અંતરિક્ષવિજ્ઞાન
પેગાસસ (Pegasus) ઉપગ્રહો
પેગાસસ (Pegasus) ઉપગ્રહો : 1965માં પ્રક્ષેપિત થયેલા, અમેરિકાના ત્રણ વૈજ્ઞાનિક ઉપગ્રહોની શ્રેણી. ગ્રીક પૌરાણિક કથામાંના પાંખવાળા ઘોડાના નામ ‘પેગાસસ’ ઉપરથી મોટી પાંખવાળું માળખું ધરાવતા આ ઉપગ્રહોને ‘પેગાસસ’ નામ આપવામાં આવ્યું હતું. આ પાંખનો વિસ્તાર 29 મીટર જેટલો મોટો હતો. અંતરીક્ષમાં કાયમી અસ્તિત્વ ધરાવતા સૂક્ષ્મ-ઉલ્કાકણો કેટલા વેગ સાથે અથડાય છે તથા…
વધુ વાંચો >પ્રક્ષેપણવિદ્યા (ballistics)
પ્રક્ષેપણવિદ્યા (ballistics) : પ્રક્ષિપ્ત(projectile)ના પ્રચલન (propulsion), ઉડ્ડયન (flight) અને સંઘાત (impact) અંગેનું વિજ્ઞાન. તેનું વિભાજન જુદી જુદી શાખામાં કરવામાં આવે છે. આંતરિક પ્રાક્ષેપિકી એટલે પ્રક્ષિપ્તના પ્રચલન અંગેનું વિજ્ઞાન; બાહ્ય પ્રાક્ષેપિકી એટલે પ્રક્ષિપ્તના ઉડ્ડયન અંગેનું વિજ્ઞાન. આ બંને અવસ્થા વચ્ચેના સંક્રમણકાળને માધ્યમિક (intermediate) પ્રાક્ષેપિકી કહેવામાં આવે છે, અંતિમ (terminal) પ્રાક્ષેપિકી પ્રક્ષિપ્તના…
વધુ વાંચો >ફેઝ સ્વિચિંગ ઇન્ટરફેરોમિટર
ફેઝ સ્વિચિંગ ઇન્ટરફેરોમિટર : ખૂબ દૂરના અંતરે આવેલા બિંદુવત્ અવકાશી પદાર્થનું કોણીય કદ (angular size) માપવા માટેની યોજના. તેમાં તરંગના વ્યતિકરણની ‘ઇન્ટરફેરોમૅટ્રી’ની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં નિશ્ચિત અંતરે આવેલા બે સ્થાન ઉપરથી અવકાશસ્થિત પદાર્થ દ્વારા ઉત્સર્જિત થતા તરંગોને ઝીલી, તેમને એકત્રિત કરી, તેમની વચ્ચે ઉદભવતી વ્યતિકરણની માત્રાનું માપ…
વધુ વાંચો >ફ્રેનેલ લેન્સ
ફ્રેનેલ લેન્સ : અવકાશીય ટેલિસ્કોપમાં વિશિષ્ટ સંરચના ધરાવતો લેન્સ. જુદા જુદા પ્રકારનાં ટેલિસ્કોપનો ઉપયોગ મનુષ્યના રોજિંદા જીવનમાં તથા પ્રયોગશાળાઓમાં વ્યાપક રીતે કરવામાં આવે છે. અવકાશમાં અતિ દૂરનાં અંતરે રહેલા અવકાશીય પદાર્થોને વધુ સ્પષ્ટ રીતે જોવા માટે; તેમનાં ચોક્કસ સ્વરૂપ અને લાક્ષણિકતાઓની પૂર્ણ વિગતો મેળવવા માટે ખૂબ જ મોટા પરિઘ ધરાવતા…
વધુ વાંચો >ફ્રેંચ ગિયાના અંતરીક્ષમથક
ફ્રેંચ ગિયાના અંતરીક્ષમથક : ફ્રેંચ ગિયાના(દક્ષિણ અમેરિકા)માં કુરુ ખાતે આવેલું યુરોપીય અંતરીક્ષ સંસ્થા(ESA)નું અંતરીક્ષયાન-પ્રમોચન-મથક. વિષુવવૃત્તથી ફક્ત 2° ઉ. અ. પર આવેલું આ પ્રમોચન-મથક ઉપગ્રહને ભૂ-સમક્રમિક સ્થાનાંતરણ કક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે ખૂબ અનુકૂળ છે. વળી, પૂર્વ કે ઉત્તર દિશામાં પ્રમોચન દરમિયાન પ્રમોચન-વાહનનો ઉડ્ડયન-પથ 3,000 કિમી. સુધી સમુદ્ર પર જ હોય છે.…
વધુ વાંચો >બાયોસૅટલાઇટ
બાયોસૅટલાઇટ : આ નામની અમેરિકાની ઉપગ્રહશ્રેણીના ત્રણ ઉપગ્રહો પૈકીનો કોઈ પણ એક ઉપગ્રહ. આ ઉપગ્રહોનો ઉદ્દેશ વજનવિહીનતા(શૂન્ય ગુરુત્વાકર્ષણ)નો, કૉસ્મિક વિકિરણનો તથા પૃથ્વી પર છે તેવી 24 કલાકની લયબદ્ધતાની ગેરહાજરીમાં વનસ્પતિ તથા સૂક્ષ્મજીવાણુથી માંડીને મોટાં સસ્તન પ્રાણીઓ (primates) ઉપર થતી જીવવૈજ્ઞાનિક અસરોનો અભ્યાસ કરવાનો હતો. આ પ્રકારની અંતરીક્ષ પ્રયોગશાળામાં દૂર-માપન ઉપકરણો…
વધુ વાંચો >બૈકોનુર કૉસ્મોડ્રોમ
બૈકોનુર કૉસ્મોડ્રોમ : કઝાખસ્તાનમાં આવેલું અંતરીક્ષયાન પ્રમોચન મથક. 1991માં એ વખતના સોવિયેત સંઘ(u.s.s.r.)ના ભાગલા પડ્યા એ પછી જુદાં જુદાં રાજ્યોનો સમૂહ ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’(CIS)ના નામે ઓળખાય છે. બૈકોનુર કૉસ્મોડ્રોમ કઝાખસ્તાન રાજ્યની માલિકીનું ગણાય છે. તે ત્યુરાતામ (Tyuratam Leninsk) નામથી પણ ઓળખાય છે. રશિયા તેના ઉપગ્રહો પ્રક્ષેપિત કરવા માટે બૈકોનુર…
વધુ વાંચો >બૉરમૅન, ફ્રૅન્ક
બૉરમૅન, ફ્રૅન્ક (જ. 1928, ગેરી, ઇલિનૉઈ) : અમેરિકાના પ્રસિદ્ધ અવકાશયાત્રી. તેમણે વેસ્ટ પૉઇન્ટ ખાતે તાલીમ લીધી હતી; 1951–56ના સમય દરમિયાન તેમણે વાયુદળના વિમાની તરીકે ફરજ બજાવેલી. ત્યારપછી તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં ‘એરોનૉટિકલ એન્જિનિયરિંગ’નો અભ્યાસ કર્યો. એ પછી વેસ્ટ પૉઇન્ટ તથા એરોસ્પેસ રિસર્ચ પાઇલટ્સ સ્કૂલમાં તાલીમશિક્ષણ આપ્યું. 1962માં ‘નાસા’(NASA)એ અવકાશયાત્રી…
વધુ વાંચો >બ્રહ્મોસ (BrahMos)
બ્રહ્મોસ (BrahMos) : બ્રહ્મોસ એ ભારત અને રશિયાના એક સંયુક્ત સાહસ પ્રકલ્પ અંતર્ગત વિકસિત વિશ્વની સૌથી તેજ અને સૌથી વધુ ઘાતક રેમજેટક્રુઝ મિસાઇલ છે. ભારતની નદી બ્રહ્મપુત્ર અને રશિયાની નદી મોસ્કો(Moskva)ના નામોનું સંયુક્ત રૂપ ‘બ્રહ્મોસ’ છે.આ પ્રકલ્પની શરૂઆત 1998માં થઈ હતી. મિસાઇલ નિર્માણ માટે સ્થાપવામાં આવેલી કંપનીમાં 50.5 ટકા હિસ્સો…
વધુ વાંચો >બ્રોન, વર્નર ફૉન
બ્રોન, વર્નર ફૉન (જ : 23 માર્ચ, 1912, Wirsitz, જર્મની; અ. 16 જૂન, 1977, ઍલેક્ઝાંડ્રિયા, વર્જિનિયા, યુ. એસ.) : શરૂઆતમાં જર્મનીમાં અને બીજા વિશ્વયુદ્ધ પછી યુ. એસ.માં રૉકેટ-શાસ્ત્ર અને અંતરીક્ષ-અન્વેષણોનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રમુખ ભૂમિકા ભજવનાર જર્મન ઇજનેર. તેમનો જન્મ ધનાઢ્ય અને વૈભવશાળી પરિવારમાં થયો હતો. પુત્રની જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરવાના હેતુથી…
વધુ વાંચો >