બ્રહ્મોસ (BrahMos) : બ્રહ્મોસ એ  ભારત અને રશિયાના એક સંયુક્ત સાહસ  પ્રકલ્પ  અંતર્ગત વિકસિત વિશ્વની સૌથી તેજ અને સૌથી વધુ ઘાતક રેમજેટક્રુઝ મિસાઇલ છે. ભારતની નદી બ્રહ્મપુત્ર અને રશિયાની નદી મોસ્કો(Moskva)ના નામોનું સંયુક્ત રૂપ ‘બ્રહ્મોસ’ છે.આ પ્રકલ્પની શરૂઆત 1998માં થઈ હતી. મિસાઇલ નિર્માણ માટે સ્થાપવામાં આવેલી કંપનીમાં 50.5 ટકા હિસ્સો ભારતનો અને 49.5 ટકા હિસ્સો રશિયાનો છે. વર્તમાનમાં મિસાઇલના 65% ઘટકો ભારતમાં બને છે જે આવનારા સમયમાં 85% સુધી પહોંચી જશે. ભૂમિ પરથી, સમુદ્ર સપાટી ઉપરથી, પાણીની નીચેથી અને પ્લૅટફૉર્મ પરથી પ્રક્ષેપણ કરવાની ક્ષમતા બ્રહ્મોસ ધરાવે છે. તે ભૂમિ પર અને દરિયામાં લક્ષ્યપરની સચોટ મારક ક્ષમતા ધરાવે છે. આમ તે ‘યુનિવર્સલ આયુધ શ્રેણી’માં સ્થાન પામે છે.પ્રચંડ બ્રહ્મોસે સ્થિર અથવા તો ચાલતા પ્લૅટફૉર્મ પરથી એકલ અથવા તો સતત પ્રક્ષેપણ કરવાની પોતાની ક્ષમતા દર્શાવી છે. ભૂમિ અથવા તો સમુદ્રી લક્ષ્ય પર વાર કરવા માટે તેને એકદમ સીધું અથવા તો ત્રાંસું પ્રક્ષેપિત કરી શકાય છે. શક્તિશાળી દારૂગોળા સાથે અને અવાજથી પણ તેજ ગતિએ ધસી જતું આયુધ લક્ષ્યનો સંપૂર્ણ નાશ કરી નાખે છે. બ્રહ્મોસનું ભૂમિથી ભૂમિ, ભૂમિથી સમુદ્ર, સમુદ્રથી ભૂમિ, સમુદ્રથી સમુદ્ર, હવાથી સમુદ્ર, જમીન નીચેથી અને  હવાથી ભૂમિપર લક્ષ્યવેધ ક્ષમતા સિદ્ધ થઈ છે. આગ નિયમન પ્રણાલી, ચલિત સ્વાયત્ત પ્રક્ષેપક (Mobile Autonomous Launcher – MAL), સહાયક વાહનો, સંચાર ઉપકરણો વગેરે ભૂમિગત પ્રણાલીના બધા જ ઘટકો દેશમાં જ વિકસાવવામાં આવ્યા છે. આવતા દશ વર્ષમાં 2000 મિસાઇલ ઉત્પાદનની યોજના છે જેમાંથી અડધોઅડધ મિત્ર દેશોને વેચવામાં આવશે. નવેમ્બર 2005થી ભારતીય સેનાની ત્રણેય પાંખમાં બ્રહ્મોસનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલિપાઇન્સ સરકાર તરફથી ઑર્ડર મળ્યો છે. 7 ~ 8 મેકની ગતિથી વાર કરતી અને 800 કિલોમીટરની પહોંચ ક્ષમતાવાળી બ્રહ્મોસ-II મિસાઇલ વિકાસાધીન છે જે 2024 સુધીમાં તૈયાર થઇ જશે તેવા અહેવાલ છે. અંતે તો મિસાઇલની પહોંચ 1500 કિલોમીટર સુધીની થાય તેવી યોજના છે.

બ્રહ્મોસ જહાજ, જમીન, પનડૂબી અને આકાશમાંથીપ્રક્ષેપણકરી શકે છે. બ્રહ્મોસની લંબાઈ 8.4 મીટર, દળ ૩૦૦૦ કિલોગ્રામ અને વ્યાસ 0.6 મીટર છે. જ્યારે બ્રહ્મોસ-NGની લંબાઈ 6 મીટર,દળ 1200થી 1500 કિલોગ્રામ અને વ્યાસ 0.5મીટર છે.પ્રથમ ચરણમાં ઘન ઈંધણ રૉકેટ બૂસ્ટરએન્જિન અને દ્વિતીય ચરણમાં પ્રવાહી ઈંધણ રેમજેટ રૉકેટ એન્જિન હોય છે. ઉડ્ડયનની ઊંચાઈમહત્તમ 15000 મીટર અનેલઘુતમ: 3થી 4 મીટર હોય છે. જહાજ, ભૂમિ અને આકાશી પ્લૅટફૉર્મ પરથી 500 કિલોમીટર સુધીઆયુધની પહોંચ છે. બ્રહ્મોસની મહત્તમ ગતિ 3 મેક અને દારૂગોળો વહનક્ષમતા 200 – 300 કિલોગ્રામ છે. 1 મીટર લક્ષ્ય સચોટતા ધરાવતા બ્રહ્મોસની ડિઝાઇન DRDO ભારત અને રશિયાની રૉકેટ ડિઝાઇન કંપની એનપીઓ મશીનોસ્ત્રોયેનિયા(NPO Mashinostroyeniya)એ તૈયાર કરી છે. તેના ઉત્પાદકબ્રહ્મોસ એરોસ્પેસ લિમિટેડ, ભારત છે.

   ચિંતન ભટ્ટ