેને…

વધુ વાંચો >

પઉમસિરિચરિઉ (પદ્મશ્રીચરિત)

પઉમસિરિચરિઉ (પદ્મશ્રીચરિત) : અપભ્રંશ કાવ્ય. રચયિતા પાર્શ્વકવિસુત ધાહિલ કવિ. પાટણના જૈન ગ્રંથભંડારમાં સચવાયેલી હસ્તપ્રત 1135માં લખાયેલી છે અને ધાહિલ પોતાને મહાકવિ માઘનો વંશજ ગણાવે છે. તેથી તે આઠમી સદી પછી અને બારમી સદી પહેલાં થયો હશે. ભારતીય વિદ્યા ભવન તરફથી સિંઘી જૈન ગ્રંથમાળામાં તે 1948માં પ્રકાશિત થયેલું. તેના સંપાદકો હતા…

વધુ વાંચો >

પટેલ, કાનજીભાઈ

પટેલ, કાનજીભાઈ (જ. 31 જુલાઈ 1932, બાલીસણા, તા. પાટણ; અ. અમદાવાદ) : પ્રાકૃત-પાલિના પ્રાધ્યાપક. માતા ક્ષેમીબહેન અને પિતા મંછારામ. ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો. શ્રી કાનજીભાઈનું પ્રાથમિક કક્ષાનું અધ્યયન બાલીસણામાં અને માધ્યમિક કક્ષાનું અધ્યયન બાલીસણા અને પાટણમાં થયું. 1959માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અધ્યયન કરી ગુજરાત યુનિવર્સિટીની બી.એ.ની પદવી…

વધુ વાંચો >

પરમપ્પપયાસુ (પરમાત્મપ્રકાશ)

પરમપ્પપયાસુ (પરમાત્મપ્રકાશ) (ઈ. સ.ની દસમી સદી) : અપભ્રંશ ભાષામાં જૈન અધ્યાત્મવિચાર વ્યક્ત કરતી જોઇન્દુ(યોગીન્દુ)ની સબળ કૃતિ. કૃતિમાંથી કર્તા વિશે વિશેષ માહિતી મળતી નથી. તેમના સમય વિશે વિદ્વાનો એકમત નથી. ડૉ. એ. એન. ઉપાધ્યે તેમનો સમય ઈ. સ.ની છઠ્ઠી શતાબ્દી માને છે તો રાહુલ સાંકૃત્યાયન દસમી શતાબ્દી. દેવનાગરી અને કન્નડ લિપિમાં…

વધુ વાંચો >

પંડિત બેચરદાસ દોશી

પંડિત, બેચરદાસ દોશી (જ. 2 નવેમ્બર 1889, વળા – વલભીપુર, જિ. ભાવનગર; અ. 11 ઑક્ટોબર 1982, અમદાવાદ) : સંસ્કૃત, પ્રાકૃત, પાલિ અને અપભ્રંશના બહુશ્રુત ગુજરાતી વિદ્વાન. પિતા : જીવરાજ લાધાભાઈ દોશી. માતા : ઓતમબાઈ. જ્ઞાતિએ વીસા શ્રીમાળી દેરાવાસી જૈન. લગ્ન અમરેલીમાં અજવાળી ઝવેરચંદ દોશી સાથે થયેલાં. દસ વર્ષની ઉંમરે પિતા…

વધુ વાંચો >

પાઇઅકહાસંગહો (પ્રાકૃતકથાસંગ્રહ)

પાઇઅકહાસંગહો (પ્રાકૃતકથાસંગ્રહ) : પ્રાકૃત ભાષામાં લખાયેલી 12 કથાઓનો સંગ્રહ. પદ્મચન્દ્રસૂરિના કોઈ અજ્ઞાત નામના શિષ્યે ‘વિક્રમસેનચરિત્ર’ નામની પ્રાકૃત કૃતિની (ઈ. સ. 1342 પહેલાં) રચના કરી હતી. આ કથાપ્રબંધમાંની ચૌદ કથાઓમાંથી ‘પાઇઅકહાસંગહો’માં બાર કથાઓ સંગૃહીત કરવામાં આવી છે. આ કથાસંગ્રહના કર્તા કે સમય અંગે કોઈ નિશ્ચિત માહિતી મળતી નથી. આ સંગ્રહમાં દાન,…

વધુ વાંચો >

પાઇયલચ્છીનામમાલા

પાઇયલચ્છીનામમાલા (‘પ્રાકૃતલક્ષ્મીનામમાલા’ – સંસ્કૃતમાં) (ઈ. સ. 973) : ભારતના મહાકવિ ધનપાલે દસમી સદીમાં રચેલો પ્રાકૃત ભાષાનો જાણીતો પ્રાચીન શબ્દકોશ. ગુજરાત રાજ્યના ભાવનગરમાંથી 1907માં અને પાટણમાંથી 1947માં આ કોશ પ્રસિદ્ધ થયેલો છે. આ કોશ 275 શ્લોકોનો છે. એ પછી ચાર પ્રશસ્તિ-શ્લોકો ધનપાલે રચ્યા છે. અમરકોશ જેવા સંસ્કૃત ભાષાના શબ્દકોશોની પદ્ધતિથી ધનપાલે…

વધુ વાંચો >

પાઇય-સદ્દ-મહણ્ણવો

પાઇય–સદ્દ–મહણ્ણવો (प्राकृत शब्द-महार्णव) (1923-1928) : પંડિત હરગોવિંદદાસ શેઠે તૈયાર કરેલો પ્રાકૃત ભાષાઓનો વિસ્તૃત શબ્દકોશ. લેખકે આ કોશ ચાર ભાગોમાં ક્રમશ: પ્રસિદ્ધ કર્યો હતો. 1923માં સ્વરથી શરૂ થતા શબ્દોવાળો પહેલો ભાગ પ્રગટ કર્યો. એ પછી 1924માં क  થી न સુધીના વ્યંજનોથી શરૂ થતા શબ્દોવાળો બીજો ભાગ પ્રસિદ્ધ કર્યો. 1925માં प થી…

વધુ વાંચો >