૯.૧૧
દહેજથી દારુહળદર
દાદૂપંથ
દાદૂપંથ : સંત દાદૂદયાળે સ્થાપેલો સંપ્રદાય. દાદૂ અકબર અને તુલસીદાસજીના સમકાલીન હતા. શરૂઆતમાં તેઓ કબીરપંથના અનુગામી હતા, પરંતુ પાછળથી તેમણે અલગ પંથ સ્થાપ્યો. તેમનો ઉપદેશ ‘શબદ’ અને ‘બાની’માં સંકલિત થયો છે. તેમણે સંસારની અસારતા બતાવીને પ્રભુની નિરાકાર, નિર્ગુણ સ્વરૂપે ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે. તેમના ઉપદેશમાં કબીર જેવી આક્રમક તીવ્રતાને…
વધુ વાંચો >દાદોજી કોંડદેવ
દાદોજી કોંડદેવ (જ. 1577; અ. 7 માર્ચ 1647) : છત્રપતિ શિવાજીના રાજકીય તથા નૈતિક ગુરુ. શિવાજીના પિતા શહાજી બીજાપુર રાજ્યના જાગીરદાર હતા. તેથી તેમણે પોતાની દ્વિતીય પત્ની સાથે બીજાપુરમાં વસવાટ કર્યો હતો અને પોતાની પ્રથમ પત્ની જીજાબાઈ (શિવાજીની માતા)ને નિભાવ માટે પુણે પાસેની પોતાની શિવનેરીની જાગીર સુપરત કરી હતી. શહાજીએ…
વધુ વાંચો >દાન
દાન : ધર્મબુદ્ધિથી કે દયાભાવથી પુણ્યાર્થે કોઈ વસ્તુ બ્રાહ્મણ કે ગરીબને મફત આપી દેવી તેનું નામ દાન. કાયદેસર પોતાને મળેલી વસ્તુ બીજાને અર્પણ કરવી તેને પણ દાન કહી શકાય. વસ્તુ પરથી સ્વત્વની નિવૃત્તિપૂર્વક પરસ્વત્વની ઉત્પત્તિ કરવાની ક્રિયાને યાસ્કાચાર્ય દાન કહે છે. ‘યોગકૌસ્તુભ’ મુજબ ન્યાયપૂર્વક એકત્ર કરેલા ધનમાંથી પોતાની શક્તિ પ્રમાણે…
વધુ વાંચો >દાનવ
દાનવ : કશ્યપ ઋષિ અને દક્ષની પુત્રી દનુના પુત્રો તે દાનવો. માતાના નામ પરથી તેમનું નામ પડ્યું છે. દાનવની જેમ ‘દનુજ’ શબ્દ પણ તેમને માટે વપરાયો છે. મહાભારતના આદિપર્વના અધ્યાય 6 અને મત્સ્યપુરાણના અધ્યાય 6 મુજબ દનુને 40 પુત્રો હતા. જ્યારે અન્ય પુરાણો દનુને 61 પુત્રો હતા એમ માને છે.…
વધુ વાંચો >દાની, અહમદ હસન
દાની, અહમદ હસન (જ. જૂન 1920, બસના; અ. 26 જાન્યુઆરી 2009, ઇસ્લામાબાદ) : પાકિસ્તાનના બૌદ્ધિક પુરાતત્વવિદ, ઇતિહાસવિદ અને ભાષાશાસ્ત્રી, મધ્ય એશિયા અને દક્ષિણ એશિયાના પુરાતત્વ અને ઇતિહાસના અભ્યાસ પર તેમનું પ્રભુત્વ હતું. તેમણે પાકિસ્તાન અને બંગ્લાદેશમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે પુરાતત્વનો અભ્યાસ દાખલ કરાવ્યો હતો. વિશેષત: તેઓ ઉત્તર પાકિસ્તાનમાં પૂર્વસિંધુસભ્યતા અને…
વધુ વાંચો >દાબ
દાબ : જુઓ, દાબખનિજો.
વધુ વાંચો >દાબખનિજો
દાબખનિજો (stress minerals) : વિકૃતીકરણ થવા માટેના સંજોગો (ઓછાવત્તા પ્રમાણમાં પ્રતિબળ–stress–ની હાજરી હોય એવા સંજોગો) હેઠળ તૈયાર થતાં ખનિજો ક્લોરાઇટ, ક્લોરિટૉઇડ, શંખજીરું, આલ્બાઇટ, એપિડોટ, એમ્ફિબોલ ખનિજો અને કાયનાઇટ જેવાં ખનિજો. આ પ્રકારનાં ખનિજો વિરૂપણ-પ્રતિબળ (shearing stress) દ્વારા તૈયાર થતા વિકૃત ખડકોમાં બનતાં હોય છે. એવું ધારવામાં આવેલું છે કે પ્રતિબળની…
વધુ વાંચો >દાબતરંગ
દાબતરંગ : જુઓ, તરંગ (wave).
વધુ વાંચો >દાબમાપકો
દાબમાપકો (instruments for measuring pressure) : દબાણ માપવાનાં સાધનો. દાબમાપકો સામાન્યત: બે પ્રકારનાં હોય છે : (1) પ્રવાહી દાબમાપક (liquid pressure gauge), (2) વાતાવરણ દાબમાપક (atmospheric pressure gauge). (1) પ્રવાહી દાબમાપક : પ્રવાહીનું દબાણ માપવા માટે સામાન્ય રીતે પ્રવાહી મૅનોમીટર (water manometer)નો ઉપયોગ થાય છે. તેની રચનામાં અંગ્રેજી U આકારમાં…
વધુ વાંચો >દાબવિકૃતિ
દાબવિકૃતિ : ખડકવિકૃતિનો એક પ્રકાર. તેમાં દાબ એક મુખ્ય પરિબળ તરીકે કાર્ય કરે છે. દાબવિકૃતિમાં તાપમાનનો વધારો બિનગણનાપાત્ર હોય છે. આ પ્રકારની ખડકવિકૃતિમાં મુખ્ય પરિબળ તરીકે કામ કરતું દાબનું પરિબળ ભૂસંચલનક્રિયાઓ સાથે સંકળાયેલું હોય છે, પરિણામે દાબવિકૃતિ ધસારા સપાટીઓ તેમજ વિરૂપક વિભાગો પર ઉદભવે છે. આ વિકૃતિપ્રકાર સંસર્ગ-વિકૃતિ-વલયના વિક્ષેપિત વિસ્તારોમાં…
વધુ વાંચો >દહેજ
દહેજ : ભારતીય લગ્નવ્યવસ્થાના દૂષણ-સ્વરૂપે વિકસેલી સામાજિક પ્રથા. આ દેશવ્યાપી પ્રથાએ લગ્નસંસ્થા અને સ્ત્રીના સામાજિક દરજ્જા સંદર્ભે ગંભીર પ્રશ્નો અને પડકારો સર્જ્યા છે. હિન્દુઓ, મુસ્લિમો તેમજ ખ્રિસ્તીઓમાં દહેજની બદી ફેલાયેલી છે. હિન્દુઓમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. આ બંધન ત્યારે જ માન્ય ગણાય છે જ્યારે તેમાં કન્યાદાન અપાયું હોય.…
વધુ વાંચો >દહેજ (બંદર)
દહેજ (બંદર) : ભરૂચ જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું બંદર. ભૌગોલિક સ્થાન : તે 21 41´ ઉ. અ. અને 72 30´ પૂ. રે. પર આવેલું છે. જે ખંભાતના અખાતની પૂર્વમાં બાનની ખાડી (Ban Creek) પાસે આવેલું છે. આ બંદર કુદરતી બંદર છે. તેની ઊંડાઈ 25 મીટર જેટલી છે. ભારતીય નૌકાદળના જળઆલેખન – 2082માં…
વધુ વાંચો >દહેલવી શાહિદ એહમદ
દહેલવી શાહિદ એહમદ (જ. 26 મે 1906, દિલ્હી; અ. 27 મે 1967, કરાંચી) : ઉર્દૂ લેખક. તેમણે 1925માં ઉર્દૂ વિષય સાથે બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી. સાહિત્યરુચિ અને લેખનશૈલી તેમને વારસાગત હતાં. શરૂઆતથી જ તેઓ લેખન, સંપાદન અને પ્રકાશનના વ્યવસાયમાં જોડાયા. સાહિત્યકારો અને સમીક્ષકો વચ્ચેની કેટલીક રીતિનીતિથી વ્યથિત બનીને તેમણે તેમની પોતાની…
વધુ વાંચો >દળમાપકો
દળમાપકો : જુઓ, તુલા.
વધુ વાંચો >દળવી, જયવંત
દળવી, જયવંત (જ. 1925, અરવલી, કોંકણ; અ. 1994, મુંબઈ) : વિખ્યાત મરાઠી લેખક. તેમણે નવલકથા, નાટક, નવલિકા, પ્રવાસવર્ણન તથા એકાંકી – એમ સાહિત્યના અનેક પ્રકારો ખેડ્યા. કૉલેજના પ્રથમ વર્ષમાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું એટલે કૉલેજ છોડી આંદોલનમાં ભાગ લીધો. આંદોલન પૂરું થતાં લોકસેવામાં સક્રિય બન્યા. યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ફર્મેશન સર્વિસમાં…
વધુ વાંચો >દંડ
દંડ : સમાજની સલામતી અને સુરક્ષાનું મહત્વનું સાધન. રાજનીતિશાસ્ત્ર અને વહીવટના સંદર્ભમાં ‘દંડ’ શબ્દનો ઉપયોગ થાય છે. શાસનવ્યવસ્થાનું મૂળભૂત અંગ દંડ છે અને તેથી તે લોકોના હકનું રક્ષણ કરનાર માધ્યમ બને છે. દંડ વિના જીવનવ્યવહાર સંભવિત નથી. દંડની ઉત્પત્તિ રાજ્ય સાથે થઈ. મનુષ્યની પ્રાથમિક અવસ્થામાં દંડ ન હતો કારણ કે…
વધુ વાંચો >દંડ-બેઠક
દંડ-બેઠક : શરીરને ખડતલ અને સ્નાયુને બળવાન બનાવવા માટેનો સર્વ અંગની કસોટી કરતો ભારતીય વ્યાયામપ્રકાર. પ્રાચીન કાળથી કુસ્તીબાજો કુસ્તી માટે શરીરને કસવા દંડ-બેઠકની કસરત અવશ્ય કરે છે. આ કસરત નિયમિત કરવાથી ભુજાઓ મજબૂત અને ભરાવદાર બને છે; વક્ષસ્થળ ઉઠાવદાર અને ઘાટીલું બને છે; કરોડરજ્જુ બળવાન અને લચીલી બને છે. પગનાં…
વધુ વાંચો >દંડવતે, મધુ
દંડવતે, મધુ (જ. 21 જાન્યુઆરી 1924, અહમદનગર; અ. 12 નવેમ્બર 2005, મુંબઈ) : ભારતના સંઘર્ષ અને સ્વાધ્યાય-પ્રવણ સમાજવાદી નેતા તેમજ સદા સજ્જ સાંસદ. પિતાનું નામ રામચંદ્ર. મુંબઈના રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ ખાતે ઉચ્ચ શિક્ષણ લઈ એમ.એસસી. થયા બાદ તેમણે 1946થી 1971નાં વરસો દરમિયાન સિદ્ધાર્થ કૉલેજમાં ભૌતિકશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપવા…
વધુ વાંચો >દંડી
દંડી : પ્રસિદ્ધ સંસ્કૃત ગદ્યકથાકાર અને કાવ્યમીમાંસક. ત્રણ સંસ્કૃત ગ્રંથો – ગદ્યકથાઓ ’દશકુમારચરિત’, ‘અવન્તિસુન્દરીકથા’ તેમજ કાવ્યશાસ્ત્રનો ગ્રંથ ’કાવ્યાદર્શ’ – ના કર્તા તરીકે દંડીનું નામ મળે છે, त्रयो दण्डिप्रबन्धाश्व એમ પણ કહેવાયું છે, છતાં આ ત્રણે દંડી એક ન પણ હોય. દંડીનો સમય સાતમી સદીના અંતનો હોવાનો સંભવ છે. ‘અવન્તિસુન્દરીકથા’ના આરંભમાં…
વધુ વાંચો >દંતપુર
દંતપુર : અંગદેશના રાજા દધિવાહનની નગરી ચંપાપુર અને કલિંગ દેશના રાજ્યની સરહદની વચ્ચે આવેલું ગામ. તે કલિંગથી ચંપાપુરી જતાં રસ્તામાં આવે છે. ત્યાં પદ્માવતી(શ્રેષ્ઠ સાધ્વી)એ તપોમય જીવન ગાળ્યું હતું. એક મતાનુસાર મેદિનીપુર જિલ્લામાં જળેશ્વરથી દક્ષિણે આશરે 15 કિમી. અંતરે દાંતન નામનું સ્થળ છે, તે જ બૌદ્ધોનું પ્રાચીન દંતપુર. તે પ્રાચીન…
વધુ વાંચો >