અપભ્રંશ-પાલિ-પ્રાકૃત સાહિત્ય

ધમ્મપરિકખા

ધમ્મપરિકખા (988) : મેવાડના ધક્કડવંશીય ગોવર્ધનના પુત્ર, સિદ્ધસેનશિષ્ય હરિષેણે અચલપુરમાં રહીને અપભ્રંશ ભાષામાં રચેલો ગ્રંથ. તેની બે હસ્તપ્રતો જૈનોના આમેર શાસ્ત્રભંડારમાં સચવાઈ છે. તેના 11 સન્ધિમાંના 10મામાં સૌથી ઓછાં 17 કડવક અને 11મામાં સૌથી વધારે 27 કડવક છે. દરેક સન્ધિના અંતિમ ધત્તામાં તથા દરેકની પુષ્પિકામાં કર્તાનું નામ આવે છે. બ્રાહ્મણ…

વધુ વાંચો >

ધમ્મપાલ

ધમ્મપાલ (પાંચમું શતક) : બૌદ્ધ અને પાલિ શાસ્ત્રગ્રંથોના મહાન ટીકાકાર – અકથાકાર. જન્મ તમિળ દેશના કાંચીપુરમમાં. શિક્ષણ શ્રીલંકાના અનુરાધાપુરમા. તમિળ દેશના બદરિતિત્થવિહારમાં રહેતા હતા. બુદ્ધઘોષે બૌદ્ધ શાસ્ત્રગ્રંથો ઉપર પ્રસિદ્ધ ટીકાઓ – અટ્ઠકથાઓ રચી છે, તેમાં ‘ખુદ્દકનિકાય’ના સાત ગ્રંથો બાકી હતા. તેમના પછી તરત જ થયેલ ધમ્મપાલે તેના ઉપર ટીકા લખી…

વધુ વાંચો >

ધમ્મસંગહ અથવા સદ્ધમ્મસંગહ

ધમ્મસંગહ અથવા સદ્ધમ્મસંગહ : પાલિ ભાષામાં લખાયેલો શાસ્ત્ર-બાહ્ય બૌદ્ધ ગ્રંથ. રાજા પરાક્રમબાહુ(1240 થી 1275)ના સમકાલીન, શ્રીલંકાના થેર ધમ્મકિત્તિ(ધર્મકીર્તિ)એ લંકારામવિહારમાં તે રચેલો. શ્રીલંકાના નેદિમાલે સદ્ધાનંદ દ્વારા સંપાદિત રોમન લિપિમાં પાલિ ટેક્સ્ટ સોસાયટીના ત્રૈમાસિકમાં લંડનથી 1890માં પ્રકાશિત કરેલ. 1941માં ડૉ. બિમલ શરણ લૉનો અંગ્રેજી અનુવાદ કલકત્તા યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યો. 11 પ્રકરણમાં વિભાજિત…

વધુ વાંચો >

ધમ્મોવએસમાલાવિવરણ

ધમ્મોવએસમાલાવિવરણ : જૈન સિદ્ધાંતગ્રંથ ‘ધર્મોપદેશમાલા’ પરનું ‘વિવરણ’. તેના લેખક કૃષ્ણમુનિશિષ્ય જયસિંહસૂરિ છે. આ ગદ્યપદ્યાત્મક પ્રકરણગ્રંથ પં. લાલચન્દ્ર ભગવાનદાસ ગાંધી દ્વારા સંપાદિત, સિંઘી જૈન ગ્રંથમાળામાં અઠ્ઠાવીસમા મણકા રૂપે મુંબઈથી 1949માં પ્રકાશિત થયો હતો. ધર્મદાસગણી(ચોથાથી છઠ્ઠા શતક)ની પ્રાકૃત ‘ઉપદેશમાલા’ના અનુકરણમાં રચાયેલા પ્રકરણગ્રંથોમાં મહત્વના આ ગ્રંથમાં પ્રાથમિક કક્ષાનાં સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાને નિયમિત ભણવા…

વધુ વાંચો >

ધુત્તકખાણ

ધુત્તકખાણ (धूर्ताख्यान) (ઈ. સ.ની આઠમી સદી) : આચાર્ય હરિભદ્રસૂરિની પ્રાકૃત રચના. હરિભદ્રસૂરિએ મહાભારત, રામાયણ, પુરાણ જેવા ગ્રંથોની કથાઓ પર વ્યંગ્યાત્મક પ્રહાર કરી તેમની અસાર્થકતા, અસંભવિતતા અને અવિશ્વસનીયતા સિદ્ધ કરવા કટાક્ષમય શૈલીમાં પાંચ ધૂર્તોની કથા ‘ધૂર્તાખ્યાન’માં રજૂ કરી છે. આ કલ્પિત કથા પુરાણગ્રંથોની નિસ્સારતા અને અસંગતિ દર્શાવવા તાકે છે. તેની ભાષા…

વધુ વાંચો >

નમ્મયાસુંદરીકહા (નર્મદાસુંદરીકથા)

નમ્મયાસુંદરીકહા (નર્મદાસુંદરીકથા) : મહેન્દ્રસૂરિએ 1131માં પ્રાકૃત ગદ્યપદ્યમાં રચેલી કથા. આમાં नम्मया એટલે નર્મદાસુંદરીના ચરિત્રનું વર્ણન છે. આનો ગદ્ય-પદ્ય ભાગ સરલ અને રોચક છે. જૈન ધર્મમાં અત્યંત શ્રદ્ધાશીલ શ્રેષ્ઠી સહદેવની પત્ની સુંદરીએ નર્મદાસુંદરીને જન્મ આપ્યો હતો. નર્મદાસુંદરીના સૌન્દર્યથી આકર્ષિત થઈ મહેશ્વર દત્તે જૈન ધર્મનો સ્વીકાર કર્યો. શેઠે મહેશ્વરને જૈન સમજીને તેની…

વધુ વાંચો >

નયનંદી (દસમી સદી)

નયનંદી (દસમી સદી) : જૈનોની દિગંબર પરંપરાના આચાર્ય. તેમનો સમય દસમી સદીનો ઉત્તરાર્ધ અને અગિયારમી સદીનો પૂર્વાર્ધ મનાય છે. તેઓ રાજા ભોજદેવના સમકાલીન હતા, એ સ્પષ્ટ ઉલ્લેખ ભોજદેવના શિલાલેખમાં મળે છે. મહાન દિગંબર આચાર્ય કુંદકુંદની શિષ્યપરંપરામાંના તેઓ  એક હતા. તેમના ગુરુનું નામ માણિક્યનંદી ત્રૈવિધ હતું. નયનંદી ધર્મોપદેશક અને તપસ્વી હતા.…

વધુ વાંચો >

નવતત્વગાથાપ્રકરણ

નવતત્વગાથાપ્રકરણ : જૈન દર્શનનાં નવ તત્વોની ચર્ચા ધરાવતો ગ્રંથ. જડ અને ચેતન એવાં બે તત્વોના બનેલા સંસારમાં તે બે સિવાય ત્રીજું કોઈ તત્વ નથી. અખંડ બ્રહ્માંડના સમગ્ર પદાર્થોનો આ બે તત્વમાં સમાવેશ થાય છે. જેનામાં લાગણી નથી તે જડ. તેથી વિપરીત તે ચૈતન્ય કે આત્મા. આત્મા એટલે જીવ. આમ જીવ…

વધુ વાંચો >

નંદીસૂય (નંદીસૂત્ર)

નંદીસૂય (નંદીસૂત્ર) : જૈન આગમોમાં ‘અનુયોગદ્વાર’ નામના સૂત્રગ્રંથની સાથે ‘ચૂલિકાસૂત્ર’ તરીકે ગણના પામેલો આગમોની અપેક્ષાએ અર્વાચીન સૂત્રગ્રંથ. ‘નંદીસૂત્ર’ના લેખક દેવવાચક નામ ધરાવે છે અને તેઓ દુષ્યગણિના શિષ્ય હતા. તેમનો સમય ઈ. સ. ની પાંચમી સદીનો છે. ‘નંદીસૂત્ર’ પર જિનદાસગણિમહત્તરે ચૂર્ણિ નામની ટૂંકી સમજૂતી લખી છે, જ્યારે હરિભદ્ર તથા મલયગિરિએ ‘નંદીસૂત્ર’…

વધુ વાંચો >

નાયાધમ્મકહાઓ

નાયાધમ્મકહાઓ : શ્વેતાંબર જૈનોના આગમ ગ્રંથોમાં છઠ્ઠા અંગ તરીકે નાયાધમ્મકહાઓ (સં. જ્ઞાતાધર્મકથા) જાણીતી છે. તેમાં પ્રાકૃત ગદ્યમાં વાર્તાઓ વણી લીધી છે. તેના નાયા અને ધમ્મકહાઓ એવા બે સુયકખંધ(સં. શ્રુતસ્કંધ)માંથી નાયા નામે  વધારે વિસ્તારવાળા પહેલા શ્રુતસ્કંધમાં નીતિપરક વાર્તાઓનો અને ધમ્મકહાઓ નામે બીજા શ્રુતસ્કંધમાં કાલ્પનિક વાર્તાઓનો સમાવેશ કર્યો છે. નાયામાં અનુક્રમે ઉક્ખિત્ત,…

વધુ વાંચો >