અંગ્રેજી સાહિત્ય

બેન્ટલી, એડમંડ ક્લેરિ હ્યુ

બેન્ટલી, એડમંડ ક્લેરિ હ્યુ (જ. 1875, લંડન; અ. 1956) : આંગ્લ પત્રકાર અને નવલકથાકાર. ‘ટ્રેન્ટ્સ લાસ્ટ કેસ’ નામક નવલકથાના લેખક તરીકે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે, કારણ કે ડિટેક્ટિવ નવલકથાના વિકાસમાં આ કૃતિ સીમાચિહ્નરૂપ લેખાય છે. તેઓ જી. કે. ચેસ્ટરટનના ગાઢ સાથી હતા અને તેમની પ્રેરણાથી તેમણે નવા…

વધુ વાંચો >

બેરિમૅન, જૉન

બેરિમૅન, જૉન (જ. 1914, ઓક્લહોમા; અ. 1972) : અમેરિકાના કવિ, આત્મકથાલેખક, નવલકથાકાર અને વિદ્વાન. તેમણે કોલંબિયા યુનિવર્સિટી તેમજ ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. ત્યારપછી અનેક યુનિવર્સિટીઓમાં અધ્યાપનકાર્ય કર્યું. છેલ્લે 1955થી ’72 દરમિયાન તેમણે મિનેસોટા યુનિવર્સિટી ખાતે માનવવિદ્યાના પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય કર્યું. ‘હોમેજ ટુ મિસ્ટ્રેસ બ્રૅડસ્ટ્રીટ’ (1956) નામક કાવ્યસંગ્રહથી કવિ…

વધુ વાંચો >

બેલો, સૉલ

બેલો, સૉલ (જ. 10 જૂન 1915, લેશિન, ક્વિબેક, કૅનેડા) : નોબેલ પુરસ્કાર(1976)ના વિજેતા અમેરિકન નવલકથાકાર. માતાપિતા રશિયન-યહૂદી. તેમણે 1913માં રશિયામાંથી કૅનેડામાં મૉન્ટ્રિયલ ખાતે સ્થળાંતર કર્યું.  નવ વર્ષના સૉલને લઈને માબાપ શિકાગોમાં સ્થાયી થયાં. પરિવારની ભાષા યિડિશ હતી. 22 વર્ષની ઉંમરે સ્નાતકની ઉપાધિ મેળવી. અધ્યાપનની સાથે સાહિત્યોપાસના. પ્રિન્સ્ટનની યુનિવર્સિટી ઑવ્ મિનિયૅસોટા,…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બૉઝવેલ, જેમ્સ

બૉઝવેલ, જેમ્સ (જ. 1740, ઍડિનબરો, સ્કૉટલૅન્ડ, યુ.કે.; અ. 1795) : જાણીતા અંગ્રેજી જીવનચરિત્ર-લેખક. તેમણે એડિનબરો હાઈસ્કૂલ તેમજ યુનિવર્સિટી ખાતે અને પછી ગ્લાસગો ખાતે સિવિલ લૉનો અભ્યાસ કર્યો; પરંતુ સાહિત્યક્ષેત્ર તેમની મહત્વાકાંક્ષાનો અને તેમના આકર્ષણનો વિષય હતો. 18 મે વર્ષે તેમણે એક સામયિક શરૂ કર્યું, પણ મોટાભાગે તે નિંદાખોરીને વરેલું હતું.…

વધુ વાંચો >

બૉર્જે, જૉર્જ લૂઈસ

બૉર્જે, જૉર્જ લૂઈસ (જ. 24 ઑગસ્ટ 1899, બુએનોસ, આઇરિસ; અ. 1986) : આર્જેન્ટીનાના કવિ, નિબંધકાર અને ટૂંકી વાર્તાઓના લેખક. દક્ષિણ અમેરિકામાં આધુનિક વિચારસરણી ધરાવતા એકાંતિક મતવાદી ચળવળના સ્થાપક. તેઓ પ્રથમ અંગ્રેજી અને પછી સ્પૅનિશ ભાષા શીખ્યા અને તેમના પિતાની લાઇબ્રેરીમાંથી સૌપ્રથમ ‘હક્સ લેબરી ફીન’, એચ. જી. વેલ્સની નવલકથા ‘ધ થાઉઝન્ડ…

વધુ વાંચો >

બૉલિંજન પ્રાઇઝ ઇન પોએટ્રી

બૉલિંજન પ્રાઇઝ ઇન પોએટ્રી : દર બે વર્ષે અમેરિકાની યેલ યુનિવર્સિટી ગ્રંથાલય સમિતિ દ્વારા પસંદગીના શ્રેષ્ઠ કવિને એનાયત કરવામાં આવતું પારિતોષિક. માનવતાપ્રેમી પૉલ મૅલોને જરૂરી ફંડ પૂરું પાડેલું અને તેમની ઇચ્છા મુજબ બૉલિંજન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી (1948). 1960 સુધી વિજેતાને આપવાની રકમ $ 1,000; 1964 સુધી $ 2,500 અને…

વધુ વાંચો >

બ્રાઉનિંગ, એલિઝાબેથ બૅરેટ

બ્રાઉનિંગ, એલિઝાબેથ બૅરેટ (જ. 6 માર્ચ 1806, ડરહામ નજીક; અ. 29 જૂન 1861, ઇટાલી) : અંગ્રેજ કવયિત્રી. અત્યંત કડક સ્વભાવના પિતા એડવર્ડ મૉલ્ટન બેરેટનાં 12 સંતાનોમાંનાં એક. વિધિસરનું કોઈ શિક્ષણ પ્રાપ્ત ન કરનાર એલિઝાબેથને વાચનનો ખૂબ શોખ. ખૂબ જ નાની ઉંમરમાં કાવ્યો લખવાનું શરૂ કરેલું. 1819માં તેમના પિતાએ એલિઝાબેથે લખેલ…

વધુ વાંચો >

બ્રાઉનિંગ, રૉબર્ટ

બ્રાઉનિંગ, રૉબર્ટ (જ. 1812, લંડન; અ. 12 ડિસેમ્બર 1889, લંડન) : અંગ્રેજ કવિ. પિતા બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડમાં સિનિયર કલાર્ક, પણ કલા અને સાહિત્યના રસિક. આ વારસો રૉબર્ટ બ્રાઉનિંગને મળ્યો. માતા સંગીતપ્રેમી, પિયાનોવાદક અને શ્રદ્ધાળુ. રૉબર્ટ બ્રાઉનિંગ 1828માં યુનિવર્સિટી ઑવ્ લંડનમાં દાખલ થયા પણ દોઢેક વર્ષ પછી અભ્યાસ છોડી દીધો. નાનકડા…

વધુ વાંચો >

બ્રાયન્ટ વિલિયમ કલન

બ્રાયન્ટ વિલિયમ કલન (જ. 1794, કમિંગ્ટન, મૅસેચૂસેટ્સ; અ. 1878) : પ્રથમ અમેરિકન મહાકવિ. 13 વર્ષની વયે એમનું પ્રથમ કાવ્ય પ્રસિદ્ધ થયું. તે ‘એમ્બાર્ગો’ કાવ્યમાં પ્રમુખ થૉમસ જેફરસનની નીતિની હાંસી ઉડાડવામાં આવી છે. વર્તમાનપત્રના પ્રભાવશાળી તંત્રી તરીકે પણ તેઓ પ્રખ્યાત હતા. 50 વર્ષ સુધી પત્રકાર તરીકે જાહેર બાબતોમાં તેમણે અગ્રગણ્ય ભાગ…

વધુ વાંચો >