૯.૧૧

દહેજથી દારુહળદર

દારિયો, રુબેન

દારિયો, રુબેન (જ. 18 જાન્યુઆરી 1867, મેટાપા, નિકારાગુઆ; અ. 6 ફેબ્રુઆરી 1916) : લૅટિન-અમેરિકન કવિ. મૂળ નામ ફેલિક્સ રુબેન ગાર્શિયા સર્મીન્ટો. કિશોરવયમાં તેમણે કવિતા રચવાનું શરૂ કરેલું. 16 વર્ષની વયે સમસ્ત મધ્ય અમેરિકામાં તેમની કવિ તરીકે ખ્યાતિ પ્રસરી ચૂકી હતી. આ કવિનું શૈશવ વ્યથામાં વ્યતીત થયેલું. બે વાર લગ્નગ્રંથિથી જોડાયેલા…

વધુ વાંચો >

દારુહળદર

દારુહળદર : દ્વિદળી વર્ગમાં આવેલા બર્બેરિડેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Berberis aristata DC. અને B. asiatica Roxb. ex DC. (સં. દારુહરિદ્રા, હિં. દારુહલ્દી, મ. દારુહલદ, ક. મરદવર્ષણુ, તે. મલુંપુ, પાસુગુ; મલા. નાણામાર, તા. નુનામારં, ફા. દારચાબ, અં. બર્બેરી) છે. દારુહળદરની ‘ઍરિસ્ટાટા’ જાતિ ઉન્નત, અરોમિલ, કાંટાળી, 3-6 મી.ની ઊંચાઈ ધરાવતી…

વધુ વાંચો >

દહેજ

Mar 11, 1997

દહેજ : ભારતીય લગ્નવ્યવસ્થાના દૂષણ-સ્વરૂપે વિકસેલી સામાજિક પ્રથા. આ દેશવ્યાપી પ્રથાએ લગ્નસંસ્થા અને સ્ત્રીના સામાજિક દરજ્જા સંદર્ભે ગંભીર પ્રશ્નો અને પડકારો સર્જ્યા છે. હિન્દુઓ, મુસ્લિમો તેમજ ખ્રિસ્તીઓમાં દહેજની બદી ફેલાયેલી છે. હિન્દુઓમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. આ બંધન ત્યારે જ માન્ય ગણાય છે જ્યારે તેમાં કન્યાદાન અપાયું હોય.…

વધુ વાંચો >

દહેજ (બંદર)

Mar 11, 1997

દહેજ (બંદર) : ભરૂચ જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું બંદર. ભૌગોલિક સ્થાન : તે 21 41´ ઉ. અ. અને 72 30´ પૂ. રે. પર આવેલું છે. જે ખંભાતના અખાતની પૂર્વમાં બાનની ખાડી (Ban Creek) પાસે આવેલું છે. આ બંદર કુદરતી બંદર છે. તેની ઊંડાઈ 25 મીટર જેટલી છે. ભારતીય નૌકાદળના જળઆલેખન – 2082માં…

વધુ વાંચો >

દહેલવી શાહિદ એહમદ

Mar 11, 1997

દહેલવી શાહિદ એહમદ (જ. 26 મે 1906, દિલ્હી; અ. 27 મે 1967, કરાંચી) : ઉર્દૂ લેખક. તેમણે 1925માં ઉર્દૂ વિષય સાથે બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી. સાહિત્યરુચિ અને લેખનશૈલી તેમને વારસાગત હતાં. શરૂઆતથી જ તેઓ લેખન, સંપાદન અને પ્રકાશનના વ્યવસાયમાં જોડાયા. સાહિત્યકારો અને સમીક્ષકો વચ્ચેની કેટલીક રીતિનીતિથી વ્યથિત બનીને તેમણે તેમની પોતાની…

વધુ વાંચો >

દળમાપકો

Mar 11, 1997

દળમાપકો : જુઓ, તુલા.

વધુ વાંચો >

દળવી, જયવંત

Mar 11, 1997

દળવી, જયવંત (જ. 1925, અરવલી, કોંકણ; અ. 1994, મુંબઈ) : વિખ્યાત મરાઠી લેખક. તેમણે નવલકથા, નાટક, નવલિકા, પ્રવાસવર્ણન તથા એકાંકી – એમ સાહિત્યના અનેક પ્રકારો ખેડ્યા. કૉલેજના પ્રથમ વર્ષમાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું એટલે કૉલેજ છોડી આંદોલનમાં ભાગ લીધો. આંદોલન પૂરું થતાં લોકસેવામાં સક્રિય બન્યા. યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ફર્મેશન સર્વિસમાં…

વધુ વાંચો >

દંડ

Mar 11, 1997

દંડ : સમાજની સલામતી અને સુરક્ષાનું મહત્વનું સાધન. રાજનીતિશાસ્ત્ર અને વહીવટના સંદર્ભમાં ‘દંડ’ શબ્દનો ઉપયોગ થાય છે. શાસનવ્યવસ્થાનું મૂળભૂત અંગ દંડ છે અને તેથી તે લોકોના હકનું રક્ષણ કરનાર માધ્યમ બને છે. દંડ વિના જીવનવ્યવહાર સંભવિત નથી. દંડની ઉત્પત્તિ રાજ્ય સાથે થઈ. મનુષ્યની પ્રાથમિક અવસ્થામાં દંડ ન હતો કારણ કે…

વધુ વાંચો >

દંડ-બેઠક

Mar 11, 1997

દંડ-બેઠક : શરીરને ખડતલ અને સ્નાયુને બળવાન બનાવવા માટેનો સર્વ અંગની કસોટી કરતો ભારતીય વ્યાયામપ્રકાર. પ્રાચીન કાળથી કુસ્તીબાજો કુસ્તી માટે શરીરને કસવા દંડ-બેઠકની કસરત અવશ્ય કરે છે. આ કસરત નિયમિત કરવાથી ભુજાઓ મજબૂત અને ભરાવદાર બને છે; વક્ષસ્થળ ઉઠાવદાર અને ઘાટીલું બને છે; કરોડરજ્જુ બળવાન અને લચીલી બને છે. પગનાં…

વધુ વાંચો >

દંડવતે, મધુ

Mar 11, 1997

દંડવતે, મધુ (જ. 21 જાન્યુઆરી 1924, અહમદનગર; અ. 12 નવેમ્બર 2005, મુંબઈ) : ભારતના સંઘર્ષ અને સ્વાધ્યાય-પ્રવણ સમાજવાદી નેતા તેમજ સદા સજ્જ સાંસદ. પિતાનું નામ રામચંદ્ર. મુંબઈના રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ ખાતે ઉચ્ચ શિક્ષણ લઈ એમ.એસસી. થયા બાદ તેમણે 1946થી 1971નાં વરસો દરમિયાન સિદ્ધાર્થ કૉલેજમાં ભૌતિકશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપવા…

વધુ વાંચો >

દંડી

Mar 11, 1997

દંડી : પ્રસિદ્ધ સંસ્કૃત ગદ્યકથાકાર અને કાવ્યમીમાંસક. ત્રણ સંસ્કૃત ગ્રંથો – ગદ્યકથાઓ ’દશકુમારચરિત’, ‘અવન્તિસુન્દરીકથા’ તેમજ કાવ્યશાસ્ત્રનો ગ્રંથ ’કાવ્યાદર્શ’ – ના કર્તા તરીકે દંડીનું નામ મળે છે, त्रयो दण्डिप्रबन्धाश्व એમ પણ કહેવાયું છે, છતાં આ ત્રણે દંડી એક ન પણ હોય. દંડીનો સમય સાતમી સદીના અંતનો હોવાનો સંભવ છે. ‘અવન્તિસુન્દરીકથા’ના આરંભમાં…

વધુ વાંચો >

દંતપુર

Mar 11, 1997

દંતપુર : અંગદેશના રાજા દધિવાહનની નગરી ચંપાપુર અને કલિંગ દેશના રાજ્યની સરહદની વચ્ચે આવેલું ગામ. તે કલિંગથી ચંપાપુરી જતાં રસ્તામાં આવે છે. ત્યાં પદ્માવતી(શ્રેષ્ઠ સાધ્વી)એ તપોમય જીવન ગાળ્યું હતું. એક મતાનુસાર મેદિનીપુર જિલ્લામાં જળેશ્વરથી દક્ષિણે આશરે 15 કિમી. અંતરે દાંતન નામનું સ્થળ છે, તે જ બૌદ્ધોનું પ્રાચીન દંતપુર. તે પ્રાચીન…

વધુ વાંચો >